IND W vs PAK W: મહિલા વર્લ્ડકપમાં ભારતે પાકિસ્તાનને 107 રનથી હરાવ્યું, વર્લ્ડકપમાં PAK સામે સતત ચોથી જીત
ICC Womens World Cup 2022, IND vs PAK: ભારતની મહિલા ક્રિકેટ ટીમે સળંગ 11મી વખત પાકિસ્તાનને ધૂળ ચટાડી.
IND W vs PAK W : આજે મહિલા વિશ્વકપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો છે. બંને ટીમો આ મેચથી પોતાના અભિયાનની શરૂઆત કરી હતી. ભારતે મેચ જીતવા આપેલા 245 રનના લક્ષ્યાંક સામે પાકિસ્તાનની ટીમ 137 રનમાં ઓલઆઉટ થતાં ભારતીય ટીમનો 107 રનથી વિજય થયો હતો. પૂજા વસ્ત્રાકરને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.
કોઈ પણ ખેલાડી 25 રન ન બનવી શક્યા
મેચ જીતવા 245 રનના લક્ષ્યાંકને હાંસલ કરવા મેદાન પર ઉતરેલી પાકિસ્તાનની શરૂઆત નબળી રહી હતી. 28 રને પ્રથમ વિકેટ ગુમાવ્યા બાદ નિયમિત અંતરે તેઓ વિકેટ ગુમાવતા ગયા હતા. ડાયના બેગે સર્વાધિક 24 રન કર્યા હતા. ભારત તરફથી રાજેશ્વરી ગાયકવાડે 31 રનમાં 4 વિકેટસ સ્નેહા રાણાએ 27 રનમાં 2 વિકેટ, જુલન ગોસ્વામીએ 26 રનમાં 2 વિકેટ તથા મેઘના સિંહ અને દીપ્તિ શર્માએ 1-1 વિકેટ ઝડપી હતી.
ભારતે ટોસ જીતી બેટિંગ લીધી
ભારતની કેપ્ટમ મિતાલી રાજે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો ફેંસલો કર્યો હતો. ભારતે 50 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 244 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયાને ઈનિંગની ત્રીજી ઓવરમાં જ મોટો ઝટકો લાગ્યો હતો. ઓપનર શેફાલી વર્મા ખાતું ખોલ્યા વગર પેવેલિયન પરત ફરી હતી. જેને ડાયના બેગે ક્લીન બોલ્ડ કરી હતી. દિપ્તી શર્માને નર્શા સંધુએ 40 રનના અંગત સ્કોર પર બોલ્ડ કરતાં ભારતને બીજો ફટકો લાગ્યો હતો. સ્મૃતિ મંધાના 52 રન બનાવી આઉટ થતાં ભારતને ત્રીજો ફટકો લાગ્યો. જે બાદ ભારતનો ધબકડો થયો હતો. ભારતે કુલ 18 રનના ગાળામાં 5 વિકેટ ગુમાવી હતી. 96 રને પર 1 વિકેટથી ભારતનો સ્કોર 114 રન પર 6 વિકેટ થઈ ગયો હતો. જે બાદ પૂજા વસ્ત્રાકરે 69 રન અને સ્નેહા રાણાએ નોટ આઉટ 53 રન બનાવી ભારતને મજબૂત સ્થિતિમાં મૂક્યું હતું. પાકિસ્તાન તરફથી સંધુ અને નિદા ડારને 2-2 વિકેટ મળી હતી.
Many congratulations @BCCIWomen on a comprehensive win against Pakistan and starting the World Cup on a spectacular note. Well played. Wishing the girls the very best for the matches ahead. #IndvPak pic.twitter.com/y61tmzIODL
— VVS Laxman (@VVSLaxman281) March 6, 2022
ભારતની પ્લેઈંગ ઈલેવનઃ સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, દીપ્તિ શર્મા, હરમનપ્રીત કૌરપ, મિતાલી રાજ, ઋષા ઘોષ, સ્નેહ રાણા, ઝુલન ગોસ્વામી, મેઘના સિંહ, પૂજા વસ્ત્રકર, રાજેશ્વરી ગાયકવાડ
પાકિસ્તાનની ટીમઃ ઝાવેરિયા ખાન, સિદરા અમીન, બિસ્માહ મારુફ, ઓમૈમા સોહેલ, નિદા ડાર, આલિયા રિયાઝ, ફાતિમા સના, સિદરા નવાજ, ડાયના બેગ, નશરા સંધૂ, અનમ અમીન
ભારતનો કેવો છે રેકોર્ડ
ભારત અને પાકિસ્તાનની મહિલા ટીમ 11 વન ડે મેચમાં આમને સામને ટકરાયા છે. તમામ મેચમાં ટીમ ઈન્ડિયાનો વિજય થયો છે. મહિલા વન ડે વર્લ્ડકપમાં બંને ટીમો વચ્ચે ચાર મેચ રમાઈ છે. જેમાં ભારતનો ભવ્ય વિજય થયો છે.