12 માર્ચે RCBના નવા કેપ્ટનની થશે જાહેરાત, જાણો કોન છે રેસમાં સૌથી આગળ, ડિવિલિયર્સને મળશે મોટી જવાબદારી..............
RCBએ એક ટ્વીટ કરીને બતાવ્યુ કે 12 માર્ચે બેંગ્લુરુના ચર્ચ સ્ટ્રીટના મ્યૂઝિયમ ક્રૉસ રૉડ પર RCBUnbox ઇવેન્ટ દરમિયાન કેપ્ટનના નામની જાહેરાત કરવામાં આવશે.
RCB- રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરે છેવટે તે તારીખ બતાવી દીધી છે, જે દિવસે તે પોતાના નવા કેપ્ટનની જાહેરાત કરશે. આ તારીખ 12મી માર્ચ છે. આ દિવસે કેપ્ટનના નામની સાથે સાથે બીજી કેટલીય ખાસ જાહેરાતો કરવામાં આવી શકે છે. મીડિયા રિપોર્ટ્સનુ માનીએ તો આ દિવસે ટીમના પૂર્વ ખેલાડી એબી ડિવિલિયર્સને ટીમનો મેન્ટર બનાવવાની પણ જાહેરાત કરાઇ શકે છે.
RCBએ એક ટ્વીટ કરીને બતાવ્યુ કે 12 માર્ચે બેંગ્લુરુના ચર્ચ સ્ટ્રીટના મ્યૂઝિયમ ક્રૉસ રૉડ પર RCBUnbox ઇવેન્ટ દરમિયાન કેપ્ટનના નામની જાહેરાત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે RCBના કેપ્ટન બનવાની રેસમાં ત્રણ ખેલાડીઓ સામેલ છે. આમાં સૌથી આગળ પૂર્વ સાઉથ આફ્રિકન કેપ્ટન ફાક ડૂ પ્લેસીસ છે, આ પછી ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ છે અને ત્રીજા નંબર પર ભારતીય અનુભવી વિકેટકીપર દિનેશ કાર્તિકનુ નામ છે.
ઉલ્લેખનીય છે કે, ઇન્ડિયન પ્રીમિયર લીગની શરૂઆત થવામાં માત્ર ત્રણ અઠવાડિયાનો સમય બચ્યો છે. તમામ ફ્રેન્ચાઇઝીઓએ પોતાના કેપ્ટનનો નક્કી કરી લીધા છે, માત્રે રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પોતાનો કેપ્ટન ન હતો નક્કી કર્યુ, જોકે, હવે તે આગામી સમયમાં નક્કી કરીને જાહેરાત કરી દેવામા આવશે. ગયા વર્ષે વિરાટ કોહલીએ કેપ્ટનશીપ છોડ્યા બાદ ટીમના સ્ટાર ક્રિકેટર એબી ડિવિલિયર્સે પણ નિવૃત્તિની જાહેરાત કરી દીધી હતી આ પછી ટીમ માટે કેપ્ટન શોધવો મુશ્કેલ બની ગયુ હતુ.
The beginning of a new era of leadership requires a BIG stage. 😎
— Royal Challengers Bangalore (@RCBTweets) March 8, 2022
Who is the captain of RCB for #IPL2022? Come find out on 12th March at the #RCBUnbox event on Museum Cross Road, Church Street. 🤩💪🏻#PlayBold #UnboxTheBold #ForOur12thMan pic.twitter.com/HdbA98AdXB
ફાફ ડુપ્લેસિસનું કેરિયરઃ
ડુપ્લેસિસને T20 ફોર્મેટનો શ્રેષ્ઠ ખેલાડી ગણવામાં આવે છે અને તે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં દ.આફ્રિકાની કમાન પણ સંભાળી ચૂક્યો છે. સાઉથ આફ્રિકાની ટીમની કેપ્ટનશીપ હેઠળ તેણે 37 T20 મેચની કમાન સંભાળી છે જેમાંથી 23 મેચમાં સાઉથ આફ્રિકાની જીતી થઈ છે અને 13 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે 1 ટાઈ રહી છે. ફાફ ડુપ્લેસિસનો જીતવાનો દર 63.51% રહ્યો છે. ગત આઈપીએલ સીઝનમાં ફાફ ડુપ્લેસિસ ચેન્નાઈની ટીમ તરફથી રમ્યો હતો જેમાં તેમે 16 મેચોમાં 45.21ની એવરેજથી 633 રન કર્યા હતા.
આ પણ વાંચો---
NEET UG Age Limit: NEET UG ની પરીક્ષામાં વયમર્યાદા હટાવાઈ, જાણો મોટા સમાચાર
CTET Result 2022 Announced: CTET નું પરિણામ થયું જાહેર, આ રીતે કરો ચેક
ભારત માટે T-20 અને 2011નો વર્લ્ડકપ રમી ચૂકેલા આ ખેલાડીએ જાહેર કરી નિવૃત્તિ
ડુક્કરનું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાવનારા દુનિયાના સૌ પ્રથમ વ્યક્તિનું સર્જરીના બે મહિના બાદ મોત