રવીન્દ્ર જાડેજાએ માન્ચેસ્ટરમાં તમામ રેકોર્ડ તોડી નાંખ્યા, 23 વર્ષ બાદ કોઈ ભારતીય ખેલાડીએ ઈતિહાસ રચ્યો
ભારતીય ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ ઇંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કરતા 6ઠ્ઠા કે નીચલા ક્રમે 5 અડધી સદી ફટકારી VVS લક્ષ્મણના 23 વર્ષ જૂના રેકોર્ડની બરાબરી કરી.

Ravindra Jadeja 1000 runs in England: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ ઇંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટ મેચમાં માન્ચેસ્ટર ખાતે ઐતિહાસિક પ્રદર્શન કર્યું છે. તેણે 23 વર્ષ પહેલા VVS લક્ષ્મણ દ્વારા સ્થાપિત રેકોર્ડની બરાબરી કરતા, 6 નંબર કે તેથી નીચેના ક્રમે બેટિંગ કરતા આ શ્રેણીમાં પાંચમી વખત અડધી સદી ફટકારી છે. આ ઉપરાંત, જાડેજાએ ઇંગ્લેન્ડની ધરતી પર 1000 થી વધુ રન અને 30 થી વધુ વિકેટ લેનાર પ્રથમ એશિયન ખેલાડી બનીને એક અનોખો રેકોર્ડ બનાવ્યો છે. તેની આ શ્રેણીમાં અત્યાર સુધીમાં 400 થી વધુ રન બનાવ્યા છે અને માન્ચેસ્ટર ટેસ્ટમાં 72 રન પર બેટિંગ કરી રહ્યો છે.
VVS લક્ષ્મણના રેકોર્ડની બરાબરી
રવીન્દ્ર જાડેજાએ આ શ્રેણીમાં પાંચમી વખત અડધી સદી ફટકારી છે. ટેસ્ટ ક્રિકેટમાં, જાડેજા સામાન્ય રીતે 6 નંબર કે તેથી નીચેના ક્રમે બેટિંગ કરવા આવે છે. આ શ્રેણીમાં છઠ્ઠા નંબર પર બેટિંગ કરતા પાંચ અડધી સદી ફટકારીને, તેણે ભારતીય ક્રિકેટના દિગ્ગજ બેટ્સમેન VVS લક્ષ્મણના 23 વર્ષ જૂના રેકોર્ડની બરાબરી કરી છે, જેમણે અગાઉ આ સિદ્ધિ હાંસલ કરી હતી.
1⃣0⃣0⃣0⃣ Test runs in England & going solid 💪 💪
— BCCI (@BCCI) July 27, 2025
Well done, Ravindra Jadeja 👍
Updates ▶️ https://t.co/L1EVgGu4SI#TeamIndia | #ENGvIND | @imjadeja pic.twitter.com/makPRXnlsb
ઇંગ્લેન્ડની ધરતી પર અનોખો રેકોર્ડ
જાડેજાએ માન્ચેસ્ટરમાં ઇતિહાસ રચ્યો છે, જ્યારે તેણે ઇંગ્લેન્ડમાં ટેસ્ટ મેચ રમતી વખતે 1000 રન પૂરા કર્યા છે. આ સિદ્ધિ હાંસલ કરનાર તે 7મો એશિયન ખેલાડી બન્યો છે. આ ઉપરાંત, જાડેજાએ ઇંગ્લેન્ડમાં 30 થી વધુ વિકેટો પણ લીધી છે. ઇંગ્લેન્ડની ધરતી પર અત્યાર સુધીમાં 18 એશિયન ખેલાડીઓએ 30 થી વધુ વિકેટો લેવાનું કારનામું કર્યું છે.
પરંતુ, સૌથી નોંધપાત્ર વાત એ છે કે, અત્યાર સુધી એવો કોઈ ખેલાડી નહોતો જેણે ઇંગ્લેન્ડમાં 30 થી વધુ વિકેટો લીધી હોય અને 1000 થી વધુ રન પણ બનાવ્યા હોય. આ અનોખો ડબલ રેકોર્ડ રવીન્દ્ર જાડેજાએ અંગ્રેજોના ઘરમાં પોતાના નામે કરીને ઇતિહાસ રચ્યો છે. જાડેજા આવું કરનાર પ્રથમ ખેલાડી બન્યો છે, જે તેની ઓલરાઉન્ડ પ્રતિભાનો ઉત્તમ દાખલો છે.
Another day, another solid half-century! 👌
— BCCI (@BCCI) July 27, 2025
Ravindra Jadeja now has 5 fifties in the last 6 Test innings 🙌
Updates ▶️ https://t.co/L1EVgGu4SI#TeamIndia | #ENGvIND | @imjadeja pic.twitter.com/eKxPb2VmgM
ઇંગ્લેન્ડ પ્રવાસનું સફળ પ્રદર્શન
ઇંગ્લેન્ડનો આ પ્રવાસ રવીન્દ્ર જાડેજા માટે અત્યંત સફળ સાબિત થઈ રહ્યો છે. તેની બેટિંગથી ટીમને ઘણા મહત્વપૂર્ણ રન મળ્યા છે. જાડેજાએ તેની છેલ્લી 6 ઇનિંગ્સમાંથી પાંચમાં અડધી સદી ફટકારી છે, જે તેની સતત ફોર્મને દર્શાવે છે. ઇંગ્લેન્ડ સામેની આ શ્રેણીમાં તેણે અત્યાર સુધીમાં 400 થી વધુ રન બનાવ્યા છે. હાલમાં ચાલી રહેલી માન્ચેસ્ટર ટેસ્ટ મેચમાં પણ તે 128 ઓવરની રમતમાં 72 રનના વ્યક્તિગત સ્કોર પર બેટિંગ કરી રહ્યો છે અને છેલ્લી સાત ઇનિંગ્સમાંથી ત્રણ વખત અણનમ રહ્યો છે.




















