શોધખોળ કરો
Advertisement
IPL 2020 Qualifier 2 DC v SRH: દિલ્હીએ હૈદરાબાદને 17 રનથી હરાવ્યું, મંગળવારે ફાઇનલમાં મુંબઈ ઈન્ડિયન્સ સાથે ટક્કર
મેચમાં દિલ્હીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. દિલ્હી કેપિટલ્સે 20 ઓવરમાં 3 વિકેટના નુકસાન પર 189 રન બનાવ્યા હતા.
IPL 2020 Qualifier 2 DC v SRH: IPL 2020ની ક્વોલિફાયર-2માં દિલ્હી કેપિટલ્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 17 રનથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. મંગળવારે ફાઇનલમાં તેનો મુકાબલો મુંબઈ ઈન્ડિયન્સ સામે થશે. દિલ્હીની જીતમાં સ્ટોયનિસે મહત્વનું યોગદાન આપ્યું હતું.
રબાડાની ઘાતક બોલિંગ
દિલ્હી કેપિટલ્સે મેચ જીતવા આપેલા 190ના રનના ટાર્ગેટ સામે સનરાઇઝર્સ હૈદરાબાદ 20 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 172 રન બનાવી શકી હતી. હૈદરાબાદ તરફથી વિલિયમસને 45 બોલમાં 5 ચોગ્ગા અને4 છગ્ગા સાથે 67 રન બનાવ્યા હતા. પ્રિયમ ગર્ગે 17 રન, ડેવિડ વોર્નરે 21 રન બનાવ્યા હતા. અબ્દુલ સામદે 14 બોલમાં રન બનાવ્યા હતા. દિલ્હી તરફથી રબાડાએ 29 રનમાં 4 વિકેટ લીધી હતી, જેમાંથી ત્રણ વિકેટ 19મી ઓવરમાં લઇ મેચનું પાસુ પલટી નાંખ્યું હતું. સ્ટોયનિસે 3 વિકેટ લીધી હતી.
દિલ્હીના ઓપનરોએ અપાવી શાનદાર શરૂઆત
આ પહેલા મેચમાં દિલ્હીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. દિલ્હી કેપિટલ્સે 20 ઓવરમાં 3 વિકેટના નુકસાન પર 189 રન બનાવ્યા હતા. દિલ્હીના ઓપનર માર્કસ સ્ટોયનિસ (27 બોલમાં 5 ચોગ્ગા અને 1 છગ્ગા વડે 38 રન) અને શિખર ધવન (50 બોલમાં 6 ચોગ્ગા અને 2 છગ્ગા વડે 78 રન)એ પ્રથમ વિકેટ માટે 8.2 ઓવરમાં 86 રન જોડ્યા હતા. શ્રેયસ ઐયરે 20 બોલમાં 21 રન બનાવ્યા હતા. સનરાઇઝર્સ તરફથી જેસન હોલ્ડર, રાશિદ ખાન, સંદીપ શર્માને 1-1 સફળતા મળી હતી.
દિલ્હીની ટીમ: શિખર ધવન, અજિંક્ય રહાણે, શ્રેયસ ઐયર (કેપ્ટન), શિમરોન હેટમાયર, ઋષભ પંત (વિકેટકીપર), માર્કસ સ્ટોઈનિસ, પ્રવીણ દુબે, અક્ષર પટેલ, કગીસો રબાડા, આર. અશ્વિન, એનરિચ નૉર્ટજે
હૈદરાબાદની આજની ટીમ: ડેવિડ વોર્નર (કેપ્ટન), શ્રીવત્સ ગોસ્વામી(વિકેટકીપર), કેન વિલિયમ્સન, મનીષ પાંડે, પ્રિયમ ગર્ગ, અબ્દુલ સમદ, જેસન હોલ્ડર, શાહબાઝ નદીમ, રાશિદ ખાન, સંદીપ શર્મા અને ટી. નટરાજન
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement