DC vs SRH: દિલ્હી કેપિટલ્સ માટે કાળ બન્યો વોશિંગટન સુંદર! જુઓ કઈ રીતે એક ઓવરમાં ઝડપી 3 વિકેટ
હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહેલી આ મેચમાં દિલ્હીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
Washington Sundar: IPL 2023માં દિલ્હી કેપિટલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમો આમને-સામને છે. હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહેલી આ મેચમાં દિલ્હીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. હૈદરાબાદની ટીમે બોલિંગ કરતા સારી શરૂઆત કરી હતી. ઓપનર બેટ્સમેન ફિલિપ સોલ્ટ ઇનિંગની પહેલી જ ઓવરમાં પેવેલિયન પરત ફર્યો હતો. આ પછી, સનરાઇઝર્સ હૈદરાબાદના સ્પિનર વોશિંગ્ટન સુંદર ઇનિંગની આઠમી ઓવરમાં દિલ્હી કેપિટલ્સ માટે કાળ બનીને આવ્યો અને એક જ ઓવરમાં કેપ્ટન વોર્નર સહિત ત્રણ બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવ્યા.
વોશિંગ્ટન સુંદરે આઠમી ઓવરમાં ઝડપી 3 વિકેટ
આઠમી ઓવરમાં વોશિંગ્ટન સુંદરે દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ડેવિડ વોર્નર, સરફરાઝ ખાન અને અમન હકિમ ખાનની વિકેટ લીધી હતી. તેનો વીડિયો IPLના ઓફિશિયલ સોશિયલ મીડિયા હેન્ડલ્સ દ્વારા શેર કરવામાં આવ્યો હતો. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે પહેલી ઓવરના બીજા બોલ પર સુંદરે દિલ્હીના કેપ્ટન ડેવિડ વોર્નરને, ચોથા બોલ પર સરફરાઝ ખાન અને છેલ્લા બોલ પર અમન હકિમ ખાનને કેચ આઉટ કરીને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. વોર્નર 21 રન, સરફરાઝ ખાન 10 રન અને અમાન 4 રન બનાવીને આઉટ થયો હતો.
David Warner ✅
— IndianPremierLeague (@IPL) April 24, 2023
Sarfaraz Khan ✅
Aman Khan ✅
That was one stunning over from @Sundarwashi5 👌 👌
Watch those WICKETS 👇
Follow the match ▶️ https://t.co/ia1GLIWu00 #TATAIPL | #SRHvDC | @SunRisers pic.twitter.com/wXgFVCmCoS
દિલ્હીની બેટિંગ નબળી રહી હતી
નોંધપાત્ર વાત એ છે કે મેચમાં પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સની બેટિંગ ઘણી નબળી દેખાઈ રહી હતી. ટીમે 20 ઓવરમાં 9 વિકેટે 144 રન બનાવ્યા હતા. ટીમ માટે વાઇસ કેપ્ટન અક્ષર પટેલે સૌથી મોટી 34 રનની ઇનિંગ રમી હતી. સાતમા નંબરે બેટિંગ કરવા આવેલા અક્ષર પટેલે પોતાની ઇનિંગમાં 4 ચોગ્ગા ફટકાર્યા હતા. અડધી ટીમ એટલે કે પાંચ બેટ્સમેન ડબલ આંકડો પણ પાર કરી શક્યા ન હતા અને ફિલિપ સોલ્ટ ખાતું ખોલાવ્યા વિના પેવેલિયન પરત ફર્યો હતો. આ સિવાય મિચેલ માર્શે 5 ચોગ્ગાની મદદથી 25 રન બનાવ્યા હતા.
કોહલીને ફરીથી કેપ્ટન બનાવો, કયા દિગ્ગજે કરી માંગ ને શું આપ્યુ કારણ, જાણો
ઇન્ડિયન પ્રીમિયર લીગની સિઝન જેમ જેમ આગળ વધી રહી છે, તેમ તેમ નવા અપડેટ આવતા રહે છે. હવે એક મોટુ અપડેટ સામે આવ્યુ છે, ઈન્ડિયન પ્રીમિયર લીગ સિઝન 16માં રવિવારે રમાયેલી અત્યંત રોમાંચક મેચમાં RCBએ રાજસ્થાન રૉયલ્સને 7 રનથી હરાવ્યું દીધુ, આ માટે RCBની જીતનો શ્રેય વિરાટ કોહલીની કેપ્ટનશીપને આપવામાં આવી રહ્યો છે. ખાસ વાત છે કે, ફાક ડૂ પ્લેસીસની ઈજાને કારણે છેલ્લી બે મેચોથી બહાર છે અને માત્ર વિરાટ કોહલીએ જ આરસીબીની કમાન સંભાળી રહ્યો છે. હવે વિરાટ કોહલીની કેપ્ટનશીપને જોઇને ભારતના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર હરભજન સિંહે વિરાટ કોહલીની ફરી એકવાર કેપ્ટન બનાવી દેવાની માંગ કરી છે, ભજ્જી વિરાટની કેપ્ટનશીપથી ખુબ પ્રભાવિત થયો છે. હરભજને આખી સિઝન માટે વિરાટ કોહલીને RCBનો કેપ્ટન બનાવવાની માંગ કરી છે.
હરભજન સિંહનું માનવું છે કે, વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં આરસીબીની ટીમની અંદર એક અલગ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હરભજન સિંહે તેની યુટ્યુબ ચેનલ પર કહ્યું, "વિરાટ કોહલીએ સિઝન 16ની બાકીની મેચોમાં RCBની કેપ્ટનશીપ ચાલુ રાખવી જોઈએ." વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં RCB ખુબ જ સારું રમી રહ્યું છે.
કોહલીને કેપ્ટનશીપ અંગે હરભજન સિંહે વધુમાં કહ્યું કે, “વિરાટ કોહલી લાંબા સમયથી કેપ્ટનશીપ કરી રહ્યો છે, અને તેને લીધેલા નિર્ણયો પણ શાનદાર રહ્યા છે. વિરાટ યોગ્ય સમયે બૉલિંગમાં ફેરફાર કરી રહ્યો છે. વિરાટ બેટ્સમેનોની નબળાઈ અને તાકાતને બન્નેને સારી રીતે જાણે છે અને તે મુજબ તે પોતાની બૉલિંગમાં ફેરફાર કરી રહ્યો છે.