IPL Auction 2022: બીજા દિવસની શરૂઆતમાં ગુજરાતના આ સ્ટાર ખેલાડી સહિત કયા સુપરસ્ટાર ક્રિકેટર ન વેચાયા ? જુઓ લિસ્ટ
IPL Auction 2022: પ્રથમ દિવસે 10 ટીમોએ મળીને 74 ખેલાડીઓને ખરીદ્યા. જેમાં 20 વિદેશી ખેલાડી પણ સામેલ છે.
IPL Auction 2022: આઈપીએલ 2022 હરાજીનો આજે બીજો દિવસ છે. પ્રથમ દિવસે 10 ટીમોએ મળીને 74 ખેલાડીઓને ખરીદ્યા. જેમાં 20 વિદેશી ખેલાડી પણ સામેલ છે. 23 ખેલાડીઓને કોઈ ખરીદદાર મળ્યા નહોતા. પ્રથમ દિવસે તમામ ટીમોએ મળીને 388 કરોડ 10 લાખ રૂપિયા ખર્ચ કર્યા. બીજા દિવસની શરૂઆત એડમ માર્કરમની હરાજીથી થઈ છે. આફ્રિકાના ખેલાડીને સનરાઇઝર્સ હૈદરાબાદે 2.60 કરોડમાં કરારબદ્ધ કર્યો છે.
બીજા દિવસની શરૂઆતમાં આ દિગ્ગજ ખેલાડીઓને ન મળ્યા કોઈ ખરીદદાર
- માર્નસ લાબુશેન
- ઈઓન મોર્ગન
- સૌરભ તિવારી
- એરોન ફિંચ
- ચેતેશ્વર પુજારા
- જેમ્સ નિશાન
- ઈશાંત શર્મા
- ક્રિસ જોર્ડન
- લુંગી એનગિડી
Cheteshwar Pujara is also UNSOLD #TATAIPLAuction @TataCompanies
— IndianPremierLeague (@IPL) February 13, 2022
ઈશાન કિશન બીજો સૌથી મોંઘો ભારતીય
દિલ્હી કેપિટલ્સે પ્રથમ દિવસે સૌથી વધુ ખેલાડીઓ ખરીદ્યા હતા. ઈશાન કિશન આજે સૌથી મોંઘો ખેલાડી બન્યો હતો. તેને મુંબઈ ઈન્ડિયન્સે 15.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. જ્યારે અવેશ ખાન સૌથી મોંઘો અનકેપ્ડ ખેલાડી હતો. તેને લખનઉએ 10 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
કઈ ટીમના પર્સમાં કેટલા રૂપિયા છે બાકી
પંજાબ કિંગ્સઃ 28 કરોડ 65 લાખ
મુંબઈ ઈન્ડિયન્સઃ 27 કરોડ 85 લાખ
ચેન્નઈ સુપર કિંગ્સઃ 20 કરોડ 45 લાખ
સનરાઇઝર્સ હૈદરાબાદઃ 20 કરોડ 15 લાખ
ગુજરાત ટાઈટન્સઃ 18 કરોડ 85 લાખ
દિલ્હી કેપિટલ્સઃ 16 કરોડ 50 લાખ
કોલકતા નાઇટ રાઇડર્સછ 12 કરોડ 65 લાખ
રાજસ્થાન રોયલ્સઃ 12 કરોડ 15 લાખ
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરઃ 9 કરોડ 25 લાખ
લખનઉ સુપર જાયન્ટ્સઃ 6 કરોડ 90 લાખ