RR vs RCB, Match Highlights: દિનેશ કાર્તિકની આક્રમક ઈનિંગથી બેંગ્લુરુની 4 વિકેટથી જીત, રાજસ્થાનની પ્રથમ હાર
IPL 2022ની 13મી મેચમાં રાજસ્થાન રોયલ્સનો સામનો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે થયો હતો. આ મેચમાં રાજસ્થાનને હારનો સામનો કરવો પડ્યો હતો. રાજસ્થાનની આ પ્રથમ હાર છે.
IPL 2022ની 13મી મેચમાં રાજસ્થાન રોયલ્સનો સામનો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે થયો હતો. આ મેચમાં રાજસ્થાનને હારનો સામનો કરવો પડ્યો હતો. રાજસ્થાનની આ પ્રથમ હાર છે. આ સાથે જ આ સિઝનમાં બેંગ્લોરની આ બીજી જીત છે. બેંગ્લોરે આ મેચ 4 વિકેટે જીતી લીધી હતી. 170 રનનો પીછો કરતા બેંગ્લોરની શરૂઆત સારી રહી હતી. ફાફ ડુ પ્લેસિસ અને અનુજે પ્રથમ વિકેટ માટે 55 રનની ભાગીદારી નોંધાવી હતી. પરંતુ ફાફ 29 રને આઉટ થયા બાદ બેંગ્લોરનો કોઈ બેટ્સમેન કંઈ ખાસ કરી શક્યો નહોતો.
આ મેચમાં વિરાટ કોહલી પણ ખરાબ રીતે ફ્લોપ રહ્યો હતો અને માત્ર 5 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી કાર્તિક અને શાહબાઝે ટીમનો સ્કોર આગળ વધાર્યો હતો. શાહબાઝ 45 રન બનાવીને આઉટ થયો હતો. તેના આઉટ થયા બાદ કાર્તિકે બેંગ્લોરને જીત અપાવી હતી. રાજસ્થાન તરફથી ચહલે શાનદાર બોલિંગ કરી અને 2 વિકેટ લીધી.
બટલરે શાનદાર ઈનિંગ રમી હતી
અગાઉ, રાજસ્થાન રોયલ્સે ઓપનર જોસ બટલર (અણનમ 70)ની અડધી સદી અને રોયલ ચેલેન્જર્સ સામે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ટી20 ક્રિકેટ મેચમાં શિમરોન હેટમાયર (42 અણનમ) સાથે ચોથી વિકેટ માટે 83 રનની ભાગીદારી નોંધાવી હતી. બેંગ્લોર (RCB) સામે ત્રણ વિકેટે 169 રનનો સ્કોર કર્યો હતો બટલરે 47 બોલમાં છ છગ્ગાની મદદથી અણનમ 70 રન બનાવ્યા હતા. તે જ સમયે, હેટમાયરે 31 બોલમાં ચાર ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી અણનમ 42 રન બનાવ્યા હતા. બંને વચ્ચે 51 બોલમાં 83 રનની અણનમ ભાગીદારી થઈ હતી. આ બે સિવાય રાજસ્થાન તરફથી દેવદત્ત પડિકલે 37 રનનું યોગદાન આપ્યું હતું. આરસીબી તરફથી ડેવિડ વિલી, વાનિન્દુ હસરંગા ડી સિલ્વા અને હર્ષલ પટેલે એક-એક વિકેટ લીધી હતી.