શોધખોળ કરો
Advertisement
જેમ્સ એન્ડરસન 150 ટેસ્ટ મેચ રમનાર દુનિયાનો પ્રથમ ઝડપી બોલર
તે સિવાય ઇગ્લેન્ડના જ ઝડપી બોલર સ્ટુઅર્ટ બ્રોડ એવો બીજો ઝડપી બોલર છે જેણે સૌથી વધુ ટેસ્ટ મેચ રમી છે
નવી દિલ્હીઃ ઇગ્લેન્ડના ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસન 150 ટેસ્ટ મેચ રમનાર દુનિયાનો પ્રથમ ઝડપી બોલર બની ગયો છે. એન્ડરસને સેન્ચુરિયનના સુપરસ્પોર્ટ મેદાન પર ગુરુવારથી શરૂ થયેલી સાઉથ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં આ સિદ્ધિં હાંસલ કરી હતી. એન્ડરસને પોતાની અંતિમ ટેસ્ટ એશિઝ સીરિઝમાં રમી હતી. પરંતુ ત્યારબાદ તે ઇજાગ્રસ્ત થવાના કારણે ઘણા સમય સુધી ટેસ્ટ રમી શક્યો નહોતો. સાઉથ આફ્રિકા સામે એન્ડરસનની વાપસી થઇ છે. એન્ડરસને મેચની પ્રથમ બોલ પર ડીન એલ્ગરને આઉટ કર્યો હતો.
તે સિવાય ઇગ્લેન્ડના જ ઝડપી બોલર સ્ટુઅર્ટ બ્રોડ એવો બીજો ઝડપી બોલર છે જેણે સૌથી વધુ ટેસ્ટ મેચ રમી છે. બ્રોડે અત્યાર સુધી 135 ટેસ્ટ મેચ રમી છે. વેસ્ટ ઇન્ડિઝના પૂર્વ ઝડપી બોલર કર્ટની વોલ્શે 132 ટેસ્ટ મેચ સાથે ત્રીજા નંબર પર છે. 37 વર્ષના એન્ડરસને 20 વર્ષની ઉંમરમાં ટેસ્ટ કરિયરની શરૂઆત કરી હતી. એન્ડરસના કહેવા પ્રમાણે તે 2021ની એશિઝની સીરિઝ સુધી રમવા માંગે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement