ICC Women Cricket WC 2022: MS Dhoni ની ફેન રિચા ઘોષે પાકિસ્તાન સામે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, વર્લ્ડકપ ડેબ્યૂ મેચમાં જ કર્યુ પરાક્રમ
IND w vs PAK w: ભૂતપૂર્વ ભારતીય વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોનીની ફેન રિચા વર્લ્ડકપ ડેબ્યૂ મેચમાં 5 કે તેથી વધુ શિકાર કરનારી પ્રથમ વિકેટકિપર બની ગઈ છે.
Richa Ghosh News: ભારતીય વિકેટ કીપર બેટ્સમેન રિચા ઘોષે ICC મહિલા વિશ્વ કપ 2022 ની પાકિસ્તાન સામેની પ્રથમ મેચમાં પાંચ શિકાર કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. ભૂતપૂર્વ ભારતીય વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોનીની ફેન રિચા વર્લ્ડકપ ડેબ્યૂ મેચમાં 5 કે તેથી વધુ શિકાર કરનારી પ્રથમ વિકેટકિપર બની ગઈ છે.
યુવા ભારતીય વિકેટકીપર રિચા ઘોષે માઉન્ટ મૌનગાનુઈમાં બે ઓવલ ખાતે પાકિસ્તાન સામેની ICC મહિલા વિશ્વ કપ 2022ની ભારતની પ્રથમ મેચમાં તેની આકર્ષક વિકેટકીપિંગથી ચાહકોને દિલ જીત્યા હતા. મેચ દરમિયાન ઘોષે ચાર કેચ લીધા હતા. જે એક ODI ઇનિંગ્સમાં ભારતીય વિકેટકીપર દ્વારા લેવાયેલા સંયુક્ત સૌથી વધુ કેચ છે. આ પહેલા અંજુ જૈન (2004માં વેસ્ટ ઈન્ડિઝ સામે) અને અનગા દેશપાંડે (2011માં ઓસ્ટ્રેલિયા સામે) આ રેકોર્ડ પોતાના નામે કરી ચૂકી છે. મેચમાં ચાર કેચ અને એક સ્ટંપિંગ મળી તેણે કુલ પાંચ શિકાર કર્યા હતા.
Another terrific piece of work by Richa Ghosh, who has effected four dismissals so far today, as Aliya Riaz is stumped for 11 . #TeamIndia @13richaghosh @Sarah_Taylor30 #CricketTwitter #TeamPakistan #INDvPAK #CWC22 #Richaghosh. #WomensWorldCup2022 pic.twitter.com/UJDjXfK0p9
— Women's World Cup 2022 !! #Cheer4women's (@crossyhartlyfan) March 6, 2022
વર્લ્ડ કપ પહેલા ગયા મહિને આપેલા એક ઈન્ટરવ્યુમાં ઘોષે ખુલાસો કર્યો હતો કે ધોની તેમનો આદર્શ છે. તેણીએ કહ્યું, “જ્યારે મેં ટીમ ઈન્ડિયાની મેચ જોવાનું શરૂ કર્યું, ત્યારે મેં એમએસ ધોનીને ફોલો કરવાનું શરૂ કર્યું કારણ કે હું સ્ટમ્પની પાછળ અસરકારક વિકેટ કીપિંગ સાથે બેટમાં તેની પાવર-હિટિંગ ક્ષમતાઓથી પ્રભાવિત થઈ હતી. તે મારો આદર્શ છે."
ભારતે પાકિસ્તાનને 107 રનથી આપી હાર
ભારતે મેચ જીતવા આપેલા 245 રનના લક્ષ્યાંક સામે પાકિસ્તાનની ટીમ 137 રનમાં ઓલઆઉટ થતાં ભારતીય ટીમનો 107 રનથી વિજય થયો હતો. પૂજા વસ્ત્રાકરને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાઈ હતી.
WHAT A CATCH! RICHA GHOSH WOW! FABULOUS
— Women's World Cup 2022 !! #Cheer4women's (@crossyhartlyfan) March 6, 2022
We love to see that! #TeamIndia one wicket away now, Sneh Rana with the wicket.#CWC22 #INDvPAK #MithaliRaj #TeamPakistan #indvspak #WomensWorldCup #INDvSL #CricketTwitter #richaghosh #jadeja #MSDhoni #INDIA pic.twitter.com/t9Fc0LQj2W