IPL 2024: 'જૂથવાદે'એ બગાડ્યો ખેલ! વિશ્વ વિજેતા કેપ્ટને મુંબઈ ઈન્ડિયન્સના ડ્રેસિંગ રુમનું ખોલ્યું સિક્રેટ
Mumbai Indians Dressing Room Secret: આઈપીએલ 2024ની 48મી મેચ, જેમાં લખનૌ સુપર જાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ સામસામે હતા. આ મેચમાં મુંબઈને હારનો સામનો કરવો પડ્યો હતો.
Mumbai Indians Dressing Room Secret: આઈપીએલ 2024ની 48મી મેચ, જેમાં લખનૌ સુપર જાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ સામસામે હતા. આ મેચમાં મુંબઈને હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે મુંબઈ પ્લેઓફમાંથી બહાર થવાની નજીક પહોંચી ગયું હતું. હવે ફરી એકવાર મુંબઈ ઈન્ડિયન્સના મેનેજમેન્ટ અને ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યા પર આંગળીઓ ઉઠાવવામાં આવી રહી છે.
5 વખતની IPL ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ માટે 2024ની સીઝન ખૂબ જ ખરાબ ચાલી રહી છે. કેપ્ટન બદલાયા બાદથી વિવાદોમાં ઘેરાયેલી ટીમ હવે 'ગ્રુપિઝમ'નો શિકાર બની છે. ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન માઈકલ ક્લાર્કે દાવો કર્યો છે કે મુંબઈ ઈન્ડિયન્સના ડ્રેસિંગ રૂમમાં જૂથવાદ છે, જેના કારણે ખેલાડીઓ એક થઈને રમી રહ્યા નથી.
ક્લાર્કનો મોટો ઘટસ્ફોટ
ક્લાર્કે 'સ્ટાર સ્પોર્ટ્સ ક્રિકેટ લાઈવ' પર કહ્યું - "મને લાગે છે કે બહારથી જે દેખાય છે તેના કરતાં વધુ ચાલી રહ્યું છે. આટલા સારા ખેલાડીઓ હોવા છતાં, પ્રદર્શનમાં સાતત્યનો અભાવ છે. ડ્રેસિંગ રૂમમાં જૂથબંધી છે અને વસ્તુઓ કામ નથી કરી રહી છે. તેઓ સાથે મળીને એક ટીમ તરીકે નથી રમી રહ્યા."
ક્લાર્ક આગળ કહે છે- "મોટી ટૂર્નામેન્ટ વ્યક્તિગત પ્રદર્શનથી નહીં પરંતુ ટીમ વર્કથી જીતવામાં આવે છે. મુંબઈ એક ટીમ તરીકે સારું રમી શક્યું નથી. આશા છે કે તેઓ સુધરશે."
રોહિત, સૂર્યકુમાર, હાર્દિક... છતા પણ હાર!
રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, ટિમ ડેવિડ અને જસપ્રિત બુમરાહ જેવા દિગ્ગજ ખેલાડીઓ હોવા છતાં, મુંબઈને 10 માંથી 7 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. બુમરાહ અને રોમારિયો શેફર્ડના કારણે 3 જીત હાંસલ કરવામાં આવી છે.
મુંબઈ ઈન્ડિયન્સને IPL 2024માં લખનઉ સુપર જાયન્ટ્સ સામે સાતમી હારનો સામનો કરવો પડ્યો. લખનઉના ઇકાના સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં હોમ ટીમે મુંબઈ ઈન્ડિયન્સને 4 વિકેટે હરાવ્યું હતું. મેચમાં પ્રથમ બેટિંગ કરતા મુંબઈએ 20 ઓવરમાં કુલ 144/7 રન બનાવ્યા હતા. જવાબમાં લખનઉ 19.2 ઓવરમાં જીતી ગયું હતું. આ હાર સાથે મુંબઈની પ્લેઓફ માટે ક્વૉલિફાય થવાની શક્યતાઓ ઘણી ઓછી થઈ ગઈ છે.
પોઈન્ટ ટેબલમાં મુંબઈ ઈન્ડિયન્સ
મુંબઈ ઈન્ડિયન્સે અત્યાર સુધીમાં 10 મેચ રમી છે. તેમાંથી મુંબઈને 7 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો અને 3 મેચમાં જીત મળી હતી. -0.272 નેટ રન રેટ સાથે મુંબઈના 6 પોઈન્ટ છે. આ 6 પોઈન્ટ્સની મદદથી મુંબઈ ઈન્ડિયન્સ પોઈન્ટ ટેબલમાં 9માં નંબર પર છે.
મુંબઈ ઈન્ડિયન્સની આગામી મેચ
IPL 2024ની 51મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ તેની 11મી મેચ રમશે. 3 મેના રોજ મુંબઈનો મુકાબલો કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે થશે. મુંબઈ આ મેચ તેના હોમ ગ્રાઉન્ડ વાનખેડે સ્ટેડિયમમાં સાંજે 7.30 વાગ્યે રમશે.