T20 World Cup: શું બીસીસીઆઈની ઉતાવળના કારણે ટી20 વર્લ્ડ કપમાંથી બહાર થયો જસપ્રીત બુમરાહ?
ટીમ ઈન્ડિયાનો સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ પીઠના દુખાવાના કારણે T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો છે.
Jasprit Bumrah Ruled Out: ટીમ ઈન્ડિયાનો સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ પીઠના દુખાવાના કારણે T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો છે. બુમરાહનું T20 વર્લ્ડ કપમાંથી બહાર થવું ટીમ ઈન્ડિયા માટે મોટો ઝટકો છે. જોકે, બુમરાહના બહાર નીકળ્યા બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) પર ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. સૌથી મોટો સવાલ એ છે કે શું BCCI જસપ્રિત બુમરાહને ટીમમાં પરત લાવવામાં ઉતાવળ કરી?
જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન ઈજાગ્રસ્ત (Injured) થયો હતો. આ ઈજાના કારણે બુમરાહ એશિયા કપમાં (Asia Cup 2022) રમી શક્યો નહતો. જોકે આ દરમિયાન બુમરાહ નેશનલ ક્રિકેટ એકેડમીમાં તેની ફિટનેસ પર કામ કરી રહ્યો હતો. T20 વર્લ્ડ કપની તૈયારીઓને ધ્યાનમાં રાખીને જસપ્રીત બુમરાહને ઓસ્ટ્રેલિયા સામેની T20 સિરીઝ માટે પરત બોલાવવામાં આવ્યો હતો.
જોકે, જસપ્રીત બુમરાહ ઓસ્ટ્રેલિયા સામેની T20 સીરીઝની પ્રથમ મેચમાં પ્લેઈંગ 11નો ભાગ બન્યો ન હતો. બુમરાહે બીજી અને ત્રીજી ટી20 મેચમાં ભાગ લીધો હતો. પરંતુ બુમરાહ દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ T20 મેચમાંથી પણ બહાર થઈ ગયો હતો. બુમરાહની ફિટનેસ અંગે અપડેટ જાહેર કરતી વખતે BCCIએ કહ્યું હતું કે, કમરના દુખાવાના કારણે બુમરાહ દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ T20 મેચ રમી શક્યો ન હતો.
બુમરાહના કમબેકમાં 6 મહિનાનો સમય લાગી શકેઃ
આવી સ્થિતિમાં સવાલ એ ઉઠે છે કે જો જસપ્રીત બુમરાહ સંપૂર્ણ રીતે ફિટ ન હતો તો તેને ટીમમાં કેમ પાછો લેવામાં આવ્યો? જો BCCIએ બુમરાહને ટીમમાં બોલાવવાને કારણે તેની ફિટનેસ પર કામ કરવા માટે વધુ 20 દિવસનો સમય આપ્યો હોત, તો તેના માટે અને ટીમ ઈન્ડિયા માટે શું સારું ન હતું? પરંતુ BCCIની ઉતાવળના કારણે બુમરાહ હવે T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો છે.
બુમરાહ સાથે આવું પહેલીવાર નથી બન્યું. 2019માં પણ બુમરાહ કમરના દુખાવાના કારણે ટીમની બહાર હતો. તે પછી પણ બુમરાહને ટીમમાં વાપસી કરવામાં ઘણો સમય લાગ્યો હતો. હાલમાં પણ એવી માહિતી સામે આવી રહી છે કે બુમરાહને ટીમમાં વાપસી કરવામાં લગભગ 6 મહિનાનો સમય લાગી શકે છે.