CSK vs SRH, Match Highlights: ચેન્નાઈએ હૈદરાબાદને એકતરફી મેચમાં 7 વિકેટે હરાવ્યું, કોનવેએ રમી ધમાકેદાર ઇનિંગ
CSK vs SRH, Match Highlights: સનરાઇઝર્સ હૈદરાબાદે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 134 રન બનાવ્યા હતા. જવાબમાં ચેન્નાઈએ 18.4 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું.
CSK vs SRH, Match Highlights: સનરાઇઝર્સ હૈદરાબાદે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 134 રન બનાવ્યા હતા. જવાબમાં ચેન્નાઈએ 18.4 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. ચેન્નાઈ તરફથી ડેવોન કોનવેએ 77 રનની અણનમ ઇનિંગ રમી હતી. તેણે 57 બોલનો સામનો કર્યો અને 12 ફોર અને 1 સિક્સ ફટકારી. ઋતુરાજ ગાયકવાડે 35 રન બનાવ્યા હતા.
Moeen Ali wraps the chase in style and @ChennaiIPL complete a clinical chase 👏👏#CSK continue their winning run with a 7⃣-wicket win over #SRH 👌👌
— IndianPremierLeague (@IPL) April 21, 2023
Scorecard ▶️ https://t.co/0NT6FhLKg8#TATAIPL | #CSKvSRH pic.twitter.com/L3ZXTjGWKP
ઋતુરાજ ગાયકવાડ અને ડેવોન કોનવેએ ટીમને આક્રમક શરૂઆત અપાવી હતી
135 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ઋતુરાજ ગાયકવાડ અને ડેવોન કોનવેની ઓપનિંગ જોડીએ ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમને આક્રમક શરૂઆત અપાવી હતી. બંને બેટ્સમેનોએ પ્રથમ 6 ઓવરમાં જ મેચને એકતરફી બનાવવાનું કામ કર્યું અને ટીમનો સ્કોર કોઈ પણ નુકશાન વિના 60 રન સુધી પહોંચાડી દીધો.
આ પછી, જ્યારે 9 ઓવરની રમત સમાપ્ત થઈ, ત્યાં સુધીમાં ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ 86 રન પર પહોંચી હતી જેમાં ડેવોન કોનવે 50 રનનું યોગદાન આપ્યું હતું. આ મેચમાં ચેન્નાઈની ટીમને 87ના સ્કોર પર પહેલો ફટકો ઋતુરાજ ગાયકવાડના રૂપમાં લાગ્યો હતો, જે કમનસીબે કનવેના સ્ટ્રેટ ડ્રાઈવ શોટ પર રનઆઉટ થયો હતો. આ મેચમાં ગાયકવાડના બેટમાં 30 બોલમાં 35 રનની ઇનિંગ જોવા મળી હતી.
ડેવોન કોનવેએ એક છેડો જાળવી રાખ્યો અને ટીમને જીત અપાવી
ચેન્નાઈની ટીમને 87ના સ્કોર પર પહેલો ફટકો લાગ્યા બાદ અજિંક્ય રહાણે ડેવોન કોનવેને સપોર્ટ કરવા મેદાનમાં આવ્યો હતો. બંને વચ્ચે બીજી વિકેટ માટે માત્ર 22 બોલમાં 23 રનની ભાગીદારી જોવા મળી હતી. રહાણે આ મેચમાં 10 બોલમાં 9 રન રમીને મયંક માર્કંડેનો શિકાર બન્યો હતો. 122ના સ્કોર પર ચેન્નાઈ સુપર કિંગ્સને આ મેચમાં ત્રીજો ફટકો અંબાતી રાયડુના રૂપમાં લાગ્યો હતો, જે 9 બોલમાં 9 રન રમીને મયંક માર્કંડેના હાથે બોલ્ડ થયો હતો. આ પછી ડેવોન કોનવેએ મોઈન અલી સાથે મળીને 7 વિકેટે મેચ જીતીને વાપસી કરી હતી. કોનવેએ મેચમાં 57 બોલમાં 12 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 77 રનની અણનમ ઇનિંગ રમી હતી. સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી બોલિંગમાં મયંક માર્કંડેએ સૌથી વધુ 2 વિકેટ ઝડપી હતી.