શોધખોળ કરો

IPL 2023: પોતાની ટીમ દિલ્હી કેપિટલ્સને સપોર્ટ કરવા સ્ટેડિયમ પહોંચ્યો ઋષભ પંત-Video

ઋષભ પંત સર્જરી બાદ સ્વસ્થ થઈ રહ્યો છે. આ કારણે તે ક્રિકેટના મેદાનથી દૂર છે. ઋષભ પંત IPL 2023 સીઝનમાં રમી શકશે નહીં. જોકે, રિષભ પંતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

Rishabh Pant in IPL: IPL 2023 પહેલા જ દિલ્હી કેપિટલ્સને મોટો ઝટકો લાગ્યો છે. હાલમાં જ આ ટીમનો કેપ્ટન ઋષભ પંત અકસ્માતનો શિકાર બન્યો હતો. જે બાદ આ ખેલાડીની સર્જરી થઈ હતી. ઋષભ પંત સર્જરી બાદ સ્વસ્થ થઈ રહ્યો છે. આ કારણે તે ક્રિકેટના મેદાનથી દૂર છે. ઋષભ પંત IPL 2023 સીઝનમાં રમી શકશે નહીં. જોકે, રિષભ પંતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તે દિલ્હી કેપિટલ્સની મેચ જોવા માટે અરુણ જેટલી સ્ટેડિયમ પહોંચ્યો હતો.

રિષભ પંત દિલ્હી કેપિટલ્સને સપોર્ટ કરવા સ્ટેડિયમ પહોંચ્યો

અરુણ જેટલી સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઇટન્સની ટીમો આમને-સામને છે. જ્યારે આ મેચમાં ઋષભ પંત પોતાની ટીમ દિલ્હી કેપિટલ્સને સપોર્ટ કરવા માટે અરુણ જેટલી સ્ટેડિયમ પહોંચ્યા છે. જોકે, રિષભ પંતનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ સિવાય ચાહકો લાંબા સમય પછી પોતાના મનપસંદ ખેલાડીને જોઈને ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ સતત કોમેન્ટમાં પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે.

ગુજરાત ટાઇટન્સ ટોસ જીતીને પ્રથમ બોલિંગ

ઉલ્લેખનીય છે કે, આજે અરુણ જેટલી સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મેચ રમાઈ રહી છે. આ મેચની વાત કરીએ તો ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ રીતે દિલ્હી કેપિટલ્સની ટીમ પ્રથમ બેટિંગ કરવા ઉતરી છે. સમાચાર લખાય છે ત્યાં સુધી દિલ્હી કેપિટલ્સની ટીમે 7 ઓવરમાં 2 વિકેટે 63 રન બનાવી લીધા છે. પૃથ્વી શો ઉપરાંત મિચેલ માર્શ પેવેલિયન પરત ફર્યો છે. મોહમ્મદ શમીએ બંને ખેલાડીઓને પોતાનો શિકાર બનાવ્યો હતો. હાલમાં દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ડેવિડ વોર્નર અને સરફરાઝ ખાન ક્રિઝ પર છે.

અગાઉ અહેવાલ વહેતા થયા હતાં કે, અકસ્માત બાદ સ્વસ્થ થઈ રહેલો ઋષભ પંત આઈપીએલ 2023માં તેની ટીમ દિલ્હી કેપિટલ્સને સપોર્ટ કરવા સ્ટેડિયમ પહોંચશે. દિલ્હી અને ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ અસોસિએશનના ડીડીસીએના સંયુક્ત સચિવ રાજન મનચંદાએ આ વાતની પુષ્ટી કરી છે. પંત  4 એપ્રિલે દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાનારી મેચમાં દિલ્હીને સપોર્ટ કરવા અરુણ જેટલી સ્ટેડિયમ પહોંચશે.

દિલ્હી અને જિલ્લા ક્રિકેટ એસોસિએશનના સંયુક્ત સચિવ રાજન મનચંદાએ ન્યૂઝ એજન્સી પીટીઆઈ સાથે વાત કરતા આ વાતનો ખુલાસો કર્યો. દિલ્હી કેપિટલ્સ IPL 2023માં તેની બીજી મેચ ગુજરાત ટાઇટન્સ સામે રમશે. આ મેચ 4 એપ્રિલે સાંજે 7.30 વાગ્યાથી અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. આ મેચથી લઈને દિલ્હી કેપિટલ્સની બાકીની તમામ મેચો સુધી પંત ટીમને ચીયર કરવા સ્ટેડિયમ પહોંચશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
Independence Day 2026: શું તમે જાણો છો આપણા દેશની આઝાદી માટે 15મી ઓગસ્ટનો દિવસ જ કેમ પસંદ કરવામાં આવ્યો હતો?
Independence Day 2026: શું તમે જાણો છો આપણા દેશની આઝાદી માટે 15મી ઓગસ્ટનો દિવસ જ કેમ પસંદ કરવામાં આવ્યો હતો?
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
Embed widget