IPL 2023: KKR એ શાકિબના રિપ્લેસમેન્ટની જાહેરાત કરી, આ ખેલાડીને કર્યો ટીમમાં સામેલ
કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ની ટીમે આઈપીએલની 16મી સીઝન માટે અનુભવી ઓલરાઉન્ડર ખેલાડી શાકિબ અલ હસનના સ્થાને 20 વર્ષીય યુવા ખેલાડી આર્ય દેસાઈને તેની ટીમનો ભાગ બનાવવાની જાહેરાત કરી છે.
Indian Premier League 2023: કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ની ટીમે આઈપીએલની 16મી સીઝન માટે અનુભવી ઓલરાઉન્ડર ખેલાડી શાકિબ અલ હસનના સ્થાને 20 વર્ષીય યુવા ખેલાડી આર્ય દેસાઈને તેની ટીમનો ભાગ બનાવવાની જાહેરાત કરી છે. ફ્રેન્ચાઈઝીએ આર્ય દેસાઈને 20 લાખ રૂપિયાની મૂળ કિંમતે પોતાની ટીમમાં સામેલ કર્યો છે.
20 વર્ષીય આર્ય દેસાઈની વાત કરીએ તો તે ડોમેસ્ટિક ક્રિકેટમાં ગુજરાતની ટીમ તરફથી રમે છે અને અત્યાર સુધીમાં 3 ફર્સ્ટ ક્લાસ મેચ રમી ચૂક્યો છે. આ 3 મેચમાં આર્ય દેસાઈના બેટમાંથી કુલ 151 રન જોવા મળ્યા હતા, જેમાં તેણે આ વર્ષે જાન્યુઆરી મહિનામાં નાગપુરના મેદાનમાં વિદર્ભ ટીમ સામે 88 રનની શાનદાર ઈનિંગ રમી હતી.
આર્ય બેટિંગની સાથે બોલિંગમાં પણ ટીમ માટે ઉપયોગી સાબિત થઈ શકે છે, જેમાં તે ઓફ-સ્પિન બોલિંગ પણ કરે છે. ઈડન ગાર્ડન્સ મેદાનની પીચ પર સ્પિન બોલરોની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ જોવા મળી રહી છે અને આવી સ્થિતિમાં આર્ય બેટ અને બોલ બંને સાથે ટીમ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. ડોમેસ્ટિક ક્રિકેટમાં અત્યાર સુધી આર્ય દેસાઈની બેટ સાથે 25.16ની એવરેજ જોવા મળી છે. આ સિવાય તેણે બોલિંગમાં એક પણ વિકેટ લીધી નથી.
કોલકાતાની ટીમનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન
આ સિઝનમાં અત્યાર સુધી કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમનું મેદાન પર શાનદાર પ્રદર્શન જોવા મળ્યું છે, જેમાં નીતિશ રાણાની કેપ્ટન્સીમાં ટીમે પોતાની રમતથી બધાને પ્રભાવિત કર્યા છે. ટીમે અત્યાર સુધી રમાયેલી 3 મેચમાંથી 2 મેચ શાનદાર રીતે જીતી છે. જે બાદ ટીમ હાલમાં 4 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલ પર ચોથા સ્થાન પર છે.
હાર્દિક પંડ્યાએ પણ કરી મોટી ભૂલ, હવે ચૂકવવા પડશે આટલા લાખ રૂપિયા
ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ગુજરાત ટાઇટન્સ (GT) એ તેમની શરૂઆતની 4 મેચમાંથી ત્રણ મેચ જીતી છે. ચોથી મેચ ગુરુવારે (14 એપ્રિલ) પંજાબ કિંગ્સ (PBKS) સામે રમાઈ હતી, જેમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાતની ટીમે 6 વિકેટે જીત મેળવી હતી.
આ મેચ દરમિયાન ગુજરાત ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાએ એક મોટી ભૂલ કરી, જેના કારણે તેને ભારે દંડ ફટકારવામાં આવ્યો છે. વાસ્તવમાં આ મેચમાં ગુજરાતની ટીમ નિર્ધારિત સમયમાં 20 ઓવર પૂરી કરી શકી નહોતી. આવી સ્થિતિમાં તેના પર સ્લો ઓવર રેટ હેઠળ 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
IPLની આ સીઝનમાં ગુજરાતની ટીમે સ્લો ઓવર રેટની પહેલી ભૂલ કરી છે. આવી સ્થિતિમાં કેપ્ટન પંડ્યા પર 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. એટલે કે હવે પંડ્યાએ આ રકમ ચૂકવવી પડશે. જો ગુજરાતની ટીમ ફરી આ ભૂલ કરશે તો ટીમના તમામ ખેલાડીઓને દંડ થઈ શકે છે.
IPLની આ સીઝનમાં હાર્દિક એકમાત્ર એવો કેપ્ટન નથી જેને દંડ ફટકારવામાં આવ્યો છે. અગાઉ આ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ અને રાજસ્થાન રોયલ્સ (RR)ના કેપ્ટન સંજુ સેમસનને પણ દંડ ફટકારવામાં આવ્યો છે. આ બંને ખેલાડીઓની કેપ્ટનશીપમાં તેમની ટીમો નિર્ધારિત સમયમાં ઓવર પૂરી કરી શકી ન હતી.