IPL 2022ની મેચોનો કાર્યક્રમ જાહેર કરાયો, જાણો ગુજરાત ટાઈટન્સની પ્રથમ મેચ ક્યારે અને ક્યાં રમાશે
IPL 2022ની મેચોનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે. 26 માર્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં આ સિઝનની પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાશે.
IPL 2022ની મેચોનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે. 26 માર્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં આ સિઝનની પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાશે. આ સિઝનની મેચો માટે બે સમય નક્કી કરવામાં આવ્યા છે જેમાં દિવસની પ્રથમ મેચ બપોરે 3.30 કલાકે અને બીજી મેચ સાંજે 7.30 કલાકે શરૂ થશે.
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022ની મેચોનો ટાઈમ અને તારીખ નક્કી કરવામાં આવી છે. IPL 2022માં પંજાબ કિંગ્સનો પ્રથમ મુકાબલો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે છે. આ મેચ 27 માર્ચે ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાશે.
ગુજરાત અને લખનઉ આમને-સામનેઃ
આ સિઝનમાં જોડાયેલી બે નવી ટીમો, લખનઉ સુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઇટન્સની પ્રથમ મેચ 28 માર્ચે સાંજે 7.30 વાગ્યે રમાશે. આ બંને ટીમો પોતાની પ્રથમ મેચ વાનખેડે સ્ટેડિયમમાં રમશે. ગુજરાત ટાઈટન્સની ટીમમાં કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યા ગુજરાતની ટીમને લીડ કરશે. જ્યારે લખનઉ સુપર જાયટન્સની ટીમનો કેપ્ટન કે.એલ રાહુલ છે. બંને નવી ટીમોની પ્રથમ મેચ 28 માર્ચે વાનખેડે સ્ટેડિયમમાં યોજાશે.
આ સિઝનમાં કુલ 10 ટીમો મેચ રમશે જેમાં કુલ 40 મેચ રમવાનું નક્કી કરાયું છે. આ સિઝનની છેલ્લી લીગ મેચ 22 મેના રોજ રમાશે. આ મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાશે. આ મેચ પણ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે.