(Source: ECI/ABP News/ABP Majha)
જસપ્રીત બુમરાહે ખાસ યાદીમાં પોતાનું સ્થાન બનાવ્યું, આવુ કરનારો છઠ્ઠો ભારતીય બોલર બન્યો
ભારતીય ટીમના ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહે બાંગ્લાદેશ સામેની ચેન્નાઈ ટેસ્ટ મેચમાં બોલ સાથે શાનદાર પ્રદર્શન કર્યું હતું જેમાં તેણે મહેમાન ટીની પ્રથમ ઇનિંગમાં કુલ 4 વિકેટ ઝડપી હતી.
INDvsBAN: ભારતીય ટીમના ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહે બાંગ્લાદેશ સામેની ચેન્નાઈ ટેસ્ટ મેચમાં બોલ સાથે શાનદાર પ્રદર્શન કર્યું હતું જેમાં તેણે મહેમાન ટીની પ્રથમ ઇનિંગમાં કુલ 4 વિકેટ ઝડપી હતી. આ સાથે બુમરાહે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની 400 વિકેટ પણ પૂરી કરી લીધી. ભારતીય ટીમના ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહે લાંબા વિરામ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરતા બાંગ્લાદેશ સામે ચેન્નાઈ ટેસ્ટમાં ફરી એકવાર પોતાની બોલિંગથી બધાને પ્રભાવિત કર્યા છે.
ભારતના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે બાંગ્લાદેશના હસન મહમૂદની વિકેટ લીધા બાદ એક ખાસ યાદીમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. જસપ્રીત બુમરાહ ભારત તરફથી 400 વિકેટ લેનારો છઠ્ઠો બોલર બન્યો છે. પૂર્વ ભારતીય કેપ્ટન કપિલ દેવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 687 વિકેટ લીધી છે. જેમાં વનડે અને ટેસ્ટ બંનેની વિકેટનો સમાવેશ થાય છે. તે ભારત માટે સૌથી વધુ વિકેટ ઝડપનાર ઝડપી બોલર છે.
ભારતના શ્રેષ્ઠ લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર ઝહીર ખાને ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કુલ 597 વિકેટ લીધી છે. ભારત માટે સૌથી વધુ વિકેટ લેનારા ઝડપી બોલરોની યાદીમાં તે બીજા સ્થાને છે.
ભારતના દિગ્ગજ ઝડપી બોલર જવાગલ શ્રીનાથના નામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કુલ 551 વિકેટ છે. આ ખાસ યાદીમાં તે ત્રીજા નંબર પર હાજર છે. ભારતીય ઝડપી બોલર મોહમ્મદ શમીએ અત્યાર સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારત માટે 448 વિકેટ ઝડપી છે. ઈજાના કારણે તે હાલ ભારતીય ટીમની બહાર છે.
ઈશાંત શર્મા પણ ભારતના મહાન ઝડપી બોલરોમાંથી એક છે. તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 434 વિકેટ લીધી છે. તે લાંબા સમયથી ભારતીય ટીમની બહાર છે. ભારતના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહે 400 આંતરરાષ્ટ્રીય વિકેટ લેવાની યાદીમાં પ્રવેશ કર્યો છે. બાંગ્લાદેશ સામે 3 વિકેટ લઈને તે 400 વિકેટ લેનાર છઠ્ઠો ભારતીય ઝડપી બોલર બન્યો છે.
જસપ્રીત બુમરાહે જાન્યુઆરી 2016માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું, જેમાં તેણે અત્યાર સુધીમાં ODIમાં 149 અને T20માં 89 વિકેટ ઝડપી છે. આ સિવાય બુમરાહે અત્યાર સુધી ટેસ્ટમાં 163 વિકેટ ઝડપી છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં, બુમરાહ ભારત તરફથી છઠ્ઠો ફાસ્ટ બોલર બન્યો છે જેણે 400 કે તેથી વધુ વિકેટ લીધી હોય. આ સાથે જસપ્રીત બુમરાહ હવે કપિલ દેવ અને ઝહીર ખાનની એક્સક્લુઝિવ ક્લબનો હિસ્સો બની ગયો છે. બુમરાહ પહેલા કપિલ દેવ, ઝહીર ખાન, જવાગલ શ્રીનાથ, મોહમ્મદ શમી, ઈશાંત શર્માએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ભારત તરફથી રમતા ઝડપી બોલર તરીકે 400 વિકેટનો આંકડો પાર કર્યો છે. જસપ્રીત બુમરાહ હાલમાં ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે 10માં નંબર પર છે.