IPL Final 2023 : ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈનો ફાઈનલ મુકાબલો જોવા પહોંચી આ બોલીવૂડ અભિનેત્રી, તસવીરો વાયરલ
ટૂર્નામેન્ટની આ મોટી મેચ જોવા માટે દેશ-વિદેશની અનેક પ્રતિષ્ઠિત હસ્તીઓ પણ પહોંચી છે અને આ દરમિયાન બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન પણ અહીં પહોંચી છે.
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2023) ની ફાઈનલ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે રમાઈ રહી છે. ટૂર્નામેન્ટની આ મોટી મેચ જોવા માટે દેશ-વિદેશની અનેક પ્રતિષ્ઠિત હસ્તીઓ પણ પહોંચી છે અને આ દરમિયાન બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન પણ અહીં પહોંચી છે. તાજેતરમાં સારા ત્યારે ચર્ચામાં આવી જ્યારે સોશિયલ મીડિયા પર ચાહકોએ નોંધ્યું કે શુભમન ગિલ અને સારાએ એકબીજાને ઈન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધા છે.
And we got better quality now courtesy Jio Cinema 🤣🫶#VickyKaushal #SaraAliKhan #GTvsCSK #IPL2023Final #ZaraHatkeZaraBachke https://t.co/T8QiH32wuK pic.twitter.com/PQtSran3D3
— A 🍁 (@scrappinthrough) May 29, 2023
આ પહેલા આ બંને વિશે એવી ઘણી ચર્ચા થઈ હતી કે બંને એકબીજાને ડેટ કરી રહ્યાં છે અને અલગ-અલગ ઈવેન્ટમાં જ્યારે બંનેને એકબીજાને ડેટ કરવા વિશે પૂછવામાં આવ્યું તો તેઓએ આ વાતોને પોતપોતાની રીતે હવા પણ આપી દીધી હતી. પરંતુ પછી અચાનક જ્યારે ગુજરાત ટાઇટન્સે મુંબઈ ઇન્ડિયન્સ સામે બીજી ક્વોલિફાયર મેચ રમવાની હતી, ત્યારે ચાહકો એ સમાચારથી ચોંકી ગયા હતા કે બંનેએ એકબીજાને અનફોલો કર્યા છે.
Vicky Kaushal and Sara Ali Khan are here to watch the IPL FINAL SHOWDOWN🔥 pic.twitter.com/IPznIqvDEL
— Jeya Suriya (@MSPMovieManiac) May 29, 2023
આ દરમિયાન તેની સાથે તેનો મિત્ર અને બોલિવૂડ સ્ટાર વિકી કૌશલ પણ હાજર હતો. સારા અલી ખાન અહીં સ્ટાઇલિશ બ્લુ જીન્સ અને વ્હાઇટ શોર્ટ ટોપ પહેરીને પહોંચી હતી, જ્યારે વિકી કૌશલ ફુલ સ્લીવ્સ સાથે લાઇટ ગ્રીન જેકેટ પહેરીને અહીં પહોંચ્યો હતો.
ગુજરાતે ચેન્નાઈને 215 રનનો ટાર્ગેટ આપ્યો
શાનદાર બેટિંગ કરતાં ગુજરાત ટાઇટન્સે 20 ઓવરમાં ચાર વિકેટે 214 રન બનાવ્યા હતા. આઈપીએલ ફાઇનલમાં આ સૌથી મોટો સ્કોર છે. અગાઉ 2016માં સનરાઈઝર્સ હૈદરાબાદે ફાઇનલમાં 20 ઓવરમાં સાત વિકેટે 208 રન બનાવ્યા હતા.
વરસાદના કારણે મેચ રોકાઈ
ચેન્નાઈની ઇનિંગ્સ શરૂ થતાં જ ભારે વરસાદે ફરી એકવાર મેચમાં વિક્ષેપ પાડ્યો હતો. ચેન્નાઈની ઈનિંગની એક ઓવર પણ પૂરી થઈ શકી નથી. મોહમ્મદ શમીએ ત્રણ બોલ ફેંક્યા અને ચેન્નાઈએ વિકેટ ગુમાવ્યા વિના ચાર રન બનાવ્યા. ઋતુરાજ ગાયકવાડ અને ડેવોન કોનવે ક્રિઝ પર છે.