IPL Mega Auction 2022 Preview : આવતીકાલે IPL મેગા ઓક્શન, લાઇવ સ્ટ્રીમિંગ ક્યાં જોઈ શકશો, જાણો
આવતીકાલથી એટલે કે 12 ફેબ્રુઆરીથી બે દિવસ સુધી બેંગ્લુરુમાં મેગા ઓક્શન યોજાશે. આ વખતે 590 પ્લેયર્સ સામે બોલી લાગશે.
IPL 2022ની તૈયારી જોરશોરથી ચાલી રહી છે. આવતીકાલથી એટલે કે 12 ફેબ્રુઆરીથી બે દિવસ સુધી બેંગ્લુરુમાં મેગા ઓક્શન યોજાશે. આ વખતે 590 પ્લેયર્સ સામે બોલી લાગશે. જેમાં 355 અનકેપ્ડ પ્લેયર્સ અને 228 કેપ્ડ પ્લેયર્સ સામેલ થશે. ઉલ્લેખનીય છે કે 2 દિવસ સુધી આ ઓક્શનમાં 10 ટીમો ભાગ લેવા જઈ રહી છે. આ વખતે નિલામી મોટા પાયે થશે, જેના કારણે હરાજી બે દિવસ (12 અને 13 ફેબ્રુઆરી) સુધી યોજાશે. આ વખતે કુલ 590 ખેલાડીઓની બોલી લગાવવામાં આવશે.
બે દિવસીય ઈવેન્ટ 500 થી વધુ ક્રિકેટરોનું ભવિષ્ય નક્કી કરશે જેમને અત્યાર સુધી તમામ 10 ટીમો દ્વારા સર્વસંમતિથી શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. જો કે, તમામ બાબતોને ધ્યાનમાં લેવામાં આવે તો, એક ટીમમાં બોર્ડમાં વધુમાં વધુ 22 ખેલાડીઓ હોઈ શકે છે અને કેટલીક ટીમોને પહેલાથી જ ચાર મળી ચૂક્યા છે.
370 ભારતીય અને 220 વિદેશી ખેલાડીઓ
IPL 2022 મેગા ઓક્શન માટે ફાઈનલ કરાયેલા 590 ખેલાડીઓમાંથી 370 ભારતીય અને 220 વિદેશી ખેલાડીઓ છે. આ હરાજીમાં ભારત બાદ ઓસ્ટ્રેલિયાના સૌથી વધુ 47 ખેલાડીઓ છે. 590 ખેલાડીઓમાંથી 228 ખેલાડીઓ એવા છે જેઓ પહેલા આંતરરાષ્ટ્રીય મેચ રમી ચૂક્યા છે. તે જ સમયે, 335 એવા ખેલાડીઓ છે જેમણે હજુ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કર્યું નથી.
પરંતુ આ બધા વચ્ચે સૌથી મોટી વાત છે કે ઓક્શન ક્યારે શરુ થશે અને તમે તેને ક્યાં જોઈ શકશો. અમે તમને અહીં તે બધાનો જવાબ આપશું
ટાટા IPL 2022 મેગા ઓક્શન ક્યારે અને ક્યાં ટેલિકાસ્ટ થશે ?
ટાટા આઈપીએલ મેગા ઓક્શન 22 બંને દિવસે એટલે કે 12 અને 13 ફેબ્રુઆરીના રોજ સવારે 11 વાગ્યાથી શરૂ થશે અને તેનું લાઈવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર થશે અને હોટસ્ટાર પર લાઈવ સ્ટ્રીમ પણ થશે.
ટાટા IPL 2022 મેગા ઓક્શન કયા સમયે શરૂ થશે ?
IPL 2022 મેગા ઓક્શન સવારે 11:00 વાગ્યે શરૂ થશે
IPL મેગા ઓક્શન 2022નું સ્થળ કયું ?
IPL મેગા ઓક્શન 2022 બેંગલુરુ ખાતે 12 અને 13 ફેબ્રુઆરી બે દિવસોમાં યોજાશે.