DC vs SRH, Match Highlights: દિલ્હી કેપિટલ્સે સનરાઇઝર્સ હૈદરાબાદને આઠ વિકેટથી હરાવ્યું, પોઇન્ટસ ટેબલમાં ટોપ પર પહોંચી
IPL 2021, DC vs SRH: ઇન્ડિયન પ્રિમિયર લીગ 2021ના બીજા તબક્કામાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે દિલ્હીનો વિજય થયો હતો.

Background
નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રિમિયર લીગ 2021ના બીજા તબક્કામાં આજે દિલ્હી કેપિટલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ રમાશે. આ મેચ દુબઇ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં સાંજે સાડા સાત વાગ્યે શરૂ થશે. આઇપીએલ પોઇન્ટ ટેબલમાં દિલ્હી બીજા નંબર પર છે.
દિલ્હી પોઇન્ટ્સ ટેબલમાં ટોપ પર પહોંચી
દિલ્હી કેપિટલ્સની ટીમે 18 ઓવરમાં બે વિકેટના નુકસાન પર ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો શ્રેયસ ઐય્યરે અણનમ 47 રનની શાનદાર ઇનિંગ રમી હતી. શિખર ધવન 42 રનનું યોગદાન આપ્યું હતું. કેપ્ટન રિષભ પંતે 21 બોલમાં 35 રનની આક્રમક ઇનિંગ રમી હતી. આ જીત સાથે દિલ્હીની ટીમ પોઇન્ટ્સ ટેબલમાં ટોપ પર પહોંચી ગઇ છે.
હૈદરાબાદની બીજી વિકેટ પડી
રાશિદ ખાને શાનદાર બોલિંગ કરી હતી. શિખર ધવન 42 રન બનાવી આઉટ થયો હતો. અત્યાર સુધીમાં 11 ઓવરમાં બે વિકેટ ગુમાવી 73 રન બનાવ્યા હતા.




















