Jasprit Bumrah and Shreyas Iyer: ટીમ ઇન્ડિયા માટે સારા સમાચાર, જલદી વાપસી કરશે આ સ્ટાર બોલર
ભારતીય બોર્ડે મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ ઐય્યરની તબિયત અંગે પણ અપડેટ આપી છે
Jasprit Bumrah and Shreyas Iyer: ભારતીય ખેલાડીઓ હાલમાં ઈન્ડિયન પ્રીમિયર લીગમાં પોતાનું કૌશલ્ય બતાવી રહ્યા છે. પરંતુ આ દરમિયાન ટીમ ઈન્ડિયા માટે એક સારા સમાચાર આવ્યા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ જણાવ્યું હતું કે સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ પીઠની સર્જરી બાદ હવે ધીરે ધીરે સ્વસ્થ થઇ રહ્યો છે.
🚨 NEWS 🚨
— BCCI (@BCCI) April 15, 2023
Medical Update: Jasprit Bumrah and Shreyas Iyer
Details 🔽 #TeamIndiahttps://t.co/LKYAQi5SIn
BCCI અનુસાર, બુમરાહે બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમીમાં રિહેબ પણ શરૂ કરી દીધું છે. આવી સ્થિતિમાં આ વર્ષના અંતમાં યોજાનાર ODI વર્લ્ડ કપ પહેલા બુમરાહ સંપૂર્ણ રીતે ફિટ થઈ જશે અને લયમાં પરત ફરશે તેવી આશા રાખી શકાય છે.
શ્રેયસની આગામી સપ્તાહે સર્જરી થશે
ભારતીય બોર્ડે મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ ઐય્યરની તબિયત અંગે પણ અપડેટ આપી છે. તેણે કહ્યું છે કે શ્રેયસ હાલમાં પીઠની ઈજાથી ઝઝૂમી રહ્યો છે. આવતા અઠવાડિયે તેની પીઠની સર્જરી થશે. આવી સ્થિતિમાં, એવી આશંકા છે કે શ્રેયસ વર્લ્ડ કપ સુધી ફિટ નહીં થાય. ટીમ ઈન્ડિયા માટે પણ આ સૌથી મોટું ટેન્શન છે.
BCCIએ એક નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે, 'જસપ્રીત બુમરાહની ન્યૂઝીલેન્ડમાં પીઠની સર્જરી થઈ હતી, જે સફળ રહી હતી. તેમને હવે પીડા પણ નથી. ફાસ્ટ બોલર બુમરાહને સ્પેશિયાલિસ્ટે સર્જરીના 6 અઠવાડિયા પછી રિહેબ શરૂ કરવાનું કહ્યું હતું. આવી સ્થિતિમાં હવે બુમરાહે શુક્રવારથી એનસીએમાં રિહેબ શરૂ કરી દીધું છે.
શ્રેયસ બે અઠવાડિયા પછી NCA આવશે
બીસીસીઆઈએ પોતાના નિવેદનમાં આગળ કહ્યું હતું કે 'શ્રેયસને પણ પીઠની સર્જરી કરાવવી પડશે. આ સર્જરી આવતા સપ્તાહે થવાની છે. તે લગભગ બે અઠવાડિયા સુધી ડોક્ટરોની દેખરેખમાં રહેશે. આ પછી તે રિહેબ માટે એનસીએ આવશે. ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમે પણ 7 જૂનથી ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ રમવાની છે. આમાં બુમરાહના રમવાની ઘણી ઓછી આશા છે.
બુમરાહ 6 મહિનાથી ક્રિકેટ રમ્યો નથી
બુમરાહે ભારતીય ટીમ માટે છેલ્લી મેચ 25 સપ્ટેમ્બર 2022ના રોજ રમી હતી. તે આઇપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમે છે. પરંતુ ઈજાના કારણે વર્તમાન સીઝનમાંથી બહાર રહ્યો હતો. જ્યારે શ્રેયસ આ વર્ષે 9 માર્ચે છેલ્લી મેચ રમ્યો હતો. તે આઇપીએલમાં કોલકાતા નાઈટ રાઈડર્સનો કેપ્ટન હતો, પરંતુ ઈજાને કારણે તે સીઝનમાંથી બહાર થઈ ગયો હતો.