PBKS vs RCB: રોમાંચક મેચમાં બેંગ્લોરે પંજાબને 24 રને હરાવ્યું, સિરાજે 4 વિકેટ લીધી
PBKS vs RCB Live Score, IPL 2023 27th Match: IPL 2023ની 27મી મેચ પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. આ મેચ સંબંધિત લાઇવ અપડેટ્સ અહીં વાંચી શકાય છે.
Background
Punjab Kings vs Royal Challengers Bangalore Live Score Update: આઈપીએલ 2023 ની 27મી મેચ પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. પંજાબે છેલ્લી મેચ 2 વિકેટે જીતી હતી. ટીમનો કેપ્ટન શિખર ધવન ફિટનેસના અભાવે રમી શક્યો નહોતો. તેના સ્થાને સેમ કુરન પંજાબની કેપ્ટનશીપ કરી હતી. બીજી તરફ છેલ્લી મેચમાં બેંગ્લોરને હારનો સામનો કરવો પડ્યો હતો. તેને ચેન્નાઈ સુપર કિંગ્સે 8 રનથી હરાવ્યું હતું. પરંતુ આ મેચમાં બંને ટીમો એકબીજાને ટક્કર આપતા જોવા મળી શકે છે. પંજાબ અને બેંગ્લોરની પ્લેઈંગ ઈલેવનમાં પણ ફેરફાર થઈ શકે છે.
પંજાબની ટીમ 150 રનમા ઓલ આઉટ
પંજાબની ટીમ 150 રનમા ઓલ આઉટ થઈ ગઈ છે. આમ બેંગ્લોરની ટીમ 24 રને મેચ જીતી ગઈ છે. બેંગ્લોર તરફથી મોહમ્મદ સિરાજે 4 વિકેટ લીધી હતી. જ્યારે પંજાબ તરફથી પ્રભસિમરન સિંહે 46 રન બનાવ્યા હતા.
પંજાબની ટીમે 7મી વિકેટ ગુમાવી
પંજાબ કિંગ્સની ટીમને 7મો ફટકો શાહરૂખ ખાનના રૂપમાં લાગ્યો હતો, જે માત્ર 7 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો.




















