IPL 2025માં ગુજરાત ટાઇટન્સની પ્લેયર રીટેન્શન લિસ્ટ જાહેર, આ 6 ખેલાડી પર લગાવી મહોર
IPL 2025: આઈપીએલ 2025 સીઝનની તૈયારીઓ પહેલેથી જ શરૂ થઈ ગઈ છે, તમામ 10 ટીમોએ 31 ઓક્ટોબરે મેગા પ્લેયરની હરાજી પહેલા તેમના રિટેન કરાયેલા ખેલાડીઓના નામની જાહેરાત કરી છે. જેમાં ગુજરાત ટાઇટન્સે તેના રિટેન કરાયેલા ખેલાડીઓના નામ જાહેર કર્યા છે.
IPL 2025: ઈન્ડિયન પ્રીમિયર લીગની 18મી સીઝન એટલે કે આઈપીએલ વર્ષ 2025માં રમાશે, પરંતુ તે પહેલા મેગા પ્લેયરની હરાજીનું પણ આયોજન કરવામાં આવશે, જેના માટે આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલે પહેલાથી જ ખેલાડીઓને જાળવી રાખવા અંગેના નિયમોની જાહેરાત કરી દીધી હતી. જેમાં આજે તમામ 10 ફ્રેન્ચાઈઝીઓએ હરાજી પહેલા પોતાના રિટેન કરાયેલા ખેલાડીઓના નામની જાહેરાત કરી દીધી છે. આ દરમિયાન, શુભમન ગીલની કપ્તાનીમાં રમી રહેલી ગુજરાત ટાઇટન્સ ટીમે પણ હરાજી પહેલા પોતાના રિટેન કરાયેલા ખેલાડીઓના નામ જાહેર કર્યા છે, જેમાં શુભમન ગીલને રિટેન કરવાની સાથે વધુ ત્રણ ખેલાડીઓને રિટેન કરવાનો નિર્ણય કર્યો છે.
Humesha, har pal, our Titans! 💙
Thank you for all the memories 🙌#AavaDe pic.twitter.com/yJ9jk34lvC— Gujarat Titans (@gujarat_titans) October 31, 2024
ગુજરાત ટાઇટન્સે કુલ 5 ખેલાડીઓને રિટેન કર્યા છે. રાશિદ ખાનને સૌથી વધુ 18 કરોડ રૂપિયામાં જ્યારે કેપ્ટન શુભમન ગિલને 16.5 કરોડ રૂપિયામાં રિટેન કરવામાં આવ્યા છે. સાઈ સુદર્શનને 8.5 કરોડ રૂપિયામાં ટીમમાં જાળવી રાખવામાં આવ્યો છે. રાહુલ તેવટિયા અને શાહરૂખ ખાનને 4 કરોડ રૂપિયામાં અનકેપ્ડ પ્લેયર તરીકે જાળવી રાખવામાં આવ્યા છે.
ગુજરાત ટાઇટન્સ માટે છેલ્લી સિઝન ખૂબ જ ખરાબ રહી હતી
શુભમન ગીલની કપ્તાની હેઠળ IPL 2024ની સિઝન રમી રહેલી ગુજરાત ટાઇટન્સ ટીમની છેલ્લી સિઝન અપેક્ષા મુજબની રહી ન હતી, જેમાં તેઓ 8મા નંબરે રહ્યા હતા. ગુજરાત ટાઇટન્સ ટીમ 14માંથી માત્ર 5 મેચ જીતી શકી હતી, જ્યારે 7માં હારનો સામનો કરવો પડ્યો હતો. જો કે, તેમ છતાં, ફ્રેન્ચાઇઝીએ તેના બે મોટા ખેલાડીઓ, કેપ્ટન શુભમન ગિલ અને રાશિદ ખાનને જાળવી રાખવાનો નિર્ણય કર્યો છે. ગુજરાતની ટીમમાં ઘણા શાનદાર ખેલાડીઓ હતા જે હવે મેગા ઓક્શનનો હિસ્સો બનશે. IPL 2025 ની મેગા ઓક્શન પહેલા ગુજરાત ટાઇટન્સ ટીમે આ ખેલાડીઓને રિટેન કર્યાઃ શુભમન ગિલ, રાશિદ ખાન, સાઇ સુદર્શન, રાહુલ તેવટિયા અને શાહરૂખ ખાન.
આ ખેલાડીઓ ગત સિઝનમાં ટીમમાં હતા
શુભમન ગિલ (કેપ્ટન), મેથ્યુ વેડ (વિકેટકીપર), સાઈ સુદર્શન, ડેવિડ મિલર, શાહરૂખ ખાન, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, નૂર અહેમદ, ઉમેશ યાદવ, મોહિત શર્મા, કાર્તિક ત્યાગી, સંદીપ વારિયર, અભિનવ મનોહર, શરથ બીઆર, દર્શન નાલકાંડે , જયંત યાદવ, રિદ્ધિમાન સાહા, કેન વિલિયમસન, વિજય શંકર, જોશુઆ લિટિલ, રવિશ્રીનિવાસન સાઈ કિશોર, સ્પેન્સર જોન્સન, અઝમતુલ્લા ઉમરઝાઈ, માનવ સુથાર, ગુરનૂર બરાડ
આ પણ વાંચો....