શોધખોળ કરો
Advertisement
IND v NZ: બીજી ટેસ્ટના પ્રથમ દિવસે ભારતીય ટીમથી અહીં થઈ ભૂલ, હનુમા વિહારીએ કહી આ વાત
આ પિચ પર 300થી વધુનો સ્કોર આદર્શ હતો. હું શોર્ટ પિચ બોલનો સારી રીતે સામનો કરતો હતો અને આઉટ થવાથી પુજારાની નૈસર્ગિક રમતમાં પણ વિક્ષેપ પડ્યો તેમ હનુમા વિહારીએ જણાવ્યું.
ક્રાઇસ્ટચર્ચઃ ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચે બે મેચોની ટેસ્ટ સીરિઝની બીજી અને અંતિમ ટેસ્ટ મેચ ક્રાઇસ્ટચર્ચમાં રમાઇ રહી છે. ન્યૂઝિલેન્ડે ટોસ જીતીને ભારતને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ટીમ ઇન્ડિયા પ્રથમ ઇનિંગમાં 242 રન બનાવી ઓલઆઉટ થઇ ગઇ છે. ટીમ ઇન્ડિયા તરફથી હનુમા વિહારીએ સૌથી વધુ 55 રન ફટકાર્યા હતા જ્યારે પૂજારા અને પૃથ્વી શોએ 54-54 રન બનાવ્યા હતા. ન્યૂઝિલેન્ડ તરફથી કાઇલ જેમિસને સૌથી વધુ પાંચ વિકેટ ઝડપી હતી. તે સિવાય ટીમ સાઉથી અને ટ્રેન્ડ બોલ્ટે બે-બે વિકેટ ઝડપી હતી. જ્યારે વેગનરે એક વિકેટ ઝડપી હતી. પ્રથમ દિવસના અંતે ન્યૂઝિલેન્ડે એક પણ વિકેટ ગુમાવ્યા વિના 63 રન બનાવી લીધા હતા. ટોમ લાથમ 27 અને ટોમ બ્લંડેલ 29 રને રમતમાં હતા
ન્યૂઝીલેન્ડ બોલર્સને લાઇન લેન્થ પર બોલિંગનું મળ્યું ફળ પ્રથમ દિવસની સમાપ્તિ બાદ હનુમા વિહારીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, ખરાબ શોટ પસંદગીના કારણે ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામે પ્રથમ દિવસે 242 રનના સ્કોર પર સમેટાઈ ગઈ હતી. પિચ એટલી ખરાબ નહોતી અને તેનાથી બે ટેસ્ટ મેચની સીરિઝમાં વાપસી કરવાની આશાને ફટકો લાગ્યો છે. 55 રનની ઈનિંગ રમનારા હનુમા વિહારીએ કહ્યું, પુજારા તેની નૈસર્ગિક રમત રમી શકે તે માટે હું આક્રમણ કરવા માંગતો હતો. તેમણે યોગ્ય લાઈન લેન્થ પર બોલિંગ કરી અને જાણતા હતા કે પિચ કેવું પ્રદર્શન કરશે. ઘરેલુ પરિસ્થિતિનો વિરોધી ટીમના બોલર્સે ભરપૂર લાભ ઉઠાવ્યો હતો. ખોટા સમયે આઉટ થયા ખેલાડીHanuma Vihari says batsmen's poor shot selection led to India getting bowled out for 242 on day 1 of second Test against New Zealand. #INDvNZ
— Press Trust of India (@PTI_News) February 29, 2020
તેણે એમ પણ કહ્યું કે, પૃથ્વી શૉએ લય બતાવ્યો, પુજારાએ સમય લીધો પરંતુ તમામ ખેલાડી ખોટા સમયે આઉટ થયા. કોઈપણ પિચના કારણે આઉટ નથી તયા. મોટા ભાગના ખેલાડી તેમની ભૂલના કારણે પેવેલિયન પરત ફર્યા હતા. પિચનો કોઈ વાંક નહોતો.
પુજારાને લઈ હનુમાએ કરી આ વાત
આ પિચ પર 300થી વધુનો સ્કોર આદર્શ હતો. હું શોર્ટ પિચ બોલનો સારી રીતે સામનો કરતો હતો અને આઉટ થવાથી પુજારાની નૈસર્ગિક રમતમાં પણ વિક્ષેપ પડ્યો. બંનેએ વેલિંગ્ટનમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં રક્ષાત્મક બેટિંગ કરી હતી. આજની મેચની રણનીતિ અંગે વાત કરતાં વિહારીએ કહ્યું, પુજારા એક છેડા પર રમતો હતો અને હું સકારાત્મક ઈનિંગ રમીને આગળ વધવા માંગતો હતો. પુજારા લાંબી ઈનિંગ રમી શકે તેવો ખેલાડી છે. તેથી હું સમય લીધા વગર બેટિંગ કરવા માંગતો હતો.
ભારત પ્રવાસ પહેલા દક્ષિણ આફ્રિકાને લાગ્યો મોટો ઝટકો, આ ઘાતક બોલર થયો ટીમમાંથી બહાર
હાર્દિક પંડ્યાની ધમાકેદાર વાપસી, 25 બોલમાં ફટકાર્યા 38 રન અને લીધી 3 વિકેટ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion