શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
આઇપીએલમાં મીડ સિઝન ટ્રાન્સફર શરૂ, જાણો એકપણ મેચ ના રમેલો ગેલ કઇ રીતે બીજી ટીમમાંથી રમી શકે છે.....
મીડ સિઝન ટ્રાન્સફર વિન્ડોની મદદથી ફ્રેન્ચાઇઝી પોતાની ટીમનુ બેલેન્સ યોગ્ય રીતે કરી શકે છે. ક્રિસ ગેલ, અજિંક્યે રહાણે, નાથન કુલ્ટર નાઇલ અને ઇમરાન તાહિર જેવા મોટા સ્ટાર્સ બીજી ટીમોમાંથી રમતા દેખાઇ શકે છે
નવી દિલ્હીઃ આઇપીએલ 2020ની અડધી સિઝન પુરી થઇ ચૂકી છે. તમામ ટીમો સાત-સાત મેચ રમી ચૂકી છે. આની સાથે જ મીડ સિઝન ટ્રાન્સફર વિન્ડો ખુલી ગઇ છે. આ અંતર્ગત પ્લેયર્સ બે ટીમોની આપસી સહમતિથી ફ્રેન્ચાઇઝી બદલી શકે છે. મીડ સિઝન ટ્રાન્સફર વિન્ડોની મદદથી ફ્રેન્ચાઇઝી પોતાની ટીમનુ બેલેન્સ યોગ્ય રીતે કરી શકે છે. ક્રિસ ગેલ, અજિંક્યે રહાણે, નાથન કુલ્ટર નાઇલ અને ઇમરાન તાહિર જેવા મોટા સ્ટાર્સ બીજી ટીમોમાંથી રમતા દેખાઇ શકે છે.
શું છે મીડ સિઝન ટ્રાન્સફર વિન્ડો
આમાં તે જ ખેલાડી ભાગ લઇ શકે છે, જેને ટ્રાન્સફરના સમયે પોતાની ટીમ માટે 2થી વધુ મેચ ના રમી હોય, આ ઉપરાંત કોઇપણ પ્લેયરનુ ટ્રાન્સફર તેની પરમિશન બાદ જ થશે. ગયા વર્ષે આઇપીએલમાં મીડ સિઝન ટ્રાન્સફર વિન્ડોની શરૂઆત થઇ હતી. આઇપીએલ 2019માં અનકેપ્ડ ખેલાડીઓના લૉન ટ્રાન્સફર માટે પાંચ દિવસ વિન્ડો ખુલી હતી, આ વર્ષે કેપ્ડ ખેલાડીઓને પણ લૉન પર આપવામાં આવશે. કોઇપણ ફ્રેન્ચાઇઝીને લોન રકમ 50 ટકા ભાગ રજિસ્ટ્રેશનના 7 દિવસની અંદર અને બાકીની રકમ સિઝનની છેલ્લી મેચના 7 દિવસની અંદર આપવાના રહેશે.
મીડ સિઝન ટ્રાન્સફર માટે 90 ખેલાડી યોગ્ય
મીડ સિઝન ટ્રાન્સફર માટે મુંબઇ ઇન્ડિયન્સના 13, દિલ્હી કેપિટલ્સના 9, કોલકત્તા નાઇટ રાઇડર્સના 10, રૉયલ ચેલેન્જર્સ બેગ્લૉરના 11, સનરાઇઝર્સ હૈદરાબાદના 13, રાજસ્થાન રૉયલ્સના 11, ચેન્નાઇ સુપર કિંગ્સના 10, કિંગ્સ ઇલેવન પંજાબના 13 ખેલાડી યોગ્ય છે.
ક્રિસ ગેલ- કિંગ્સ ઇલેવન પંજાબ
પંજાબ તરફથી ઓપનર બેટ્સમેન મયંક અગ્રવાલ અને કેએલ રાહુલ સારા ફોર્મમાં છે. આ કારણે અત્યાર સુધી ગેલને એકપણ મેચ રમવાનો મોકો નથી મળ્યો. ટી20 ક્રિકેટના બાદશાહ ગેલ પર કોલકત્તાની ટીમ બોલી લગાવી શકે છે. કોલકત્તાની ઓપનિંગ જોડી માટે પરેશાન છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
મનોરંજન
Advertisement
gujarati.abplive.com
Opinion