Lok Sabha Elections: શું ભારતમાં નહીં રમાય IPL 2024? જાણો કેમ વિદેશમાં આયોજનની ચાલી રહી છે ચર્ચા
Lok Sabha Elections IPL 2024: ક્રિકેટ ચાહકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024નું ટૂંક સમયમાં આયોજન થઈ શકે છે. એક રિપોર્ટ અનુસાર, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ટૂંક સમયમાં IPL 2024નું આયોજન કરવા પર વિચાર કરી રહ્યું છે.
Lok Sabha Elections IPL 2024: ક્રિકેટ ચાહકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024નું ટૂંક સમયમાં આયોજન થઈ શકે છે. એક રિપોર્ટ અનુસાર, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ટૂંક સમયમાં IPL 2024નું આયોજન કરવા પર વિચાર કરી રહ્યું છે. આ સાથે આ સિઝન વિદેશમાં પણ થાય તેવી શક્યતા છે. તેનું મુખ્ય કારણ 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણી છે. જો કે, હજુ સુધી BCCI તરફથી આ અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.
'આજ તક'ની ન્યૂઝ વેબસાઈટ પર પ્રકાશિત સમાચાર અનુસાર, BCCI ટૂંક સમયમાં IPL 2024નું આયોજન કરી શકે છે. આ માટે ટૂંક સમયમાં વિન્ડોની શોધ શરૂ કરવામાં આવશે. લોકસભા ચૂંટણીને કારણે તેની અસર થઈ શકે છે. IPL 2024નું આયોજન માર્ચમાં થઈ શકે છે. તેની ફાઈનલ મેચ મેના પહેલા કે બીજા સપ્તાહમાં યોજાઈ શકે છે. પરંતુ અત્યારે સમગ્ર ધ્યાન વર્લ્ડ કપ 2023 પર છે. આ પછી જ કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવામાં આવશે.
આઈપીએલની આગામી સિઝન ઝડપથી પૂર્ણ કરવાની સાથે વિદેશમાં પણ તેનું આયોજન થવાની સંભાવના છે. જોકે, પ્રાથમિકતા ભારતને જ આપવામાં આવશે. આ પહેલા પણ વિદેશમાં આઈપીએલનું આયોજન કરવામાં આવ્યું છે. 2009માં લોકસભાની ચૂંટણીને કારણે દક્ષિણ આફ્રિકાને IPLની યજમાની સોંપવામાં આવી હતી. તે જ સમયે, 2014 લોકસભા ચૂંટણીને કારણે, તેની કેટલીક મેચ યુએઈમાં રમાઈ હતી અને કેટલીક મેચો ભારતમાં યોજાઈ હતી. આઈપીએલ 2014ની ફાઈનલ મેચ બેંગ્લોરમાં રમાઈ હતી. આ મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાઈ હતી. કોલકાતાએ ફાઇનલમાં 3 વિકેટે જીત મેળવી હતી. તમને જણાવીએ કે લોકસભા ચૂંટણી 2024 એપ્રિલ અને મે મહિનામાં યોજવામાં આવી શકે છે.
2023ના વર્લ્ડકપ પહેલા જ 2024ના ટી20 વર્લ્ડકપની તારીખો આવી સામે
ક્રિકેટની દુનિયામાં મહાકુંભ એટલે કે વર્લ્ડકપની શરૂઆત આગામી થોડાક મહિનાઓમાં જ થવાની છે, પરંતુ આ પહેલા આઇસીસી દ્વારા નેકસ્ટ 2024ના ટી20 વર્લ્ડકપને લઇને તૈયારીઓ શરૂ કરાઇ છે. ખાસ વાત છે કે, આગામી 2023 વનડે વર્લ્ડકપ ભારતમાં 5 ઓક્ટોબરથી રમાવવાનો છે. આ દરમિયાન ટી20 વર્લ્ડ કપને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે. આવતા વર્ષે વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં આઈસીસી ટૂર્નામેન્ટ યોજાવાની છે. 4 થી 30 જૂન દરમિયાન મેચ રમાઇ શકે છે. આમાં પ્રથમવાર 20 ટીમોને રમવાનો મોકો મળશે. અત્યાર સુધીમાં 15 ટીમોએ વર્લ્ડકપમાં પોતાનું સ્થાન નક્કી કરી લીધું છે. પ્રથમ વખત ICC ટૂર્નામેન્ટ અમેરિકામાં યોજાવા જઈ રહી છે. અમેરિકાની ટીમ પ્રથમ વખત વર્લ્ડકપમાં પણ ઉતરશે.