શોધખોળ કરો
Advertisement
ENG Vs AUS: ઇંગ્લેન્ડને લાગ્યો મોટો ઝાટકો, સ્ટાર ખેલાડી અંતિમ T20થી થયો બહાર
ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે સોમવારે એક નિવેદન જારી કરી બટલરના ત્રીજા મેચમાંથી બહાર થવાની જાણકારી આપી.
ENG Vs AUS: મેજબાન ઇંગ્લેન્ડની ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ત્રીજા અને અંતિમ 20-20 મેચ પહેલા મોટો ઝાટકો લાગ્યો છે. ઇંગ્લેન્ડના વિકેટકીપર બેટ્સમેન જોસ બટલર મંગળવારે એજેસ બાઉલમાં ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ રમાનાર ત્રીજા અને અંતિમ ટી20 મેચમાંથી બહાર થઈ ગયો છે. બટલરે ઓસ્ટેરલિયા વિરૂદ્ધ ઓપનિંગની જવાબદારી સંભાળતા પહેલા બન્ને 20-20માં શાનદાર પ્રદર્શન કર્યું.
ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે સોમવારે એક નિવેદન જારી કરી બટલરના ત્રીજા મેચમાંથી બહાર થવાની જાણકારી આપી. ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે જણાવ્યું કે, બટલર પોતાના પરિવાર સાથે જોડાવવા માટે રવિવારે સાંજે ખત્મ થયેલ બીજી ટી-20 મેટ હાજ બાયો બબલમાંથી બહાર થઈ ગયા છે.
બટલરે રવિવારે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ રમાયેલ બીજી ટી-20 મેચમાં અણનમ 77 રનની ઇનિંગ રમી ટીમને જીત અપાવી હતી. આ જીતના જોરે મેજબાન ટીમે ત્રણ મેચની ટી20 સીરીઝમાં 2-0ની અજેય જીત મેળવી લીધી છે. આ ઇનિંગ માટે બટલરને મેન ઓફ ધ મેચ આપવામાં આવ્યો હતો.
ઇસીબીએ નિવેદનમાં કહ્યું કે, ‘બટલર, ટેસ્ટિંગ બાદ ગુરુવારે ટીમના પ્રથમ વનડે પહેલા ટીમ સાતે જોડાય શકે છે. ટી20 સીરીઝ બાદ ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા ત્રણ મેચની વનડે સીરીઝ પણ રમશે.
જણાવીએ કે બટલર ટેસ્ટ મેચોમાં પણ હવે બેયરસ્ટોના સ્થાને ટીમમાં મુખ્ય વિકેટકીપરની ભૂમિકા નિભાવી રહ્યા છે. બાયો બબલના કારણે બટલરને છેલ્લા બે મહિનાથી પોતાના પરિવારને મળી શક્યો ન હતો. પરિવારને મળ્યા બાદ ટીમમાં વાપસી માટે બટલરે થોડા સમય માટે કોરેન્ટાઈન રહેવું પડી શકે છે. એટલું જ નહીં કોવિડ-19 ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ જ બટલર ટીમમાં જોડાઈ શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બોલિવૂડ
અમદાવાદ
દેશ
Advertisement