IPL 2022: ચેન્નઇ સુપર કિંગ્સના ગ્રુપમાં નથી મુંબઇ ઇન્ડિયન્સ, જાણો ક્યા ગ્રુપમાં છે કઇ ટીમ?
IPL ગવર્નિંગ કાઉન્સિલની બેઠક ગુરુવારે (24 ફેબ્રુઆરી) યોજાઈ હતી. આ બેઠકમાં ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યા હતા
IPL 2022 All 10 Teams Group: IPL ગવર્નિંગ કાઉન્સિલની બેઠક ગુરુવારે (24 ફેબ્રુઆરી) યોજાઈ હતી. આ બેઠકમાં ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યા હતા. હવે IPLએ શુક્રવારે ટૂર્નામેન્ટના ફોર્મેટ અને ગ્રુપ વિશે માહિતી આપી છે. IPLના ચેરમેન બ્રિજેશ પટેલે ગુરુવારે જ ટૂર્નામેન્ટની શરૂઆત અને ફાઇનલ મેચની તારીખોની જાહેરાત કરી હતી.
IPLની 15મી સિઝન 26 માર્ચથી શરૂ થશે
ઈન્ડિયન પ્રીમિયર લીગની 15મી સિઝન 26 માર્ચથી શરૂ થશે. ફાઈનલ મેચ 29 મેના રોજ રમાશે. આ વખતે મેચ દરમિયાન દર્શકોને સ્ટેડિયમમાં પ્રવેશ આપવામાં આવી શકે છે. જો કે હજુ એ નક્કી નથી કે કેટલા ટકા દર્શકોને સ્ટેડિયમમાં પ્રવેશ આપવામાં આવશે. વાસ્તવમાં લીગ રાઉન્ડ દરમિયાન તેનો નિર્ણય મહારાષ્ટ્ર સરકારના નિયમો અનુસાર લેવામાં આવશે. જોકે, સ્ટેડિયમમાં ઓછામાં ઓછા 25 કે 50 ટકા દર્શકો હાજર રહેશે.
IPL 2022 ગ્રુપ A
1- મુંબઈ ઈન્ડિયન્સ
2- કોલકાતા નાઈટ રાઈડર્સ
3- રાજસ્થાન રોયલ્સ
4- દિલ્હી કેપિટલ્સ
5- લખનૌ સુપર જાયન્ટ્સ
IPL 2022 ગ્રુપ B
1- ચેન્નઈ સુપર કિંગ્સ
2- સનરાઇઝર્સ હૈદરાબાદ
3- રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર
4- પંજાબ કિંગ્સ
5- ગુજરાત ટાઇટન્સ
આ આધારે ટીમો વિભાજિત કરવામાં આવી છે
10 ટીમો કુલ 14-14 લીગ મેચ રમશે. લીગ તબક્કામાં કુલ 70 મેચો રમાશે. આ પછી ચાર પ્લે-ઓફ મેચો રમાશે. તમામ ટીમો પાંચ ટીમો સામે બે-બે મેચ રમશે. આ માટે ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. આ અંગેનો નિર્ણય IPL ટાઇટલ જીતવાના આધારે લેવામાં આવ્યો છે.
એક્ટ્રેસનો બૉલ્ડ અંદાજ, કપડાં ઉતારીને કેમેરાની સામે આવી ગઇ આ હૉટ એક્ટ્રેસ, ટૉપલેસ તસવીર વાયરલ
ગ્રેજ્યુએટ પાસ માટે આ સરકારી બેંકમાં સ્પેશિયાલિસ્ટ ઓફિસરની જગ્યા બહાર પડી, મળશે 78000 રૂપિયાનો પગાર