IPL 2021, KKR vs CSK: ઘૂંટણમાંથી લોહી નિકળ્યું હોવા છતાં ફાફ ડુ પ્લેસિસે બ્રાઉન્ડ્રી પર કર્યો શાનદાર કેચ, જુઓ વીડિયો
ફાફ ડુ પ્લેસિસે એક શાનદાર બાઉન્ડ્રી કેચ કર્યો હતો અને તે પણ એવા સમયે જ્યારે ઘૂંટણમાંથી લોહી નિકળી રહ્યું હતું
નવી દિલ્હી: ઈન્ડિયન પ્રીમિયર લીગના બીજા તબક્કાની 38 મી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે અબુ ધાબી ખાતે રમાઈ હતી. ટોસ જીત્યા બાદ કોલકાતા નાઈટ રાઈડર્સે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. સારી શરૂઆત મેળવ્યા બાદ પણ કોલકાતાએ ઝડપથી જ ચાર વિકેટ ગુમાવી દિધી હતી. કોલકાતા એક સમયે 50/1 પાવરપ્લેની અંદર હતું પરંતુ ચેન્નાઇએ ઝડપથી તેમની તરફેણમાં મેચ ખેંચી લીધી હતી.
આ દરમિયાન, અનુભવી સાઉથ આફ્રિકાના બેટ્સમેન ફાફ ડુ પ્લેસિસે એક શાનદાર બાઉન્ડ્રી કેચ કર્યો હતો અને તે પણ એવા સમયે જ્યારે ઘૂંટણમાંથી લોહી નિકળી રહ્યું હતું તેણે કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન ઈયોન મોર્ગનને પેવેલિયન પરત મોકલી દિધો હતો.
10મી ઓવરના પહેલા જ બોલમાં મોર્ગને ચેન્નાઈના જોશ હેઝલવુડ સામે મેદાનમાં ઉતરવાનો નિર્ણય કર્યો હતો પરંતુ તેના શોટ પાછળ તાકાત લગાડવામાં નિષ્ફળ રહ્યો હતો કારણ કે બોલ લોંગ-ઓન પર ઉભેસા ડુ પ્લેસીસ તરફ ગઈ હતી.
કેચ કરતા સમયે ફાફ ડુપ્લેસિસે શાનદાર સંતુલન બનાવી રાખ્યું હતું અને કેચ કર્યા બાદ બોલને હવામાં ઉછાળ્યો હતો જેથી તેનો પગ બાઉન્ડ્રી દોરડા સાથે સંપર્કમાં ન આવે.
ફાફ ડુ પ્લેસિસના આ શાનદાર કેચે CSK ને મદદ કરી હતી. કોલકાતાના નંબર 4 બેટ્સમેન મોર્ગનને 6 ઓવરમાં 14 બોલમાં માત્ર 8 રન આપીને પેવેલિયન પરત મોકલ્યો હતો.
Faf du Plessis taking the catch of Eoin Morgan.🔥#CSKvsKKR pic.twitter.com/OHISazQ7lA
— M. (@RunMachine_18) September 26, 2021
Respect×100 for Faf du plessis 💛
— SPREAD.DHONISM 🦁™ (@Spreaddhonism7) September 26, 2021
.#fafduplessis #ChennaiSuperKings #whistlepodu pic.twitter.com/AHtSIcaNsH
Dedication @faf1307 😟🙏🏻#WhistlePodu | #IPL2021 pic.twitter.com/cS3oPtONnz
— CSK Fans Army™ 🦁 (@CSKFansArmy) September 26, 2021