શોધખોળ કરો

"મેં જસપ્રીત બુમરાહને સ્લોઅર બોલ નાખતા શીખવ્યું છે!" જાણો કયા પાકિસ્તાની બોલરે કર્યો આવો મોટો દાવો

પાકિસ્તાનમાં જન્મેલા અને યુએઈ (UAE) તરફથી રમતા ફાસ્ટ બોલર ઝહૂર ખાને IPL સમયનો એક કિસ્સો શેર કરીને ક્રિકેટ જગતમાં સનસનાટી મચાવી દીધી છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • UAE ના ફાસ્ટ બોલર ઝહૂર ખાને કર્યો દાવો.
  • IPL દરમિયાન બુમરાહને શીખવી સ્લોઅર બોલ ટેકનિક.
  • નેટ પ્રેક્ટિસમાં બુમરાહે સામેથી માંગી હતી ટીપ્સ.
  • ઝહૂરની ગ્રિપ જોઈ બુમરાહ અને બોલિંગ કોચ ચોંક્યા.

જસપ્રીત બુમરાહ આજે દુનિયાના સૌથી ખતરનાક અને શાનદાર બોલર્સમાંથી એક છે, પણ શું તમને ખબર છે કે તેને અસરકારક 'સ્લોઅર બોલ' નાખતા કોણે શીખવ્યું? પાકિસ્તાનમાં જન્મેલા અને હાલ UAE ની ટીમ તરફથી રમતા ફાસ્ટ બોલર ઝહૂર ખાને એક ચોંકાવનારો દાવો કર્યો છે. ઝહૂરનું કહેવું છે કે UAE માં રમાયેલી IPL દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સના નેટ સેશનમાં તેણે જ બુમરાહને સ્લોઅર બોલ ફેંકવાની ખાસ ટેકનિક શીખવી હતી. ઝહૂરે બુમરાહ વિશે વાત કરતો જે વિડીયો શેર કર્યો છે, તે હાલ સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે અને ક્રિકેટ ફેન્સમાં ચર્ચાનો વિષય બન્યો છે.

ક્યારે અને કેવી રીતે બની આ ઘટના?

ઝહૂર ખાનના જણાવ્યા મુજબ, આ ઘટના UAE માં રમાયેલી IPL દરમિયાન બની હતી. વાયરલ વિડીયોમાં એક રસપ્રદ કિસ્સો શેર કરતા ઝહૂરે કહ્યું, "ચાલો હું તમને એક વાત જણાવું. બુમરાહ પહેલા પણ સ્લોઅર બોલ તો નાખતો જ હતો, પરંતુ તેની એક્શન એકદમ સામાન્ય રહેતી હતી. અબુ ધાબીમાં રમાયેલી એક મેચમાં બુમરાહ, ટ્રેન્ટ બોલ્ટ અને નાથન કુલ્ટર-નાઈલને ખૂબ રન પડ્યા હતા. સપ્ટેમ્બર મહિનામાં UAE માં 50 ડિગ્રી જેટલું તાપમાન હોય છે અને રાતના સમયે ઝાકળના કારણે બોલ એટલો ભીનો થઈ જાય છે કે તેને બરાબર પકડવો (ગ્રિપ કરવો) પણ મુશ્કેલ બની જાય છે."

મુંબઈ ઈન્ડિયન્સના કેમ્પમાં એન્ટ્રી

આગળ વાત કરતા ઝહૂરે જણાવ્યું, "મુંબઈ ઈન્ડિયન્સે મને બોલાવ્યો હતો. હું 6 દિવસ ક્વોરેન્ટાઈનમાં રહ્યો અને સાતમા દિવસે ટીમ સાથે પ્રેક્ટિસ માટે ગયો. ઝહીર ખાન અને રોબિન સિંહ મને પહેલાથી જ ઓળખતા હતા કારણ કે મેં T10 લીગમાં એક મેડન ઓવર નાખી હતી. જ્યારે હું ટીમ સાથે બેઠો હતો, ત્યારે બુમરાહ અને રોહિત શર્મા પણ ત્યાં આવીને બેઠા. મેં તેમને મારી એક જ સરખી એક્શન અને ગ્રિપથી સ્લોઅર બોલ નાખવાની ટેકનિક વિશે વાત કરી. બુમરાહને નવાઈ લાગી અને તેણે પૂછ્યું, 'એ કેવી રીતે શક્ય છે?' મેં તેને કહ્યું કે હું તને પ્રેક્ટિસ સેશનમાં બતાવીશ."

નેટ્સમાં બુમરાહે સામેથી માગી ટિપ્સ

ઝહૂરે એ રોમાંચક ક્ષણ વિશે વાત કરતા કહ્યું, "જ્યારે નેટ પ્રેક્ટિસ શરૂ થઈ ત્યારે મુંબઈના બોલિંગ કોચ શેન બોન્ડ અને મહેલા જયવર્દને મારી પાછળ જ ઉભા હતા. મેં ધીમો બાઉન્સર નાખીને બેટ્સમેનને ચકમો આપ્યો. આ જોઈને શેન બોન્ડ પણ ચોંકી ગયા અને મને પૂછ્યું કે, 'તમારી ગ્રિપ કઈ છે? શું તમે ઓફ-કટર નાખો છો?' મેં કહ્યું, 'ના, આ મારી નોર્મલ ગ્રિપ જ છે."

તેણે વધુમાં ઉમેર્યું, "આના એક-બે દિવસ પછી હું બુમરાહ સાથે બોલિંગ કરી રહ્યો હતો. તેણે મને સામેથી કહ્યું, 'પાજી, મને તમારી ગ્રિપ બતાવો.' મેં તેને મારી ગ્રિપ બતાવી; જે બિલકુલ નોર્મલ હતી. બુમરાહે તે ટ્રાય કર્યું અને ખુશ થતા કહ્યું કે આ કંઈક અલગ છે. હું ભલે યુએઈનો ખેલાડી છું અને તે વર્લ્ડ ક્લાસ બોલર છે, પણ મારા માટે એ બહુ ગર્વની અને આનંદની વાત હતી કે દુનિયાનો આટલો મોટો સ્ટાર મારી પાસે આવીને કંઈક પૂછી રહ્યો હતો."

Frequently Asked Questions

જસપ્રીત બુમરાહને સ્લોઅર બોલ કોણે શીખવ્યો?

UAE તરફથી રમતા ફાસ્ટ બોલર ઝહૂર ખાને દાવો કર્યો છે કે તેણે IPL દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સના નેટ સેશનમાં જસપ્રીત બુમરાહને સ્લોઅર બોલ નાખવાની ટેકનિક શીખવી હતી.

ઝહૂર ખાન અને જસપ્રીત બુમરાહની મુલાકાત ક્યારે અને ક્યાં થઈ હતી?

આ ઘટના UAEમાં રમાયેલી IPL દરમિયાન બની હતી. ઝહૂર ખાન UAEની ટીમના ખેલાડી હોવા છતાં મુંબઈ ઈન્ડિયન્સના નેટ સેશનમાં બુમરાહને મળ્યો હતો.

ઝહૂર ખાને બુમરાહને કઈ ખાસ ટેકનિક શીખવી?

ઝહૂર ખાને બુમરાહને એક જ સરખી એક્શન અને ગ્રિપથી સ્લોઅર બોલ નાખવાની ટેકનિક શીખવી હતી, જેનાથી બેટ્સમેન ચકમો ખાઈ જાય.

બુમરાહે ઝહૂર ખાન પાસેથી સ્લોઅર બોલ વિશે શું કહ્યું?

બુમરાહને ઝહૂર ખાનની સ્લોઅર બોલની ટેકનિક જાણીને નવાઈ લાગી હતી અને તેણે કહ્યું હતું કે આ કંઈક અલગ છે. તેણે સામેથી ઝહૂર પાસેથી તેની ગ્રિપ વિશે પૂછ્યું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારત-અફઘાનિસ્તાન T20 શ્રેણીનું શેડ્યૂલ જાહેર: જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચો
ભારત-અફઘાનિસ્તાન T20 શ્રેણીનું શેડ્યૂલ જાહેર: જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચો
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
2027 ODI World Cup: ભારત-ઈગ્લેન્ડ સહિત 10 ટીમોએ 2027 વન-ડે વર્લ્ડકપ માટે કર્યું ક્વોલિફાય
2027 ODI World Cup: ભારત-ઈગ્લેન્ડ સહિત 10 ટીમોએ 2027 વન-ડે વર્લ્ડકપ માટે કર્યું ક્વોલિફાય
2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો
2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
વોટ્સએપ પરથી ઘરે બેઠા જ બનાવી શકો છો આયુષ્યમાન કાર્ડ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા?
વોટ્સએપ પરથી ઘરે બેઠા જ બનાવી શકો છો આયુષ્યમાન કાર્ડ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા?
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Embed widget