શોધખોળ કરો
IPL 2021 Auction: દાવ પર લાગશે 291 ખેલાડીઓની કિસ્મત, બપોરે 3 વાગ્યાથી શરૂ થશે હરાજી
આઈપીએલની 14 મી સીઝન માટે 1100 થી વધુ ખેલાડીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. પરંતુ આઈપીએલના અંતિમ ડ્રાફ્ટમાં ફક્ત 292 ખેલાડીઓને જ સ્થાન મળ્યું છે.
![IPL 2021 Auction: દાવ પર લાગશે 291 ખેલાડીઓની કિસ્મત, બપોરે 3 વાગ્યાથી શરૂ થશે હરાજી IPL 2021 Auction to held today from 3 pm in Chennai IPL 2021 Auction: દાવ પર લાગશે 291 ખેલાડીઓની કિસ્મત, બપોરે 3 વાગ્યાથી શરૂ થશે હરાજી](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/18145534/ipl-auction-2021.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
(તસવીર સૌજન્યઃ આઈપીએલ)
ચેન્નઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગની 14મી સીઝન માટે ખેલાડીઓની હરાજી આજે ચેન્નઇમાં યોજાશે. બપોરે 3 વાગ્યાથી ખેલાડીઓની હરાજી શરૂ થશે. આ હરાજીમાં કુલ 291 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. જો કે હરાજી પહેલા જ ઇંગ્લેન્ડના ઝડપી બોલર માર્ક વુડે પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. માર્ક વુડે તેની બેઝ પ્રાઇસ બે કરોડ રૂપિયા રાખી હતી અને મુંબઈ ઈન્ડિયન્સ સહિત અનેક ટીમોની નજર તેમની પાસે હતી.
આઈપીએલની 14 મી સીઝન માટે 1100 થી વધુ ખેલાડીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. પરંતુ આઈપીએલના અંતિમ ડ્રાફ્ટમાં ફક્ત 292 ખેલાડીઓને જ સ્થાન મળ્યું છે. આજની હરાજીમાં હાજર રહેનારા ખેલાડીઓમાંથી 164 ભારતીય અને 124 વિદેશી ખેલાડીઓ છે. એસોસિએટ દેશના ત્રણ ખેલાડીઓ પણ આઈપીએલની હરાજીમાં ભાગ લેશે. આજની હરાજીમાં 227 ખેલાડીઓ અનકેપ્ડ છે જ્યારે 64 ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યા છે. 8 ટીમોમાં 61 સ્લોટ્સ ખાલી છે.
હરાજીમાં વિદેશી ખેલાડીઓમાં ઓસ્ટ્રેલિયાથી 35, ન્યુઝીલેન્ડના 20, વેસ્ટ ઇન્ડીઝના 19, ઇંગ્લેન્ડના 17, દક્ષિણ આફ્રિકાના 14, શ્રીલંકાના 9, અફઘાનિસ્તાનના 7 લોકોનો સમાવેશ છે. આ ઉપરાંત નેપાળ, યુએઈ અને યુએસએના એક-એક ખેલાડી પણ આજની હરાજીમાં ભાગ લેશે.
હરાજીમાં કેદાર જાધવ, ગ્લેન મેક્સવેલ, સ્ટીવ સ્મિથ સહિત 9 ખેલાડીઓની બેઝ પ્રાઇસ 2 કરોડ છે. 1.5 કરોડના બેઝ પ્રાઈસવાળા 12 ખેલાડીઓ આજની હરાજીમાં ભાગ લેશે. 11 ખેલાડીઓની બેઝ પ્રાઇસ એક કરોડ રૂપિયા છે.
Punjab Municipal Election Results 2021: ભાજપના સૂપડા સાફ, ગુરદાસપુરમાં મળ્યા માત્ર 9 મત
પેટ્રોલના ભાવમાં સતત 10માં દિવસે વધારો, મોદીએ પેટ્રોલના ભાવ વધારા માટે કોંગ્રેસને જવાબદાર ગણાવી શું કહ્યું
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
બોલિવૂડ
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)