શોધખોળ કરો
Advertisement
IPL 2021: કયા બે વિદેશી ખેલાડીઓ પર પંજાબ લગાવી શકે છે મોટો દાંવ, જાણો કેમ
ખાસ વાત છે કે કિંગ્સ ઇલેવન પંજાબની પાસે કેએલ રાહુલ, મયંક અગ્રવાલ, મોહમ્મદ શમી, ક્રિસ ગેલ, નિકોલસ પૂરન જેવા અનુભવી ખેલાડીઓ છે
નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગની 14મી સિઝન માટે આવતીકાલે એટલે કે 18મી ફેબ્રુઆરીથી હરાજી શરૂ થશે. ખાસ વાત છે કે આ વખતે કિંગ્સ ઇલેવન પંજાબ એટલે કે પંજાબ કિંગ્સ પાસે સૌથી વધુ રૂપિયા છે, પ્રીતિ ઝિન્ટાની ટીમ પાસે આ વખતે ખેલાડીઓ પર બોલી લગાવવા માટે 53 કરોડ રૂપિયા છે. રિપોર્ટ છે કે આ વખતે પંજાબ વિદેશી ખેલીડીઓ પર દાંવ લગાવી શકે છે. જાણો કોણ હોઇ શકે છે આ ખેલાડીઓ...
આ ખેલાડીઓ પર લાગી શકે છે મોટો દાંવ...
મીડલ ઓર્ડરની મજબૂતી માટે પંજાબ કિંગ્સની ટીમ સ્ટીવ સ્મિથ કે પછી માર્નસ લાબૂશાને કોઇ એક ખેલાડી પર દાંવ લગાવી શકે છે. મેક્સવેલ જેવા ખેલાડીની ભરપાઇ માટે મોઇન અલી કે પછી શાકિબ અલ હસન પણ ટીમ માટે સારો વિકલ્પ સાબિત થઇ શકે છે.
ક્રિસ મોરિસ તે ખેલાડી છે જે મોહમ્મદ શમીની સાથે મળીને ટીમને ફાસ્ટ બૉલિંગ આક્રમણને ખુબ મજબૂત બનાવી શકે છે. આ ઉપરાંત ટીમની નજર હરભજન સિંહ અને ઉમેશ યાદવ જેવા દિગ્ગજ ખેલાડીઓ પર પણ રહેશે.
ખાસ વાત છે કે કિંગ્સ ઇલેવન પંજાબની પાસે કેએલ રાહુલ, મયંક અગ્રવાલ, મોહમ્મદ શમી, ક્રિસ ગેલ, નિકોલસ પૂરન જેવા અનુભવી ખેલાડીઓ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બોલિવૂડ
અમદાવાદ
દેશ
Advertisement