(Source: ECI/ABP News/ABP Majha)
CSK vs PBKS, IPL 2022 Score: પંજાબ કિંગ્સની ચેન્નઈ સામે 54 રને મોટી જીત, ચહરની 3 વિકેટ
IPL 2022 ની 11મી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાશે. આ માટે બંને ટીમોએ તૈયારીઓ કરી લીધી છે. આ મેચમાં ઘણા રેકોર્ડ તૂટી શકે છે.
LIVE
Background
IPL 2022 ની 11મી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાશે. આ માટે બંને ટીમોએ તૈયારીઓ કરી લીધી છે. આ મેચમાં ઘણા રેકોર્ડ તૂટી શકે છે. આવામાં શિખર ધવન પાસે વિરાટ કોહલીનો રેકોર્ડ તોડવાની તક છે. કોહલીએ અત્યાર સુધી ચેન્નાઈ સામે સૌથી વધુ રન બનાવ્યા છે. ધવન આ રેકોર્ડ પોતાના નામે કરી શકે છે.
જો આપણે ચેન્નાઈ સુપર કિંગ્સની વાત કરીએ તો આ સિઝનમાં ટીમની શરૂઆત ખરાબ રહી છે. CSKને પ્રથમ મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. KKR એ મેચ 6 વિકેટે જીતી હતી. જ્યારે બીજી મેચમાં CSKને લખનૌ સુપર જાયન્ટ્સે 6 વિકેટે પરાજય આપ્યો હતો. પરંતુ આ મેચમાં સીએસકે જીતીને ટુર્નામેન્ટમાં વાપસી કરવા ઈચ્છશે.
પંજાબે કિંગ્સે 54 રનથી ચેન્નઈને હાર આપી
પંજાબે કિંગ્સે 54 રનથી ચેન્નઈને હાર આપી છે. ચેેન્નઈ સુપર કિંગ્સની આ ત્રીજી હાર છે. પંજાબ તરફથી ચહરે 3 વિકેટ ઝડપી હતી. પંજાબ કિંગ્સે ચેન્નઈને જીતવા માટે 20 ઓવરમાં 181 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં ચેન્નઈની ટીમ 18 ઓવરમાં 126 રન બનાવી ઓલ આઉટ થઈ ગઈ હતી. ચેન્નઈનું ટોપ ઓર્ડર ફેલ રહ્યું હતું. શિવમ દૂબે અને ધોની સિવાય તમામ પ્લેયર નિષ્ફળ રહ્યા હતા.
ચેન્નઈની ટીમને વધુ એક ઝટકો
ચેન્નઈની ટીમને વધુ એક ઝટકો લાગ્યો છે. શિવમ દુબે અડધી સદી ફટકારી આઉટ થયો છે. દુબેએ 30 બોલમાં આક્રમક ઈનિંગ રમી 57 રન ફટકાર્યા હતા. હાલ ચેન્નઈની ટીમ 15 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 98 રન બનાવી લીધા છે. ધોની હાલ રમતમાં છે.
મહેંદ્ર સિંહ ધોની અને શિવમ માવી રમતમાં
હાલમાં મહેંદ્ર સિંહ ધોની અને શિવમ માવી રમતમાં છે. શિવમ માવીએ 9 રન બનાવ્યા છે. ચેન્નઈ સુપર કિંગ્સની ટીમે 8 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 38 રન બનાવ્યા છે.
ચેન્નઈ સુપર કિંગ્સે પાંચ વિકેટ ગુમાવી
ચેન્નઈ સુપર કિંગ્સની ટીમે 36 રનમાં 5 વિકેટ ગુમાવી દિધી છે. કેપ્ટન રવિંદ્ર જાડેજા ખાતુ ખોલાવ્યા વગર આઉટ થયો છે. અંબાતી રાયડુ 13 રન બનાવી આઉટ થયો હતો. ચેન્નઈના ટોપ ઓર્ડર બેટ્સમેન ફેલ ગયા છે.
ચેન્નઈ સુપર કિંગ્સને જીતવા માટે 181 રનનો ટાર્ગેટ
પંજાબ કિંગ્સે ચેન્નઈ સુપર કિંગ્સને જીતવા માટે 181 રનનો ટાર્ગેટ આપ્યો છે. પંજાબ તરફથી લિવિંગસ્ટોને શાનદાર ઈનિંગ રમતા 32 બોલમાં 60 રન ફટકાર્યા હતા. ચેન્નઈ તરફથી જોર્ડન-પ્રિટોરિયસે 2-2 વિકેટ ઝડપી હતી.