IPL 2025: મુંબઈ ઈન્ડિયન્સમાં ઉકળતો ચરુ, શું પંડ્યાની કેપ્ટન્સી છીનવાઈ જશે? રોહિતના સપોર્ટમાં આવ્યો આ દિગ્ગજ
Mumbai Indians IPL 2025: ઘણા ખેલાડીઓ હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપથી ખુશ નથી. એક રિપોર્ટ અનુસાર, રોહિતની સાથે સચિન પણ તેને કેપ્ટનશિપથી દૂર કરવા માંગે છે.
Mumbai Indians Captain IPL 2025: મુંબઈ ઈન્ડિયન્સ આઈપીએલ 2025માં ઘણા ફેરફારો સાથે જોવા મળી શકે છે. આમાં સૌથી મોટો ફેરફાર કેપ્ટનશિપને લઈને થઈ શકે છે. હાર્દિક પંડ્યાને સુકાનીપદેથી હટાવી શકાય છે. તેમના સ્થાને સૂર્યકુમાર યાદવ નવો કેપ્ટન બની શકે છે. એક રિપોર્ટ અનુસાર રોહિત શર્માની સાથે સાથે ટીમના ઘણા ખેલાડીઓ પંડ્યાની કેપ્ટનશિપથી ખુશ નથી. આ સાથે સચિન તેંડુલકર પણ સૂર્યાને કેપ્ટન બનાવવાના પક્ષમાં છે. જો કે આ અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.
સ્પોર્ટસ્યારીના એક સમાચાર અનુસાર, રોહિતના કેમ્પે મુંબઈ ઈન્ડિયન્સના ટીમ મેનેજમેન્ટને અલ્ટીમેટમ આપ્યું છે. રોહિત અને સચિન સહિત ઘણા ખેલાડીઓ નથી ઈચ્છતા કે પંડ્યા કેપ્ટન બને. જો મુંબઈ હજુ પણ હાર્દિકને કેપ્ટન તરીકે રાખશે તો રોહિત અને સૂર્યાની સાથે ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ પણ ટીમ છોડી શકે છે. હાલમાં મુંબઈ કેમ્પમાં આને લઈને ભારે હલચલ મચી ગઈ છે.
મુંબઈએ રોહિતને જાણ કર્યા વિના લીધો હતો નિર્ણય
IPL 2024માં મુંબઈએ હાર્દિક પંડ્યાને ટીમમાં સમાવેશ કર્યો હતો. પંડ્યા ગુજરાત ટાઇટન્સ તરફથી રમતો હતો. પરંતુ તેને ટ્રેડ દ્વારા ટીમમાં લેવામાં આવ્યો હતો. પંડ્યા આવતાની સાથે જ રોહિત પાસેથી કેપ્ટન્સી છીનવાઈ ગઈ હતી. રિપોર્ટ અનુસાર મુંબઈએ રોહિતને આ અંગે જાણ કરી ન હતી. તેમને જાણ કર્યા વિના નિર્ણય લેવામાં આવ્યો હતો. તેની અસર મુંબઈની મેચ દરમિયાન પણ જોવા મળી હતી. રોહિત અને તેના ફેન્સ આનાથી ખૂબ નારાજ હતા.
હાર્દિક પંડ્યા ટી-20 ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બનવા જઈ રહ્યો હતો. પરંતુ આ થઈ શક્યું નહીં. તેની જગ્યાએ સૂર્યાને કેપ્ટનશિપ આપવામાં આવી હતી. અહેવાલ મુજબ બીસીસીઆઈના કેટલાક લીડર્સ પંડ્યાની તરફેણમાં હતા. પરંતુ અજીત અગરકર તેમજ અન્ય અધિકારીઓ અને રોહિત આના પક્ષમાં ન હતા. જો કે આ અંગે કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નથી.
મુંબઈ ઈન્ડિયન્સ આ 4 ખેલાડીઓને રિટેન કરી શકે છે
સૂત્રોના જણાવ્યા અનુસાર મુંબઈ ઈન્ડિયન્સ કોઈપણ કિંમતે રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ અને જસપ્રિત બુમરાહને પોતાની સાથે રાખવા માંગે છે. આવી સ્થિતિમાં, ફ્રેન્ચાઇઝી હાર્દિક પંડ્યાને રિલીઝ કરશે, કારણ કે સૂર્યકુમાર હવે T20 ફોર્મેટમાં દેશનો કેપ્ટન છે. આવી સ્થિતિમાં, ફ્રેન્ચાઇઝી તેની ટીમની કમાન તેને સોંપી શકે છે. રોહિત પણ સૂર્યાની કેપ્ટનશીપમાં રમવા માટે આરામદાયક રહેશે.
આ પણ વાંચો...