King Kohli Record: વર્લ્ડ ક્રિકેટમાં ફરી વાગ્યો કિંગ કોહલીનો ડંકો, 2022માં દરેક મોટી ટૂર્નામેન્ટમાં રહ્યો નંબર વન
King Kohli Record: 2019 થી 2022 સુધી વિરાટ કોહલી માટે કંઈ સારું થયું ન હતું. ટેસ્ટ, ODI અને T20 ઈન્ટરનેશનલ, ત્રણેય ફોર્મેટમાં તેનું બેટ શાંત હતું. ઘણા પૂર્વ ક્રિકેટરોએ તેને ક્રિકેટમાંથી બ્રેક લેવાની સલાહ પણ આપી હતી.
King Kohli Record: 2019 થી 2022 સુધી વિરાટ કોહલી માટે કંઈ સારું થયું ન હતું. ટેસ્ટ, ODI અને T20 ઈન્ટરનેશનલ, ત્રણેય ફોર્મેટમાં તેનું બેટ શાંત હતું. ઘણા પૂર્વ ક્રિકેટરોએ તેને ક્રિકેટમાંથી બ્રેક લેવાની સલાહ પણ આપી હતી. જોકે, વિરાટ હાર માનવાવાળો નથી. આ વાતનો પુરાવો તે પહેલા પણ અનેકવાર આપી ચૂક્યો છે. આ વખતે પણ કંઈક એવું જ થયું. 2022થી વિશ્વ ક્રિકેટમાં ફરી એકવાર કિંગનો ડંકો વાગી રહ્યો છે. દરેક મોટી ઇવેન્ટમાં પણ તે ટોપ પર રહ્યો હતો.
2022 થી, વિરાટ કોહલીના આંકડા શાનદાર રહ્યા છે, ટેસ્ટ, ODI અને T20, ત્રણેય ફોર્મેટમાં તેના બેટમાં રન નિકળ્યા છે. આ દરમિયાન વિરાટે 2022 એશિયા કપમાં ભારત માટે સૌથી વધુ રન બનાવ્યા હતા. તે જ સમયે, તે 2022 T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી પણ હતો. આ સિવાય કોહલી 2023 બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં પણ સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો. આ ઉપરાંત, IPL 2023 માં, તે ધમાકેદાર પ્રદર્શન કરી રહ્યો છે.
IPL 2023માં સૌથી વધુ રન બનાવનાર ભારતીય ખેલાડી
IPL 2023માં કિંગ કોહલી પોતાના જૂના અંદાજમાં જોવા મળી રહ્યો છે. આ સિઝનમાં અત્યાર સુધી તેના બેટમાંથી ઘણા રન આવ્યા છે. તે IPL 2023માં સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટ્સમેન છે. IPL 2023માં કિંગ કોહલીએ અત્યાર સુધીમાં પાંચ અડધી સદી ફટકારી છે.
સૌથી વધુ રન બનાવનાર બીજો ખેલાડી
વિરાટ કોહલી IPL 2023માં સૌથી વધુ રન બનાવનાર બીજો બેટ્સમેન છે. આ સિઝનની આઠ મેચોમાં વિરાટે 47.57ની એવરેજ અને 142.31ના સ્ટ્રાઈક રેટથી 333 રન બનાવ્યા છે. આ દરમિયાન તેના બેટમાંથી 31 ચોગ્ગા અને 11 છગ્ગા નીકળ્યા છે. નોંધપાત્ર વાત એ છે કે, 2019 થી, વિરાટ કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સદી ફટકારી નથી, જેના માટે તેની ઘણી ટીકા થઈ હતી. જો કે, 2022 અને 2023 માં, તેણે તેના ટીકાકારોને યોગ્ય જવાબ આપ્યો. આ દરમિયાન તેણે ODI, T20 ઈન્ટરનેશનલ અને ટેસ્ટ ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારી હતી.
KKR વિરુદ્ધ મળેલી હારથી નિરાશ આરસીબી કેપ્ટન વિરાટ કોહલી
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને કોલકાતા નાઈટ રાઈડર્સ સામે 21 રનથી હાર મળી હતી. વિરાટ કોહલીની ટીમને મેચ જીતવા માટે 201 રનનો ટાર્ગેટ હતો, પરંતુ તે 20 ઓવરમાં 8 વિકેટે 179 રન જ બનાવી શકી હતી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે વિરાટ કોહલીએ 37 બોલમાં 54 રનની ઇનિંગ રમી હતી જ્યારે મહિપાલ લોમરોરે 18 બોલમાં 34 રનનું યોગદાન આપ્યું હતું, પરંતુ તે ટીમને જીત અપાવી શક્યા નહોતા. જો કે આ હાર પર વિરાટ કોહલીએ પોતાની પ્રતિક્રિયા આપી છે.
આ મેચ પર વિરાટ કોહલીએ શું કહ્યું?