શોધખોળ કરો
ઇશાન્ત શર્માના નામે ટેસ્ટ ક્રિકેટમાં નોંધાયો આ ખાસ રેકોર્ડ, જાણો વિગતે
32 વર્ષીય ઇશાન્ત શર્માએ પોતાની ટેસ્ટ કેરિયરની શરૂઆ વર્ષ 2007માં રાહુલ દ્રવિડની કેપ્ટનશીપમાં કરી હતી, ઇશાન્તે બાંગ્લાદેશ સામે પોતાનુ ટેસ્ટ ડેબ્યુ કર્યુ હતુ
![ઇશાન્ત શર્માના નામે ટેસ્ટ ક્રિકેટમાં નોંધાયો આ ખાસ રેકોર્ડ, જાણો વિગતે ishant sharma becomes second indian bowler who played 100 test match ઇશાન્ત શર્માના નામે ટેસ્ટ ક્રિકેટમાં નોંધાયો આ ખાસ રેકોર્ડ, જાણો વિગતે](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/24201300/Ishant-Sharma-01.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
(પ્રતિકાત્મક તસવીર)
નવી દિલ્હીઃ ભારતીય ટીમ ઇંગ્લેન્ડ સામે અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં ત્રીજી ટેસ્ટ એટલે કે ડે-નાઇટ ટેસ્ટ રમી રહી છે. ચાર ટેસ્ટની આ ત્રીજી ટેસ્ટ છે અને ભારત માટે મહત્વની છે. પરંતુ આ ટેસ્ટ ભારતીય સ્ટાર બૉલર ઇશાન્ત શર્મા માટે પણ મહત્વની અને ઐતિહાસિક છે. કેમકે આજની મેચથી ઇશાન્ત શર્મા 100 ટેસ્ટ રમનાનો બીજો ભારતીય બૉલર બની ગયો છે. આ સાથે ઇશાન્તે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી લીધી છે. આ પહેલા ભારત તરફથી કપિલ દેવ આ પરાક્રમ કરી ચૂક્યો છે.
તાજેતરમાં જ ઇશાન્ત શર્માએ ઇંગ્લેન્ડ વિરુદ્ધ પોતાની ટેસ્ટ ક્રિકેટમાં 300 વિકેટો પણ પુરી કરી છે.
32 વર્ષીય ઇશાન્ત શર્માએ પોતાની ટેસ્ટ કેરિયરની શરૂઆ વર્ષ 2007માં રાહુલ દ્રવિડની કેપ્ટનશીપમાં કરી હતી, ઇશાન્તે બાંગ્લાદેશ સામે પોતાનુ ટેસ્ટ ડેબ્યુ કર્યુ હતુ.
બન્યો 100મી ટેસ્ટ રમનારો 12મો ભારતીય ખેલાડી...
આજની ટેસ્ટ મેચ સાથે જ ઇશાન્ત શર્મા 100ની ટેસ્ટ રમનારો 12મો ભારતીય ખેલાડી બની ગયો છે.
આ લિસ્ટમાં અત્યાર સુધી સચિન તેંદુલકર (200), રાહુલ દ્રવિડ (163), વીવીએસ લક્ષ્મણ (134), અનિલ કુંબલે (132), કપિલ દેવ (131), સુનિલ ગાવસ્કર (125), દિલિપ વેંગસરકર (116), સૌરવ ગાંગુલી (113), વિરેન્દ્ર સહેવાગ (103) અને હરભજન સિંહ (103) 100 કે તેનાથી વધુ ટેસ્ટ રમી ચૂક્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)