(Source: ECI/ABP News/ABP Majha)
Highest Score in IPL: હૈદરાબાદે બનાન્યો IPL ઈતિહાસનો સૌથી મોટો સ્કોર, RCBનો રેકોર્ડ તોડ્યો
Highest innings score in IPL: સનરાઈઝર્સ હૈદરાબાદે ઈન્ડિયન પ્રીમિયર લીગના ઈતિહાસમાં બોર્ડ પર સૌથી મોટો સ્કોર નોંધાવ્યો. IPL 2024ની આઠમી મેચમાં હૈદરાબાદે મુંબઈ સામે રમાઈ રહેલી મેચમાં 20 ઓવરમાં 3 વિકેટે 277 રન બનાવ્યા હતા.
Highest innings score in IPL: સનરાઈઝર્સ હૈદરાબાદે ઈન્ડિયન પ્રીમિયર લીગના ઈતિહાસમાં બોર્ડ પર સૌથી મોટો સ્કોર નોંધાવ્યો. IPL 2024ની આઠમી મેચમાં હૈદરાબાદે મુંબઈ સામે રમાઈ રહેલી મેચમાં 20 ઓવરમાં 3 વિકેટે 277 રન બનાવ્યા હતા. હૈદરાબાદે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ સ્કોર બનાવવાના મામલે RCBનો રેકોર્ડ તોડ્યો હતો. બેંગલુરુએ 2013ની સિઝનમાં પુણે વોરિયર્સ સામે 263 રન બનાવ્યા હતા
Innings Break!
— IndianPremierLeague (@IPL) March 27, 2024
It's a record smashing evening in Hyderabad and @mipaltan need to break another to clinch a win!
Chase coming up shortly ⌛️
Scorecard ▶️ https://t.co/oi6mgyCP5s#TATAIPL | #SRHvMI pic.twitter.com/JQgFaT2Hdt
હૈદરાબાદની આ વિસ્ફોટક ઇનિંગ્સની શરૂઆત ટ્રેવિસ હેડ દ્વારા કરવામાં આવી હતી, જેને અભિષેક શર્મા અને હેનરિક ક્લાસને આગળ વધારી હતી. ક્લાસને 34 બોલમાં 4 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી 80* રનની સૌથી મોટી ઇનિંગ રમી હતી. આ સિવાય અભિષેકે 23 બોલમાં 3 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી 63 રન અને હેડે 24 બોલમાં 9 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 62 રન બનાવ્યા હતા.
મુંબઈએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો, જેનો તેમને પાછળથી પસ્તાવો જરુર થયો હશે. પ્રથમ બેટિંગ કરવા આવેલી હૈદરાબાદે 20 ઓવરમાં IPL ઈતિહાસમાં સૌથી મોટો સ્કોર બનાવ્યો હતો.
પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી સનરાઈઝર્સ હૈદરાબાદને ટ્રેવિસ હેડ અને મયંક અગ્રવાલ તરફથી સારી શરૂઆત મળી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 45 રન (25 બોલ)ની ભાગીદારી કરી હતી. આ ભાગીદારી 5મી ઓવરમાં સમાપ્ત થઈ, જ્યારે ટીમે મયંક અગ્રવાલના રૂપમાં પ્રથમ વિકેટ ગુમાવી, જે 1 ફોરની મદદથી 11 રન (13 બોલ) બનાવીને આઉટ થયો હતો.
256/3 WITH 1 OVER TO GO 💥@SunRisers inching closer to an all time record!
— IndianPremierLeague (@IPL) March 27, 2024
Follow the Match ▶️ https://t.co/oi6mgyCP5s#TATAIPL | #SRHvMI pic.twitter.com/AnmWygpNfN
આ પછી ટ્રેવિસ હેડ અને અભિષેક શર્માએ બીજી વિકેટ માટે 68 (23 બોલ)ની મજબૂત ભાગીદારી કરી હતી. આ ભાગીદારી 8મી ઓવરમાં હેડની વિકેટ સાથે તૂટી હતી, જેણે 258.33ના સ્ટ્રાઈક રેટથી 9 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 62 રન બનાવ્યા હતા. ત્યારબાદ 11મી ઓવરમાં અભિષેક શર્મા આઉટ થયો હતો, જેણે 273.91ના સ્ટ્રાઈક રેટથી 63 રન બનાવ્યા હતા, જેમાં 3 સિક્સ અને 7 ફોરનો સમાવેશ થતો હતો.
આ પછી, હેનરિક ક્લાસેન અને એડન માર્કરામે ચોથી વિકેટ માટે 116* (55) રનની ઝડપી ભાગીદારી કરી હતી. જેમાં ડોકન ક્લાસેને 235.29ના સ્ટ્રાઈક રેટથી 80 રન બનાવ્યા હતા અને એઈડન માર્કરામે 28 બોલમાં 2 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 42 રન બનાવ્યા હતા.