શોધખોળ કરો

T20 World Cup માંથી હજુ બહાર નથી થયો જસપ્રીત બુમરાહ, BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ આપ્યું મોટું નિવેદન

T20 World Cup: ઓસ્ટ્રેલિયામાં રમાનારા ટી20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયા માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ટીમ ઈન્ડિયાનો નંબર વન ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ હજુ ટી20 વર્લ્ડ કપમાંથી બહાર નથી થયો.

T20 World Cup: ઓસ્ટ્રેલિયામાં રમાનારા ટી20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયા માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ટીમ ઈન્ડિયાનો નંબર વન ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ હજુ ટી20 વર્લ્ડ કપમાંથી બહાર નથી થયો. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના પ્રમુખ સૌરવ ગાંગુલીએ કહ્યું છે કે, વર્લ્ડ કપ શરૂ થવામાં હજુ સમય બાકી છે, તેથી બુમરાહના રમવાની આશા રાખી શકાય.

સૌરવ ગાંગુલીએ એક ન્યૂઝ વેબસાઈટ સાથે વાત કરતા કહ્યું કે જસપ્રીત બુમરાહ વર્લ્ડ કપમાંથી બહાર નથી થયો અને તેના વિશે કંઈપણ કહેવું વહેલું છે. BCCI પ્રમુખે કહ્યું, જસપ્રીત બુમરાહ ટી20 વર્લ્ડ કપમાંથી બહાર નથી થયો. વર્લ્ડ કપ શરૂ થવાને હજી થોડો સમય છે. આપણે રાહ જોવી જોઈએ અને ઉતાવળમાં કંઈપણ ન બોલવું જોઈએ.

આ પહેલા એવા અહેવાલ હતા કે જસપ્રીત બુમરાહ પીઠના દુખાવાની સમસ્યાને કારણે ટી20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો છે. વાસ્તવમાં જસપ્રીત બુમરાહ કમરના દુખાવાની સમસ્યાને કારણે એશિયા કપનો ભાગ પણ બની શક્યો ન હતો. પરંતુ ઓસ્ટ્રેલિયા સામેની ટી20 સીરીઝ માટે જસપ્રીત બુમરાહને ટીમમાં પસંદ કરવામાં આવ્યો હતો.

 ટી-20 સીરિઝમાં ઇજાગ્રસ્ત બુમરાહના સ્થાને આ ફાસ્ટ બોલરનો સમાવેશ

 ટીમ ઈન્ડિયાના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ઈજાના કારણે સાઉથ આફ્રિકા સામેની સીરિઝમાંથી બહાર થઇ ગયો છે. જસપ્રીત બુમરાહના સ્થાન પર મોહમ્મદ સિરાજને ટીમમાં સામેલ કરાયો છે. બીસીસીઆઇએ ટ્વિટ કરી આ જાણકારી આપી હતી. 

યુવા બોલર સિરાજે ભારત માટે ઘણા પ્રસંગોએ શાનદાર પ્રદર્શન કર્યું છે. તેને ટી20 વર્લ્ડ કપ 2022 માટે પણ તક મળી શકે છે. BCCIએ ટ્વિટર દ્વારા સિરાજને ટીમમાં સામેલ કરવાની જાણકારી આપી હતી. બુમરાહ ઈજાના કારણે બહાર જઈ રહ્યો હતો. તે નેશનલ ક્રિકેટ એકેડમીમાં ફિટનેસ પર કામ કરી રહ્યો હતો. આ પછી તેને ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી ટી-20 સીરીઝ માટે ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો હતો. બુમરાહ બીજી અને ત્રીજી ટી20 મેચ રમ્યો હતો. પરંતુ તે પછી તેને પીઠની ઈજાને કારણે તકલીફ થવા લાગી. તે દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ ટી20 મેચમાં રમી શક્યો નહોતો.

હવે બુમરાહ સીરિઝમાંથી આઉટ થતાં સિરાજને તક આપવામાં આવી છે. મોહમ્મદ સિરાજે ટી20 ફોર્મેટમાં સારું પ્રદર્શન કર્યું છે. તે ઈન્ડિયન પ્રીમિયર લીગ મારફતે ચમક્યો હતો. આ પછી તેણે વર્ષ 2017 માં ન્યુઝીલેન્ડ સામે રમીને ટી20 આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કર્યું. સિરાજે અત્યાર સુધીમાં 5 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. આ દરમિયાન તેણે 5 વિકેટ ઝડપી છે. સિરાજે છેલ્લી T20 આંતરરાષ્ટ્રીય મેચ ફેબ્રુઆરી 2022માં શ્રીલંકા સામે રમી હતી. તેણે 10 મેચમાં 13 વિકેટ લીધી છે.

આ પણ વાંચોઃ

'ગર્લફ્રેન્ડ સાથે ડેટ પર જવુ છે, પૈસા મોકલો', સ્ટાર ક્રિકેટરે તરત કરી ફેનની મદદ

T20 World Cup: શું બીસીસીઆઈની ઉતાવળના કારણે ટી20 વર્લ્ડ કપમાંથી બહાર થયો જસપ્રીત બુમરાહ?

IND vs SA: Arshdeep Singhએ રચ્યો ઇતિહાસ, આવુ કરનારો બન્યો પહેલો ભારતીય બૉલર

Jasprit Bumrah Ruled Out: સ્ટાર બોલર જસપ્રિત બુમરાહ નહી રમી શકે T20 World Cup, આ કારણે ટીમમાંથી થયો બહાર

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch News : કચ્છ જિલ્લામાં શિક્ષકોની બદલીનો વિવાદ વધુ વકર્યોHun To Bolish : હું તો બોલીશ :  ડમ્પરની કેમ બ્રેક ફેઈલ?Hun To Bolish : હું તો બોલીશ : કોણે કોણે ઢીંચ્યો દારૂ?Surat News: સુરતમાં વધુ એક ડિજીટલ એરેસ્ટની ઘટના, વેસુના વૃદ્ધને પોલીસકર્મીની ઓળખ આપી 1.71 કરોડ પડાવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો "eNagar" પ્રોજેક્ટમાં સમાવેશ, નાગરિકોને મળશે આ લાભ
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
Embed widget