શોધખોળ કરો

IPL 2025 Retention Players List: IPLમાં આજે તમામ 10 ટીમો જાહેર કરશે રિટેન ખેલાડીઓનું લિસ્ટ, શમી, કેએલ રાહુલને લઇને સસ્પેન્સ

IPL 2025 Retention Players List: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ તાજેતરમાં જ રિટેન્શનને લઈને નવા નિયમો જાહેર કર્યા છે. આ મુજબ, એક ફ્રેન્ચાઇઝી વધુમાં વધુ 6 ખેલાડીઓને જ રિટેન કરી શકશે.

IPL 2025 Retention Players List: ક્રિકેટ અને ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ના ચાહકોને આજે (31 ઓક્ટોબર) ખુશીનો ડબલ ડોઝ મળવા જઈ રહ્યો છે. પ્રથમ એ છે કે આજે દિવાળીનો તહેવાર છે. બીજું IPLની તમામ 10 ફ્રેન્ચાઇઝી તેમના રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર કરશે. નોંધનીય છે કે IPL 2025 સીઝન પહેલા મેગા ઓક્શન યોજાવાની છે. આ હરાજી આ વર્ષે નવેમ્બરના અંતમાં અથવા ડિસેમ્બરની શરૂઆતમાં થઈ શકે છે. પરંતુ તે પહેલા તમામ 10 ફ્રેન્ચાઇઝીએ રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી સબમિટ કરવી પડશે. તેની છેલ્લી તારીખ આજે (31 ઓક્ટોબર) છે.

શમી અને કેએલ રાહુલને લઈને સસ્પેન્સ

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ તાજેતરમાં જ રિટેન્શનને લઈને નવા નિયમો જાહેર કર્યા છે. આ મુજબ, એક ફ્રેન્ચાઇઝી વધુમાં વધુ 6 ખેલાડીઓને જ રિટેન કરી શકશે. જો કોઈ ટીમ 6 કરતા ઓછા ખેલાડીઓને રિટેન કરશે તો તે કિસ્સામાં ફ્રેન્ચાઇઝને હરાજી દરમિયાન રાઇટ ટુ મેચ કાર્ડનો ઉપયોગ કરવાની તક મળશે.

રિટેન કરાયેલા ખેલાડીઓની સત્તાવાર યાદી જાહેર થાય તે પહેલા જ અટકળો શરૂ થઈ ગઈ છે. જો રિપોર્ટ્સ પર વિશ્વાસ કરવામાં આવે તો ગુજરાત ટાઇટન્સ (GT) મોહમ્મદ શમીને રિલિઝ કરી શકે છે. લખનઉ સુપર જાયન્ટ્સ (એલએસજી)ના કેપ્ટન કેએલ રાહુલ હરાજીમાં જઇ શકે છે.

મુંબઈની ટીમ આ 4 ખેલાડીઓને રિટેન કરશે

5 વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ (MI) ફ્રેન્ચાઈઝી તેના કેપ્ટન હાર્દિક પંડ્યા, ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ અને જસપ્રીત બુમરાહને રિટેન કરી શકે છે. તેની શક્યતા ઘણી વધારે છે. આ સિવાય વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશન અને તિલક વર્મા માટે રાઈટ ટુ મેચનો ઉપયોગ કરી શકે છે.

ચેન્નઈની ટીમમાં ધોનીના રમવા પર સસ્પેન્સ

ધોનીની કેપ્ટનશીપમાં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) પણ 5 વખત ટાઇટલ જીતી ચૂકી છે. આ ટીમ સ્ટાર ખેલાડીઓથી ભરેલી છે. આવી સ્થિતિમાં, CSK ફ્રેન્ચાઇઝી કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ, પૂર્વ કેપ્ટન ધોની, રવિન્દ્ર જાડેજા, શિવમ દુબે/રચિન રવિન્દ્ર અને મથિષા પથિરાનાને રિટેન કરી શકે છે

બીસીસીઆઈના નવા નિયમો અનુસાર, જે ખેલાડીએ 5 વર્ષથી ઈન્ટરનેશનલ ક્રિકેટ રમી નથી. તેને અનકેપ્ડ ગણવામાં આવશે. આવી સ્થિતિમાં ધોની એક અનકેપ્ડ ખેલાડી તરીકે ટીમ સાથે રહી શકે છે. જોકે, ધોનીએ હજુ સુધી સ્પષ્ટતા કરી નથી કે તે IPLમાં રમશે કે નહીં. માહીના નિવેદન બાદ જ કોઈ નિર્ણય લેવામાં આવશે.

3 વખતની ચેમ્પિયન કોલકાતાનું શું થશે?

કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) 3 વખત ટાઇટલ જીતી ચુકી છે. આ વખતે તેને રિટેન લિસ્ટ તૈયાર કરવામાં અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. સૌથી મોટી વાત જે સામે આવી રહી છે તે એ છે કે KKR ટીમ તેના કેપ્ટન શ્રેયસ અય્યરને રિલીઝ કરી શકે છે. જ્યારે કેકેઆરની આ ટીમ આન્દ્રે રસેલ, સુનીલ નારાયણ, રિંકુ સિંહ અને મિશેલ સ્ટાર્કને રિટેન કરી શકે છે. જ્યારે હર્ષિત રાણાને અનકેપ્ડ ખેલાડી તરીકે રાખવામાં આવી શકે છે.

હૈદરાબાદની ટીમ ક્લાસેન અને કમિન્સને રિટેન કરશે

સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) ટીમ આ વખતે કેપ્ટન પેટ કમિન્સ, હેનરિક ક્લાસેન અને અભિષેક શર્માને રિટેન કરી શકે છે. ક્લાસેનને 23 કરોડ રૂપિયા, કમિન્સને 28 કરોડ રૂપિયા અને અભિષેકને 14 કરોડ રૂપિયા આપવામાં આવી શકે છે. જ્યારે ટ્રેવિસ હેડ અને નીતિશ કુમાર રેડ્ડી માટે રાઈટ ટુ મેચ કાર્ડનો ઉપયોગ કરવામાં આવી શકે છે

કોહલીની બેંગલુરુ ટીમ સંપૂર્ણપણે નવી હશે

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ફ્રેન્ચાઇઝી આ વખતે સંપૂર્ણપણે નવી ટીમ બનાવવાના મૂડમાં હોય તેવું લાગે છે. અત્યાર સુધી ટાઇટલ જીતવામાં નિષ્ફળ રહેલી આ ટીમ પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી, મોહમ્મદ સિરાજ અને ગ્લેન મેક્સવેલને રિટેન કરી શકે છે. કેપ્ટન ફાફ ડુ પ્લેસીસ, કેમરૂન ગ્રીન, ટોમ કુરન, રજત પાટીદાર અને યશ દયાલ સહિત ટીમના બાકીના સભ્યોને રિલિઝ કરી શકે છે

રાજસ્થાન ફ્રેન્ચાઈઝીને પણ સંઘર્ષ કરવો પડશે

રાજસ્થાન રોયલ્સ (RR) ફ્રેન્ચાઇઝીને આ વખતે રિટેન ખેલાડીઓની યાદી બનાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. કેપ્ટન સંજુ સેમસન, જોસ બટલર, યશસ્વી જયસ્વાલ, ધ્રુવ જુરેલ અને રિયાન પરાગને રિટેન કરવામાં આવી શકે છે. યુઝવેન્દ્ર ચહલની સાથે, જુરેલ અથવા પરાગ બંનેમાંથી કોઈ એક માટે રાઈટ ટુ મેચનો ઉપયોગ કરવામાં આવી શકે છે.  અવેશ ખાન, શિમરોન હેટમાયર, ટ્રેન્ટ બોલ્ટ અને રોવમેન પોવેલને રિલીઝ કરી શકાય છે.

ગુજરાત ફ્રેન્ચાઇઝી શમી-ગિલને રિટેન કરશે

ગુજરાત ટાઇટન્સ (GT) પોતાના કેપ્ટન શુભમન ગિલ, રાશિદ ખાન અને મોહમ્મદ શમીને રિટેન કરી શકે છે. ગુજરાતની ટીમે તેનું પ્રથમ ટાઇટલ એટલે કે 2022 સીઝન જીત્યું હતું. ઉમેશ યાદવ, કેન વિલિયમ્સન, રિદ્ધિમાન સહા, નૂર મોહમ્મદ અને ડેવિડ મિલરને રીલિઝ કરવામાં આવી શકે છે. જ્યારે સાઈ સુદર્શન અને રાહુલ તેવટિયા માટે રાઈટ ટુ મેચનો ઉપયોગ કરી શકે છે

દિલ્હીની ટીમ ઋષભ પંતની કેપ્ટનશીપમાં મેદાનમાં ઉતરશે

દિલ્હી કેપિટલ્સ (DC) તેના ત્રણ સ્ટાર ખેલાડીઓ ઋષભ પંત, કુલદીપ યાદવ અને અક્ષર પટેલને રિટેન કરી શકે છે. આવી સ્થિતિમાં, તે સ્પષ્ટ છે કે આ ટીમ ફરી એકવાર પંતની કેપ્ટનશીપમાં રમવા ઉતરશે. ઓસ્ટ્રેલિયાના યુવા બેટ્સમેન જેક-ફ્રેઝર મેકગર્ક પણ દિલ્હી ફ્રેન્ચાઈઝી રિટેન કરી શકે છે.

લખનઉની ટીમ કેએલ રાહુલને બહાર કરશે?

લખનઉ સુપર જાયન્ટ્સ (એલએસજી) પણ તેના કેપ્ટન કેએલ રાહુલને રીલિઝ કરી શકે છે. તેના વિશે સસ્પેન્સ છે. આ ફ્રેન્ચાઈઝી નિકોલસ પૂરનને કેપ્ટન બનાવી શકે છે. આ રીતે નિકોલસ પૂરન સિવાય લખનઉ રવિ બિશ્નોઈ અને મયંક યાદવને રિટેન કરી શકે છે. જ્યારે વાઇસ-કેપ્ટન કૃણાલ પંડ્યા અને આયુષ બદોનીને પણ રિટેન કરવામાં આવશે.

પંજાબ કિંગ્સ માત્ર એક ખેલાડીને રિટેન કરશે

કેપ્ટન શિખર ધવન પણ પંજાબ કિંગ્સ (PBKS) ટીમમાંથી બહાર થઈ શકે છે. જ્યારે ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ એકમાત્ર એવો ખેલાડી છે જેને ફ્રેન્ચાઇઝી રિટેન કરી શકે છે.  આ સિવાય શશાંક સિંહ અને આશુતોષ શર્મા જ એવા નામ છે જેને રિટેન કરવામાં આવી શકે છે. સેમ કુરન, હર્ષલ પટેલ, જોની બેયરસ્ટો, ક્રિસ વોક્સ, સિકંદર રઝા, જીતેશ શર્મા, કગીસો રબાડા, લિયામ લિવિંગસ્ટનને ટીમ રીલિઝ કરી શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
WhatsApp પર આવ્યું ChatGPT! , જાણો હવે કેવી રીતે કરી શકશો ઉપયોગ?
WhatsApp પર આવ્યું ChatGPT! , જાણો હવે કેવી રીતે કરી શકશો ઉપયોગ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Sharemarket: ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો, ડોલર સામે રૂપિયો સૌથી નીચલા સ્તરે | Business NewsGold Rate News:એક જ દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ ગ્રામ થયો 300 રૂપિયાનો ઘટાડોMumbai Boat Accident: મુસાફરો ભરેલી બોટ ધડાકાભેર અથડાઈ નેવીની બોટ સાથે, 13 લોકોના મોતVaodara Accindet:ટેમ્પોની અડફેટે એક બાળકીનું થયું મોત, ટેમ્પોચાલકની ધરપકડ | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
WhatsApp પર આવ્યું ChatGPT! , જાણો હવે કેવી રીતે કરી શકશો ઉપયોગ?
WhatsApp પર આવ્યું ChatGPT! , જાણો હવે કેવી રીતે કરી શકશો ઉપયોગ?
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
દિલ્હી ચૂંટણી: ભાજપની લીડ દર્શાવતું એબીપી અને ન્યૂઝ 18નું નકલી બુલેટિન વાયરલ
દિલ્હી ચૂંટણી: ભાજપની લીડ દર્શાવતું એબીપી અને ન્યૂઝ 18નું નકલી બુલેટિન વાયરલ
Surat:  સુરતમાં અચાનક બેભાન થયા બાદ બે લોકોના મોત,  હાર્ટ અટેકથી મોત થયાની આશંકા
Surat: સુરતમાં અચાનક બેભાન થયા બાદ બે લોકોના મોત, હાર્ટ અટેકથી મોત થયાની આશંકા
અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર
અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર
Embed widget