શોધખોળ કરો
Advertisement
IPLમાં ભારતનો આ બૉલર બન્યો વિરાટ માટે માથાનો દુઃખાવો, સાતમી વાર આઉટ કરીને બનાવ્યો રેકોર્ડ, જાણો કોણ છે આ બોલર?
ખાસ વાત છે કે સંદિપ શર્માએ વિરાટની વિકેટ ઝડપતાં જ ભારતીય પૂર્વ ફાસ્ટ બૉલર ઝહીર ખાનના રેકોર્ડની બરાબરી કરી લીધી છે
નવી દિલ્હીઃ રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર વિરુદ્ધની મેચમાં હૈદરાબાદના સંદિપ શર્માએ બે વિકેટ ઝડપી, તેને બેંગ્લૉરના કેપ્ટન વિરાટ કોહલી અને દેવદત્ત પડિક્કલને સસ્તાં આઉટ કરીને બેંગ્લૉરને મુશ્કેલીમાં મુકી દીધુ હતુ. આ બે મહત્વની વિકેટોથી બેંગ્લૉરને શરૂઆતી મોંઘા ઝટકા લાગ્યા હતા
ખાસ વાત છે કે સંદિપ શર્માએ વિરાટની વિકેટ ઝડપતાં જ ભારતીય પૂર્વ ફાસ્ટ બૉલર ઝહીર ખાનના રેકોર્ડની બરાબરી કરી લીધી છે.
આઇપીએલમાં કોઇપણ એક બૉલર દ્વારા કોઇ એક ખેલાડીને સર્વાધિક વાર આઉટ કરવાની વાત આવે તો આ મામલે અત્યાર સુધી ઝાહીર ખાનનો રેકોર્ડ છે. ઝહીર ખાને પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને સર્વાધિક સાત વાર આઉટ કર્યો છે.
આજે યુવા ફાસ્ટ બૉલર સંદિપ શર્માએ પણ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને સાતમી વાર આઉટ કરીને પેવેલિયન મોકલી દીધો હતો. સંદિપ આજે ઝાહીર ખાનના આ ખાસ ક્લબમાં સામલે થઇ ગયો છે.
આજની મેચની વાત કરીએ તો સંદિપ શર્મા અને જેસન હૉલ્ડરે બે-બે વિકેટોના દમ પર હૈદરાબાદે બેંગ્લૉરને 20 ઓવરોમાં 120 રને રોકી દીધુ હતુ. અને મેચમાં હૈદરાબાદની શાનદાર જીત થઇ હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
બિઝનેસ
Advertisement