શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
IPL 2020: ધોની જેવો હેલિકોપ્ટર શોટ ફટકારવા જતા Hit wicket થયો આ ખેલાડી
અત્યાર સુધી આઈપીએલમાં શાનદાર બોલિંગ કરનાર રાશિદ ખાન સીએસકે વિરૂદ્ધ અસરદાર સાબિત ન થયા.
દુબઈઃ આઆપીએલની 13મી સીઝનમાં સનરાઈઝર્સ હૈદ્રાબાદ અને ચેન્નઈ સુપર કિંગ્સની વચ્ચે મંગળવારે ટક્કર જોવા મળી હતી. ચેન્નઈ સુપર કિંગ્સની ટીમે 20 રનથી આ મેચ જીતી લીધી હતી. પરંતુ હૈદ્રાબાદના સ્ટાર સ્પિનર ટીમને જીત અપાવ્યા વગર જ ચર્ચામાં છે. રાશિદ ખાને સાઈસકે વિરૂદ્ધ ધોની જેવો હેલિકોપ્ટર શોટ ફટકારવાના ચક્કરમાં પોતાની વિકેટ ગુમાવી દીધી હતી.
રાશિદ ખાને 18.5 ઓવરના પાંચમા બોલ પર હેલિકોપ્ટર શોટ લગાવવાનો પ્રયત્ન કર્યો. પરંતુ આ દરમિયાન તે માત્ર હેટ વિકેટ ન થયો પરંતુ ફીલ્ડરે તેનો કેચ પણ પકડ્યો હતો. રાશિદે જોકે પહેલા જ વિકેટ સાથે ટકરાવાને કારણએ હિટ વિકેટ આઉટ આપવામાં આવ્યો. રાશિદ ખાને આઉટ થતા પહેલા 8 બોલમાં 14 રન બનાવ્યા, જેમાં એક છગ્ગો અને એક ચોગ્ગો ફટકાર્યો.
અત્યાર સુધી આઈપીએલમાં શાનદાર બોલિંગ કરનાર રાશિદ ખાન સીએસકે વિરૂદ્ધ અસરદાર સાબિત ન થયા. ચાર ઓવર બોલિંગ કરતાં રાશિદ ખાને 30 રન આપ્યા અને એક પણ વિકેટ લેવામાં સફળ રહ્યો ન હતો.
જણાવીએ કે, સીએસકે વિરૂદ્ધ મળેલ હારને કારણે સનરાઈઝર્સ હૈદ્રાબાદની મુશ્કેલી થોડી વધી ગઈ છે. હૈદ્રાબાદ અત્યાર સુધી રમેલ 8 મેચમાંથી પાંચમાં હાર થઈ છે. જો હૈદ્રાબાદની ટીમ બે મેચ હારી જાય છે તો તે પ્લે ઓફની રેસમાંથી લગભગ બહાર થઈ જશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
સમાચાર
ક્રાઇમ
Advertisement
gujarati.abplive.com
Opinion