CSK vs PBKS Highlights: ચેન્નાઈ સુપર કિંગ્સ સામે પંજાબ કિંગ્સની શાનદાર જીત
CSK vs PBKS Highlights:
![CSK vs PBKS Highlights: ચેન્નાઈ સુપર કિંગ્સ સામે પંજાબ કિંગ્સની શાનદાર જીત IPL 2021, CSK vs PBKS Match 53 Highlights: PBKS won Punjab Kings Beats Chennai Super Kings by 6 Wickets CSK vs PBKS Highlights: ચેન્નાઈ સુપર કિંગ્સ સામે પંજાબ કિંગ્સની શાનદાર જીત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/07/cd16aa18920c43cd3f38b2d754d647e6_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
CSK vs PBKS IPL 2021: ચેન્નઈ સુપર કિંગ્સ સામે પંજાબ કિંગ્સની શાનદાર જીત થઈ છે. કેએલ રાહુલે નોટઆઉટ 98 રનની શાનદાર ઈનિંગ રમી હતી. પંજાબ કિંગ્સે 13 ઓવરમાં જ ટાર્ગેટ હાંસિલ કર્યો હતો. ચેન્નઈ સુપર કિંગ્સે 20 ઓવરમાં 6 વિકેટના નુકસાને 134 રન કર્યા હતા, જેના જવાબમાં પંજાબ કિંગ્સે 13 ઓવરમાં જ ટાર્ગેટ મેળવી લીધો હતો.
IPL માં પ્લેઓફની સ્થિતિ એકદમ સ્પષ્ટ થઈ ગઈ છે. ચેન્નઈ સુપર કિંગ્સ, દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પ્લેઓફ માટે ક્વોલિફાય થયા છે. કોલકાતા નાઈટ રાઈડર્સ, મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સની ટીમો વચ્ચે ટક્કર ચાલી રહી છે. ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ પહેલા જ પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ ચૂકી છે. પં
પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈ સુપર કિંગ્સે 6 વિકેટના નુકસાન પર 134 રન બનાવ્યા હતા. ચેન્નઈ તરફથી ડુ પ્લેસિસે સૌથી વધુ 76 રન બનાવ્યા હતા. પંજાબે શરૂઆતથી જ ચુસ્ત બોલિંગ કરી હતી અને ચેન્નઈના બેટ્સમેનોને રન બનાવવાની વધારે તક આપી ન હતી.
મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશિપ હેઠળ CSK પ્લે-ઓફમાં પહોંચી ગઈ છે, પરંતુ તે છેલ્લી 2 મેચ હારી જતા લય ગુમાવી બેઠી છે. તેવામાં ચેન્નઈ આ મેચ જીતી જશે તો ફરીથી પોઇન્ટ ટેબલમાં નંબર-1 બની જશે. રાહુલની કેપ્ટનશિપ હેઠળ પંજાબ કિંગ્સ પ્લેઓફમાંથી લગભગ બહાર થઈ ગઈ છે. પંજાબના 13 મેચમાં 10 પોઇન્ટ છે.
IPL 2021માં ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને સુરેશ રૈનાનું ખરાબ ફોર્મ છતું થયું છે. રૈના આ સિઝનમાં 12 મેચ રમ્યો છે જેમાં તેણે માત્ર 160 રન જ કર્યા છે. જેથી દિલ્હી સામેની મેચમાં તેને પ્લેઇંગ-11માં પણ સ્થાન મળ્યું નહોતું.
જ્યારે ધોની પણ આ સીઝનમાં ફ્લોપ રહ્યો છે. તેણે 13 મેચમાં માત્ર 84 રન કર્યા છે. પ્લેઓફ પહેલા આ બંને ખેલાડી ફોર્મમાં આવે તેવી આશા CSK ટીમ રાખશે. CSKના ઓપનિંગ બેટર ઋતુરાજ ગાયકવાડ IPL 2021માં પ્રશંસનીય ફોર્મમાં જોવા મળ્યો છે. તેણે આ સીઝનમાં 13 મેચ મી છે અને કુલ 521 રન કર્યા છે. એટલું જ નહીં ગાયકવાડે રાજસ્થાન વિરૂદ્ધ શાનદાર સદી પણ ફટકારી છે. રવિંદ્ર જાડેજાએ પણ 13 મેચમાં 212 રન કરવાની સાથે 10 વિકેટ પણ ઝડપી છે. ચેન્નઈ સુપર કિંગ્સના ફાસ્ટ બોલર શાર્દૂલ ઠાકુરે પણ IPLના બીજા ફેઝમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. જ્યારે ટીમને વિકેટની જરૂર હોય છે ત્યારે તેણે બેક ટુ બેક વિકેટ લીધી છે. આ સીઝનમાં તેણે 13 મેચમાં 15 વિકેટ પણ લીધી છે.
.....
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)