IPL 2022: કયા સ્ટાર ખેલાડીએ પંજાબ કિંગ્સ છોડી, તેને અલવિદા કહેવા માટે શું કર્યુ ટ્વીટને થઇ ગયુ વાયરલ, જાણો
વસીમ જાફર સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, તે હંમેશા ક્રિકેટ જગતમાં થનારી ઘટનાઓના મીમ બનાવતા રહે છે.
Wasim Jaffer left Punjab Kings: ઇન્ડિયન પ્રીમિયર લીગની મેગા ઓક્સન (IPL Mega Auction)થી ઠીક પહેલા પંજાબ કિંગ્સ (Punjab Kings)ને મોટો ઝટકો લાગ્યો છે ટીમના બેટિંગ કૉચ વસીમ જાફરે (Wasim Jaffer)અચાનક પોતાના પદ પરથી રાજીનામુ ધરી દીધુ છે. તેને એક ટ્વીટમાં આ વાતની જાણકારી આપી છે. વસીમ જાફર વર્ષ 2019માં એક કૉચ તરીકે પંજાબ કિંગ્સ સાથે જોડાયો હતો.
ફિલ્મી અંદાજમાં કહ્યું 'અલવિદા'
વસીમ જાફર સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, તે હંમેશા ક્રિકેટ જગતમાં થનારી ઘટનાઓના મીમ બનાવતા રહે છે. તેને ખુદ પંજાબ કિંગ્સમાંથી હટવાનો ફેંસલો કર્યો છે, અને તેનુ એલાન પણ એવા અંદાજમાં કર્યુ છે, કે બધા વિચારમાં પડી ગયા છે.
વસીમ જાફરે ફિલ્મ 'એ દિલ હૈ મુશ્કિલ'ના ગીત 'અચ્છા ચલતા હુ... દુઆઓમાં યાદ રખના'ના આ શભ્દો અને રણવીર કપૂરની અલવિદા કહેતી તસવીરની સાથે પોતાના ફેંસલો સંભળાવ્યો છે. વસીમ જાફરે આની સાથે લખ્યું- 'ધન્યવાદ પંજાબ કિંગ્સ, સફર સારો રહ્યો. અનિલ કુંમબે અને ટીમને IPL 2022 માટે શુભકામાઓ...'
Adios, and thank you @PunjabKingsIPL, it's been a pleasure. Wishing @anilkumble1074 and the team very best for #IPL2022 🤗 pic.twitter.com/rDivb0akZp
— Wasim Jaffer (@WasimJaffer14) February 10, 2022
આ પણ વાંચો--
IAS પરીક્ષા આપવા માટે 22 ફેબ્રુઆરી સુધી અરજી કરો રજિસ્ટ્રેશન, યોગ્યતાથી લઈને તમામ વિગતો અહીં જાણો
10 Rupee Coin: 10 રૂપિયાના સિક્કા ન લેવાની ફરિયાદ પર સરકારે સંસદમાં આપ્યો આ જવાબ
હવે એસટી સલામત સવારી નથી, દાહોદમાં મુસાફરોથી ભરેલી બસને રસ્તા વચ્ચે મુકી ડ્રાઇવર ભાગી ગયો
રાજકોટને મળશે મોટી ભેટઃ નવું ઇન્ટરનેશનલ એરપોર્ટ ઓગસ્ટ 2022માં થશે શરૂ
કાર માલિકો ધ્યાન આપે! કેન્દ્ર સરકારે કરી મોટી જાહેરાત, જાણો ફાયદો થશે કે નુકસાન