શોધખોળ કરો

DC vs RR: દિલ્હીએ રાજસ્થાન રોયલ્સને 33 રને આપી હાર, સંજૂ સેમસનની કેપ્ટન ઈનિંગ ન લાગી કામ 

દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) અને રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) વચ્ચે  અબુ ધાબી (Abu Dhabi) માં મુકાબલો હતો. આ મેચમાં દિલ્હીએ રાજસ્થાનને 33 રને હાર આપી છે. 

દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) અને રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) વચ્ચે  અબુ ધાબી (Abu Dhabi) માં મુકાબલો હતો. આ મેચમાં દિલ્હીએ રાજસ્થાનને 33 રને હાર આપી છે. 

રાજસ્થાને ટોસ જીતી પહેલા બોલિંગ પસંદ કરી હતી. દિલ્હીએ 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 154 રન કર્યા હતા. રાજસ્થાનની ટીમ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 121 રન બનાવી શકી હતી. કેપ્ટન સંજૂ સેમસને શાનદાર ઈનિંગ રમી હતી. સેમસને 53 બોલમાં 70 રન ફટકાર્યા હતા.

દિલ્હીએ રાજસ્થાનને 33 રને હરાવ્યું. આ સાથે તે પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે. આ જીત બાદ તેને 16 પોઈન્ટ મળ્યા છે અને પ્લેઓફમાં જવું લગભગ નિશ્ચિત છે. રાજસ્થાન તરફથી કેપ્ટન સંજુ સેમસને સૌથી વધુ અણનમ 70 રન બનાવ્યા હતા. રાજસ્થાનની ટીમ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને માત્ર 121 રન બનાવી શકી હતી.

દિલ્હીની કેવી રહી ઈનિંગ

ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી દિલ્હીની નબળી શરૂઆત રહી હતી, 21 રન સુધીમાં બંને ઓપનર્સ શિખર ધવન (8 રન) અને પૃથ્વી શૉ (10 રન)ની વિકેટ ગુમાવી હતી. જે બાદ કેપ્ટન પંત (24 રન) અને શ્રેયસ ઐયર (43 રન)ની જોડીએ ત્રીજી વિકેટ માટે 62 રનની ભાગીદારી કરી હતી. હેટમાયરે 28 રનનું યોગદાન આપ્યું હતું.

રાજસ્થાન રોયલ્સ તરફથી મુસ્તાફિઝુર રહેમાને 22 રનમાં 2 તથા ચેતન સાકરિયાએ 33 રનમાં 2 વિકેટ ઝડપી હતી.  કાર્તિક ત્યાગી અને રાહુલ તેવટિયાને 1-1 સફળતા મળી હતી.

બંને ટીમ આ પ્રમાણે છે

રાજસ્થાન રોયલ્સઃ યશસ્વી જયસ્વાલ, ડેવિડ મિલર, સંજૂ સેમસન, લિયામ લિવિંગસ્ટોન, મહિપાલ લોમરોર, રિયાન પરાગ, રાહુલ તેવટિયા, તબરેઝ શમ્સી, મુસ્તફિઝુર રહેમાન, ચેતન સાકરિયા, કાર્તિક ત્યાગી

દિલ્હી કેપિટલ્સઃ પૃથ્વી શો, શિખર ધવન,શ્રેયસ ઐયર  રિષભ પંત, લલિત યાદવ, શિમરોન હેટમાયર, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, કગિસો રબાડા, એનરિક નોર્ત્યા, આવેશ ખાન

હાલ કોણે છે પોઈન્ટ ટેબલમાં ટોચ પર

આજની મેચ પહેલા CSK ટુર્નામેન્ટમાં શ્રેષ્ઠ નેટ રન રેટને કારણે પોઇન્ટ ટેબલમાં ટોચ પર છે. 14 પોઇન્ટ સાથે દિલ્હી કેપિટલ્સની ટીમ બીજા સ્થાને છે. આરસીબી હાલમાં 10 પોઇન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે. પરંતુ આરસીબીનો નેટ રન રેટ સૌથી ખરાબ છે. જો KKR અને રાજસ્થાન પોતાની આગામી મેચ જીતવામાં સફળ રહે તો RCB ને ટોપ 4 માંથી બહાર થવું પડશે. KKR ની ટીમ 8 પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે. રાજસ્થાન રોયલ્સ પણ 8 પોઇન્ટ સાથે પાંચમા સ્થાને છે. મુંબઈ ઈન્ડિયન્સના પણ 8 પોઈન્ટ છે પરંતુ કેકેઆર અને રાજસ્થાન તરફથી નબળા નેટ રેટને કારણે તેઓ છઠ્ઠા સ્થાને છે. કિંગ્સ ઇલેવન પંજાબ 6 પોઇન્ટ સાથે સાતમા અને સનરાઇઝર્સ હૈદરાબાદ બે પોઇન્ટ સાથે ટેબલમાં છેલ્લા સ્થાને છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

2026 એશિયા કપનું શેડ્યૂલ જાહેર, આ દિવસે ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો
2026 એશિયા કપનું શેડ્યૂલ જાહેર, આ દિવસે ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો
Shubman Gill Injury: શ્રીલંકા ટેસ્ટ સિરીઝ પહેલાં શુભમન ગિલ થયો ઘાયલ, વધ્યું ટીમ ઈન્ડિયાનું ટેન્શન
Shubman Gill Injury: શ્રીલંકા ટેસ્ટ સિરીઝ પહેલાં શુભમન ગિલ થયો ઘાયલ, વધ્યું ટીમ ઈન્ડિયાનું ટેન્શન
IPL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે
IPL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે
શ્રીલંકા સિરીઝ પહેલાં શુભમન ગિલ સામે મોટું ટેન્શન, પ્લેઈંગ-11 પસંદ કરવી નહીં હોય આસાન
શ્રીલંકા સિરીઝ પહેલાં શુભમન ગિલ સામે મોટું ટેન્શન, પ્લેઈંગ-11 પસંદ કરવી નહીં હોય આસાન

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!
Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Embed widget