રોહિત શર્મા જતા જ આ ખેલાડી બની જશે ટીમનો કેપ્ટન, જાણો રેસમાં કોણ છે આગળ...
Rohit Sharma Team India Captain: ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીમાં ખરાબ પ્રદર્શન બાદ રોહિત શર્માના બહાર થવાની અટકળો, જસપ્રીત બુમરાહ કેપ્ટન બનવાની રેસમાં મોખરે.
Team India New Captain: ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીમાં સંઘર્ષ કરી રહી છે. મળેલી હાર બાદ ટીમમાં બદલાવની અટકળો તેજ બની છે. રિપોર્ટ્સ અનુસાર, કેપ્ટન રોહિત શર્મા સિડની ટેસ્ટમાંથી બહાર થઈ શકે છે, જેના કારણે ટીમમાં નવા કેપ્ટનની શોધ શરૂ થઈ ગઈ છે. જસપ્રીત બુમરાહ કેપ્ટન બનવાની રેસમાં સૌથી આગળ છે.
રોહિત શર્માનું ખરાબ પ્રદર્શન
'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ મુજબ, રોહિત શર્માને સિડની ટેસ્ટ માટે આરામ આપવામાં આવી શકે છે. તેનું કારણ છે તેમનું બેટિંગમાં નિષ્ફળ પ્રદર્શન. તેઓ મેલબોર્ન અને બ્રિસ્બેન ટેસ્ટમાં પણ ખાસ પ્રદર્શન કરી શક્યા ન હતા. એડિલેડ ટેસ્ટમાં પણ તેમનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. વોર્મ-અપ મેચમાં પણ તેઓ માત્ર 3 રન બનાવી શક્યા હતા.
જો રોહિત બહાર થશે તો કેપ્ટન કોણ?
જો રોહિત શર્મા ટીમમાંથી બહાર થાય છે, તો જસપ્રીત બુમરાહને કેપ્ટન બનાવવામાં આવી શકે છે. બુમરાહે અગાઉ ઓસ્ટ્રેલિયા સામેની પર્થ ટેસ્ટમાં પણ કેપ્ટનશીપ કરી હતી, જેમાં ભારતે 295 રને જીત મેળવી હતી. તે મેચમાં બુમરાહ 'પ્લેયર ઓફ ધ મેચ' પણ રહ્યો હતો. તેણે મેચમાં કુલ 8 વિકેટ લીધી હતી, જેમાં પ્રથમ ઇનિંગમાં 5 અને બીજી ઇનિંગમાં 3 વિકેટનો સમાવેશ થાય છે.
ટીમમાં હલચલ કેમ?
ભારતીય ટીમનું તાજેતરનું પ્રદર્શન ચિંતાજનક રહ્યું છે. ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં હાર બાદ ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીમાં પણ ટીમનું પ્રદર્શન સારું રહ્યું નથી. શરૂઆતની એક ટેસ્ટ જીત્યા બાદ ટીમ બે ટેસ્ટ હારી ગઈ છે અને એક ડ્રો રહી છે. હવે શુક્રવારથી સિડનીમાં શ્રેણીની છેલ્લી મેચ રમાશે. આ પરિસ્થિતિને જોતા ટીમમાં બદલાવની શક્યતા છે અને કેપ્ટનશીપમાં ફેરબદલ થવાની સંભાવનાથી ટીમમાં હલચલ મચી શકે છે.
ટીમ ઈન્ડિયા માટે સૌથી મોટી ચિંતા કેપ્ટન રોહિત શર્માનું ખરાબ ફોર્મ છે. રોહિત પહેલા મિડલ ઓર્ડરમાં રન બનાવવા નિષ્ફળ રહ્યો અને પછી ઓપનિંગમાં પણ સંપૂર્ણપણે ફ્લોપ રહ્યો હતો. આ સિરીઝમાં અત્યાર સુધી રોહિત માત્ર 31 રન જ બનાવી શક્યો છે. તે માત્ર એક જ વખત ડબલ ડિજિટ સુધી પહોંચી શક્યો છે.
આ પણ વાંચો....
વિરાટ કોહલી અને રોહિત શર્મા નિવૃત્તિ લેશે! પૂર્વ ભારતીય દિગ્ગજ ક્રિકેટરે કરી મોટી ભવિષ્યવાણી