WPL 2023: મહિલા પ્રીમિયર લીગને મળ્યા ટાઈટલ સ્પોન્સર, જાણો જય શાહે ટ્વિટ કરી શું કરી જાહેરાત
ભારતીય ક્રિકેટમાં મહિલા ક્રિકેટ એક નવા યુગમાં પગ મુકવા જઈ રહ્યું છે જ્યારે વુમન્સ પ્રીમિયર લીગ (WPL) શરૂ થશે. તાજેતરમાં, BCCIએ WPL 2023 માટે ખેલાડીઓની હરાજીનું આયોજન કર્યું હતું.
ભારતીય ક્રિકેટમાં મહિલા ક્રિકેટ એક નવા યુગમાં પગ મુકવા જઈ રહ્યું છે જ્યારે વુમન્સ પ્રીમિયર લીગ (WPL) શરૂ થશે. તાજેતરમાં, BCCIએ WPL 2023 માટે ખેલાડીઓની હરાજીનું આયોજન કર્યું હતું, જેમાં પાંચ ટીમોએ તમામ ખેલાડીઓ પર પૈસાનો વરસાદ કરીને મહિલા ક્રિકેટને નવી તાકાત આપી હતી. હવે મંગળવારે BCCI સેક્રેટરી જય શાહે પણ WPLના ટાઈટલ સ્પોન્સરનું નામ જાહેર કર્યું છે.
ટાટા WPLના ટાઇટલ સ્પોન્સર હશે.
ટાટા થોડા વર્ષો પહેલા જ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના ટાઈટલ સ્પોન્સર બન્યા હતા. હવે ટાટાએ પણ WPL સાથે હાથ મિલાવ્યા છે. આ અંગે માહિતી આપતાં BCCI સેક્રેટરી જય શાહે ટ્વીટ કર્યું, "મને એ જાહેરાત કરતાં આનંદ થાય છે કે ટાટા ગ્રુપ WPLની પ્રથમ સિઝનનું ટાઈટલ સ્પોન્સર હશે. તેમના સમર્થનથી અમને વિશ્વાસ છે કે અમે મહિલા ક્રિકેટને આગલા સ્તર પર લઈ જવામાં સફળ થશું."
I am delighted to announce the #TataGroup as the title sponsor of the inaugural #WPL. With their support, we're confident that we can take women's cricket to the next level. @BCCI @BCCIWomen @wplt20 pic.twitter.com/L05vXeDx1j
— Jay Shah (@JayShah) February 21, 2023
વિમેન્સ પ્રીમિયર લીગની પ્રથમ સિઝન 4 માર્ચથી શરૂ થશે. પ્રથમ મેચમાં ગુજરાત અને મુંબઈની ટીમો આમને-સામને થશે. આ મેચ મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાશે.
વિમેન્સ પ્રીમિયર લીગ 2023 ટૂર્નામેન્ટમાં 22 મેચ જોવા મળશે જેમાં એલિમિનેટર 24 માર્ચે રમાશે, જ્યારે WPL 2023ની ફાઈનલ 26 માર્ચ, 2023 (રવિવાર)ના રોજ મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાશે.
Women T20 World Cup: સસ્પેન્સ ખતમ, સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે ટીમ ઈન્ડિયા
ભારતીય ટીમ ગુરુવારે T20 વર્લ્ડ કપની સેમિફાઇનલ મેચ ઓસ્ટ્રેલિયા સામે રમશે, જે ગ્રુપ-Aમાં ટોચ પર છે. ઓસ્ટ્રેલિયા તેના ગ્રુપમાં 4 જીત સાથે નંબર વન પર છે. કાંગારૂ ટીમ અત્યાર સુધી વર્લ્ડ કપમાં એકપણ મેચ હારી નથી. ટીમે ન્યુઝીલેન્ડ સામે 97 રને, બાંગ્લાદેશ સામે 8 વિકેટે, શ્રીલંકા સામે 10 વિકેટે અને દક્ષિણ આફ્રિકા સામે 6 વિકેટે જીત મેળવી છે.
ગ્રુપ-બીમાં ભારત અને ઈંગ્લેન્ડ સેમિફાઈનલ માટે ક્વોલિફાઈ થઈ ગયા છે. પરંતુ ગ્રુપ-Aમાં ઓસ્ટ્રેલિયા સિવાય બીજા સેમી ફાઇનલિસ્ટ હજુ નક્કી થયા નથી. ગ્રૂપ-Aમાં ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા સેમિ ફાઇનલિસ્ટની યાદીમાં સામેલ છે.