GT vs DC, IPL 2022 Score: ગુજરાત ટાઇટન્સે દિલ્હી કેપિટલ્સને 14 રને હરાવ્યું, ફર્ગ્યુસને 4 વિકેટ ઝડપી
IPL 2022 ની 10મી મેચ ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ રહી છે. આ માટે દિલ્હીએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
LIVE
Background
IPL 2022 ની 10મી મેચ ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ રહી છે. આ માટે દિલ્હીએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્લેઈંગ ઈલેવનની વાત કરીએ તો દિલ્હીએ એક ફેરફાર કર્યો છે. ટીમે કમલેશ નાગરકોટીને ઉતાર્યા છે. જ્યારે ગુજરાતે પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કર્યો નથી.
આ મેચ પહેલા બંને ટીમોએ IPL 2022માં સારી શરૂઆત કરી છે. દિલ્હીએ તેની છેલ્લી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને 4 વિકેટે હરાવ્યું હતું. જ્યારે ગુજરાતે લખનૌ સુપર જાયન્ટ્સ સામે જીત મેળવી હતી. ગુજરાતના કેપ્ટન હાર્દિક પંડ્યા માટે આ મેચ પડકારરૂપ બની શકે છે. જોકે ટીમમાં ઘણા સારા ખેલાડીઓ છે.
ગુજરાત ટાઇટન્સે દિલ્હી કેપિટલ્સને 14 રનથી હરાવ્યું, ફર્ગ્યુસને 4 વિકેટ લીધી
ગુજરાત ટાઇટન્સે દિલ્હી કેપિટલ્સને 14 રને હરાવ્યું. ગુજરાત તરફથી લોકી ફર્ગ્યુસને સૌથી વધુ 4 વિકેટ લીધી હતી. તેણે 4 ઓવરમાં 28 રન આપ્યા. બીજી તરફ દિલ્હી તરફથી કેપ્ટન રિષભ પંતે સૌથી વધુ 43 રન બનાવ્યા હતા.
દિલ્હીનો સ્કોર 3 વિકેટે 34 રન
દિલ્હીએ 5 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 34 રન બનાવી લીધા છે. ટીમની ત્રીજી વિકેટ મનદીપ સિંહના રૂપમાં પડી હતી. તે 18 રન બનાવીને આઉટ થયો હતો.
દિલ્હી કેપિટલ્સની બીજી વિકેટ પડી, પૃથ્વી શો 10 રન બનાવી આઉટ
દિલ્હી કેપિટલ્સની બીજી વિકેટ પૃથ્વી શૉના રૂપમાં પડી. તે 10 રનના અંગત સ્કોર પર આઉટ થયો હતો. તેને ફર્ગ્યુસને આઉટ કર્યો હતો.
ગુજરાતે આપ્યો 172 રનનો ટાર્ગેટ, શુભમનનું શાનદાર પ્રદર્શન
ગુજરાત ટાઇટન્સે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 171 રન બનાવ્યા હતા. આ દરમિયાન શુભમન ગિલે ટીમ માટે 84 રનની શાનદાર ઇનિંગ રમી હતી. દિલ્હી કેપિટલ્સને જીતવા માટે 172 રન બનાવવાની જરૂર છે.
હાર્દિક પંડ્યા આઉટ
ફાસ્ટ બોલર ખલીલ અહેમદે દિલ્હી કેપિટલ્સને ત્રીજી સફળતા અપાવી. ગુજરાતે 109 રનમાં ત્રીજી વિકેટ ગુમાવી હતી. હાર્દિક પંડ્યા 27 બોલમાં 31 રન બનાવીને આઉટ થયો હતો. જોકે, બીજા છેડે સુભમન ગિલ છે. આ સાથે જ ડેવિડ મિલર પણ બેટિંગ કરવા આવ્યો છે.