IPL 2022: અમદાવાદની ટીમમાં આ પાંચ ખેલાડીને લેવાની તૈયારી, જાણો વિગત
ઇન્ડિયન પ્રિમિયર લીગ 2022 મેગા ઓક્શન અગાઉ લખનઉ અને અમદાવાદની ટીમોમાં ખેલાડીઓને પોતાની ટીમમાં સામેલ કરવા રેસ લાગી છે
અમદાવાદઃ ઇન્ડિયન પ્રિમિયર લીગ 2022 મેગા ઓક્શન અગાઉ લખનઉ અને અમદાવાદની ટીમોમાં ખેલાડીઓને પોતાની ટીમમાં સામેલ કરવા રેસ લાગી છે. અત્યાર સુધી આઠ ટીમોએ રિટેન ખેલાડીઓનું લિસ્ટ જાહેર કરી દીધું છે. હવે લખનઉ અને અમદાવાદની ટીમો ત્રણ ખેલાડીઓને પોતાની ટીમને સામેલ કરશે. દાવો કરવામાં આવી રહ્યો છે કે લખનઉની ટીમ અગાઉથી ખેલાડીઓને પોતાની ટીમમાં સામેલ કરવામાં લાગી ચૂકી છે. હવે અમદાવાદની ટીમ લીગલ સ્ટેટ્સને લઇને 3 ડિસેમ્બરના રોજ બીસીસીઆઇ જીસીની બેઠક છે.
અમદાવાદની સ્થિતિ સ્પષ્ટ થયા બાદ હવે ટીમમાં ખેલાડીઓને લેવા માટે રેસમાં સામેલ થઇ શકે છે. અનેક ખેલાડીઓ એવા છે જેના પર આ બંન્ને ટીમોની નજર છે.
કેએલ રાહુલ
કેએલ રાહુલ આ સમય આઇપીએલના સૌથી ડિમાન્ડિંગ ખેલાડીઓમાં સામેલ છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે લખનઉની ટીમ નિયમોનો ભંગ કરીને અગાઉથી જ તેમની સાથે વાત કરી ચૂકી છે. આ મામલાની તપાસ બીસીસીઆઇ કરી રહી છે. જો આ મામલામાં કેએલ રાહુલ નિર્દોષ સાબિત થશે તો તેને પોતાની ટીમમાં સામેલ કરવા માટે લખનઉ અને અમદાવાદની ટીમ વચ્ચે સંઘર્ષ જોવા મળી શકે છે.
ડેવિડ વોર્નર
ઓસ્ટ્રેલિયાના આ મહાન બેટ્સમેન હાલમાં શાનદાર ફોર્મમાં છે. અને તેના પર બંન્ને ટીમોની નજર હોઇ શકે છે.
શ્રેયસ ઐય્યર
દિલ્હીની ટીમના પૂર્વ કેપ્ટન પ્રથમ ટેસ્ટમાં સદી ફટકારી સંકેત આપ્યા હતા કે તેની બેટિંગમાં દમ છે. હવે તેના માટે પણ ખૂબ સંઘર્ષ થઇ શકે છે.
હર્ષલ પટેલ
આઇપીએલ 2021માં સૌથી વધુ વિકેટ ફટકારનાર આ બોલર હાલમાં ડિમાન્ડમાં છે. તમામની નજર આ બોલર પર રહેશે.
યુઝર્વેન્દ્ર ચહલ
ભારતીય સ્પિનર ચહલ રિટેન ન થતા તમામ લોકોને આશ્વર્ય થયું છે. ખાસ કરીને આગામી આઇપીએલ ભારતમાં રમાવાની છે તો આ બોલર ખૂબ મહત્વપૂર્ણ સાબિત થઇ શકે છે.