MI vs KKR: કોલકાતાએ મુંબઈને 24 રને હરાવ્યું, સ્ટાર્કની 4 વિકેટ
IPL 2024, MI vs KKR LIVE Score: અહીં તમને મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચેની મેચનો લાઈવ સ્કોર અને મેચ સંબંધિત તમામ અપડેટ્સ મળશે.
LIVE
Background
IPL 2024, MI vs KKR LIVE Score: IPL 2024માં આજે મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે ટક્કર થશે. બંને ટીમો મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ટકરાશે. મુંબઈ કોઈપણ ભોગે આ મેચ જીતવા ઈચ્છશે. આ સિઝનમાં પ્રથમ વખત બંને ટીમો વચ્ચે સ્પર્ધા થશે. વર્તમાન પ્રદર્શન પર નજર કરીએ તો આ મેચમાં KKR ફેવરિટ છે, પરંતુ વાનખેડેમાં હાર્દિકની ટીમને હરાવવાનું કોઈ માટે આસાન નથી.
આ સિઝનમાં બંને ટીમોના પ્રદર્શનની વાત કરીએ તો KKR પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. જ્યારે મુંબઈની ટીમ પોઈન્ટ ટેબલમાં 9મા સ્થાને છે. KKRએ અત્યાર સુધી 9 માંથી 6 મેચ જીતી છે. જ્યારે મુંબઈ 10 મેચમાં માત્ર 3 વખત જીત્યું છે.
કોલકાતા નાઈટ રાઈડર્સે મુંબઈ ઈન્ડિયન્સને 24 રનથી હરાવ્યું
KKR vs MI: કોલકાતા નાઈટ રાઈડર્સે મુંબઈ ઈન્ડિયન્સને 24 રનથી હરાવ્યું છે. KKRએ પ્રથમ બેટિંગ કરતા 169 રન બનાવ્યા હતા, જેના માટે વેંકટેશ અય્યરે 70 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ ટાર્ગેટનો પીછો કરવા ઉતરી ત્યારે ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ટીમે 46 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. રોહિત શર્મા 11 રન, ઈશાન કિશન 13 રન અને નમન ધીર પણ માત્ર 11 રનનું યોગદાન આપી શક્યો હતો. સૂર્યકુમાર યાદવ મક્કમ રહ્યો, પરંતુ બીજા છેડેથી સતત વિકેટો પડી રહી હતી. સૂર્યકુમાર યાદવે 35 બોલમાં 56 રન બનાવ્યા, આ દરમિયાન તેણે 6 ફોર અને 2 સિક્સ પણ ફટકારી. કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી સુનીલ નરેન અને વરુણ ચક્રવર્તીએ ખૂબ જ ચુસ્ત બોલિંગ કરી હતી.
મુંબઈનો સ્કોર 119-6
15 ઓવર પછી મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર 6 વિકેટે 119 રન છે. સૂર્યકુમાર યાદવ 33 બોલમાં 56 રન બનાવીને રમતમાં છે. જ્યારે ટિમ ડેવિડ આઠ બોલમાં 9 રન પર છે.
મુંબઈનો સ્કોર 67/4
10 ઓવર પછી મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર 4 વિકેટે 67 રન છે. મુંબઈને હવે 60 બોલમાં જીતવા માટે 103 રનની જરૂર છે. સૂર્યકુમાર યાદવ 17 બોલમાં 19 રન અને નેહલ વઢેરા સાત બોલમાં પાંચ રન બનાવીને રમતમાં છે.
નમન ધીર પેવેલિયન પરત ફર્યો
પાંચમી ઓવરમાં વરુણ ચક્રવર્તીએ માત્ર ત્રણ રન આપીને નમન ધીરને આઉટ કર્યો હતો. નમન 11 બોલમાં માત્ર 11 રન જ બનાવી શક્યો હતો. 5 ઓવર પછી મુંબઈનો સ્કોર 2 વિકેટે 41 રન છે. રોહિત શર્મા 11 અને સૂર્યકુમાર યાદવ બે રને રમતમાં છે.
કોલકાતાએ મુંબઈને 170 રનનો ટાર્ગેટ આપ્યો
મુંબઈના વાનખેડે ખાતે પ્રથમ બેટિંગ કરીને કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ 19.5 ઓવરમાં 169 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જસપ્રિત બુમરાહ અને નુવાન તુષારાએ 3-3 વિકેટ લીધી હતી. જ્યારે કેકેઆર માટે વેંકટેશ અય્યરે સૌથી વધુ 70 રન બનાવ્યા હતા. તેની 52 બોલની ઇનિંગમાં તેણે 6 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. આ સિવાય મનીષ પાંડેએ 42 રનની ઇનિંગ રમી હતી.