Team India: ટીમમાં વાપસી માટે જોરદાર પ્રેક્ટિસ કરી રહ્યાં છે, આ ત્રણ ભારતીય સ્ટાર્સ, ક્યારે આવશે મેદાનમાં ?
બીસીસીઆઇના સીનિયર અધિકારીએ જાડેજા અને બુમરાહની વાપસીને લઇને કહ્યું કે, જાડેજા અને બુમરાહ બન્ને પુરેપુરી રીતી ફિટ છે, તે બન્ને શાનદાર કરી રહ્યાં છે
India vs Sri Lanka: ભારત અને શ્રીલંકા વચ્ચેની ત્રણ મેચોની ટી20 અને ત્રણ વનડે મેચોની સીરીઝની શરૂઆત આગામી 3 જાન્યુઆરી 2023થી થઇ રહી છે. શ્રીલંકા સામે રમાનારી આ સીરીઝ માટે જલદી ટીમ ઇન્ડિયાનું એલાન થઇ શકે છે. રિપોર્ટ અનુસાર મંગળવારે શ્રીલંકા વિરુદ્ધ વનડે અને ટી20 સીરીઝ માટે ટીમ ઇન્ડિયાની જાહેરા થશે.
વનડે સીરીઝમાં થઇ શકે છે રોહિત, બુમરાહ, જાડેજા અને શમીની વાપસી -
ટીમ ઇન્ડિયાની સ્ક્વૉડનું એલાન આગામી અઠવાડિયે થઇ શકે છે, આને લઇને બીસીસીઆઇના એક સીનિયર અધિકારીએ ઇનસાઇડસ્પોર્ટ્સને કહ્યું કે, રોહિતનું હાલમાં 10 ટકા ફિટ હોવાનુ બાકી છે, અમે ઇજાને લઇને કોઇ રિસ્ક લેવા નથી માંગતા, જાડેજા અને બુમરાહની એનસીએમાં વાપસી થઇ ગઇ છે. જો તે ફિટનેસ ટેસ્ટ ક્લિયર કરી દે છે, તો તે સિલેક્શન માટે ઉપલબ્ધ રહેશે, પણ વનડેના વર્કલૉડને ધ્યાનમાં રાખતા આ નેચરલ છે કે, તે બહુ જ જલદી વનડેમાં વાપસી કરશે, અમે હાલમાં ટી20 પર ફોકસ નથી કરવી રહ્યાં.
બીસીસીઆઇના સીનિયર અધિકારીએ જાડેજા અને બુમરાહની વાપસીને લઇને કહ્યું કે, જાડેજા અને બુમરાહ બન્ને પુરેપુરી રીતી ફિટ છે, તે બન્ને શાનદાર કરી રહ્યાં છે. બુમરાહે ફૂટ ટાઇમ બૉલિંગ શરૂ કરી દીધી છે. જાડેજાએ પણ બૉલિંગ કરવાનુ શરૂ કરી દીધુ છે, તે બન્ને સિલેક્શન માટે ઉપલબ્ધ છે.
🚨 NEWS 🚨: BCCI announces schedule for Mastercard home series against Sri Lanka, New Zealand & Australia. #TeamIndia | #INDvSL | #INDvNZ | #INDvAUS | @mastercardindia
— BCCI (@BCCI) December 8, 2022
More Details 🔽https://t.co/gEpahJztn5
ભારત-શ્રીલંકા T20/ODI શેડ્યૂલ
શ્રીલંકા તેના ભારત પ્રવાસની શરૂઆત T20 શ્રેણીથી કરશે. T20 શ્રેણીની પ્રથમ મેચ 3 જાન્યુઆરીએ મુંબઈમાં, બીજી મેચ 5 જાન્યુઆરીએ પુણેમાં જ્યારે ત્રીજી અને અંતિમ મેચ 7 જાન્યુઆરીએ રાજકોટમાં રમાશે. આ શ્રેણી બાદ બંને દેશોની વનડે શ્રેણીનું આયોજન કરવામાં આવશે. વનડે શ્રેણીની પ્રથમ મેચ 10 જાન્યુઆરીએ ગુવાહાટીમાં, બીજી મેચ 12 જાન્યુઆરીએ કોલકાતામાં જ્યારે ત્રીજી અને અંતિમ વનડે 15 જાન્યુઆરીએ તિરુવનંતપુરમમાં રમાશે.
ભારત શ્રીલંકા હેડ ટુ હેડ
T20 ઈન્ટરનેશનલમાં ભારતીય ટીમ શ્રીલંકા પર ભારે છે. બંને દેશો વચ્ચે અત્યાર સુધીમાં 26 મેચ રમાઈ છે. જેમાં ભારતે 17 અને શ્રીલંકાએ 8 મેચ જીતી છે. આ દરમિયાન મેચનું પરિણામ આવ્યું ન હતું. વનડેમાં પણ શ્રીલંકા સામે ભારતનો દબદબો છે. બંને દેશો વચ્ચે અત્યાર સુધીમાં 162 વનડે રમાઈ છે, જેમાં ટીમ ઈન્ડિયાએ 93 અને શ્રીલંકાએ 57 મેચ જીતી છે. આ દરમિયાન એક મેચ ટાઈ રહી હતી જ્યારે 11 મેચનું પરિણામ આવ્યું ન હતું.