IPL 2024: નવા નામ અને નવી જર્સી સાથે મેદાનમાં ઉતરશે RCB, જાણો ચેન્નાઈ સામે કોનું પલળું રહેશે ભારે
INDIAN PREMIER LEAGUE: IPL 2024 ની પ્રથમ મેચ 22 માર્ચે ચેન્નાઈના MA ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે, જેમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામસામે થશે.
INDIAN PREMIER LEAGUE: IPL 2024 ની પ્રથમ મેચ 22 માર્ચે ચેન્નાઈના MA ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે, જેમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામસામે થશે. અગાઉ IPL 2019 માં પણ, સીઝનની શરૂઆત CSK vs RCB મેચથી થઈ હતી, જેમાં ચેન્નાઈએ 7 વિકેટે જીત મેળવી હતી. આ વખતે ખાસ કરીને ચેન્નાઈ માટે એક નવો પડકાર હશે કારણ કે ટીમની કપ્તાની એમએસ ધોનીના હાથમાં નહીં પરંતુ ઋતુરાજ ગાયકવાડના હાથમાં હશે. બીજી તરફ WPL 2024માં RCB મહિલા ટીમની જીત બાદ IPLમાં ફાફ ડુ પ્લેસિસ અને તેની સેના પણ દબાણમાં હશે.
Southern Derby showdown tonight! - A season opener like no other! 🤌
— Royal Challengers Bengaluru (@RCBTweets) March 22, 2024
Watch it Live on @JioCinema 📺#PlayBold #ನಮ್ಮRCB #IPL2024 #CSKvRCB pic.twitter.com/ASfynXCrLV
RCB નવા નામ અને નવી જર્સી સાથે મેદાનમાં ઉતરશે
IPL 2024ના થોડા દિવસો પહેલા RCBએ એક અનબોક્સ ઈવેન્ટનું આયોજન કર્યું હતું, જેમાં ટીમને ન માત્ર નવું નામ મળ્યું છે પરંતુ આ વખતે ટીમ નવી જર્સી પહેરીને રમતી જોવા મળશે. અગાઉ RCB રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરીકે ઓળખાતી હતી, પરંતુ ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સીઝનમાં વિરાટ કોહલીની ટીમ 'રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરુ' તરીકે ઓળખાશે. આ અગાઉ RCB ટીમની જર્સીનું કોમ્બિનેશન લાલ અને બ્લેક રંગનું હતું, પરંતુ હવે જર્સીને કાળાને બદલે વાદળી કરી દેવામાં આવ્યો છે.
CSKની તરફેણમાં રેકોર્ડ
IPLમાં અત્યાર સુધીના રેકોર્ડની વાત કરીએ તો ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 31 વખત સામસામે આવી ચુક્યા છે. આમાંથી, CSK 20 વખત વિજયી રહી છે અને RCB માત્ર 10 વખત જીતવામાં સફળ રહી છે અને તેમની એક મેચ અનિર્ણિત રહી હતી. કાગળ પર ચેન્નાઈ મજબૂત દેખાય છે અને જો આપણે નજીકથી જોઈએ તો RCBને IPL 2024માં બોલિંગ પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. એકંદરે, ચેન્નાઈનું કોમ્બીનેશન વધુ સારું લાગે છે, તેથી બેંગલુરુ માટે જીત સાથે સિઝનની શરૂઆત કરવી સરળ રહેશે નહીં.
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની સંભવિત પ્લેઈંગ ઈલેવન
વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), કેમરૂન ગ્રીન, રજત પાટીદાર, ગ્લેન મેક્સવેલ, દિનેશ કાર્તિક (વિકેટકીપર), મહિપાલ લોમરોર, કર્ણ શર્મા, મોહમ્મદ સિરાજ, યશ દયાલ/આકાશ દીપ અને અલ્ઝારી જોસેફ .
ચેન્નઈ સુપર કિંગ્સની સંભવિત પ્લેઈંગ ઈલેવન
ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), રચિન રવિન્દ્ર, અજિંક્ય રહાણે/સમીર રિઝવી, શિવમ દુબે, મોઈન અલી, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની (વિકેટકીપર), શાર્દુલ ઠાકુર, દીપક ચહર, મહિષ તિક્ષ્ણા અને મુસ્તફિઝુર રહમાન.